________________
ગીતાહન ] જેમ શુદ્ધ જળમાં નાખેલું શુદ્ધ જળ એકરૂપ બની જાય છે, તેમ હે ગૌતમ! [ હલા એવાને ગુપ્ત રીતે જે દાન કરવામાં આવે છે તે સાત્વિક દાન સમજવું. ઉદ્દેશ એ છે, જેઓ પોતે વ્યવહારદષ્ટિએ તે નિષ્કિચન છે, તદ્દન નિર્ધન છે, ગરીબ છે પરંતુ જ્ઞાન અને તપમાં નિષ્ઠાવાળો છે, કેવળ એક પરમાત્મા ઉપર જ આધાર રાખનારો છે. જે જરૂર પૂરતાં અન્નવસ્ત્રાદિ વિના ફાલતુ સંગ્રહને પોતાની પાસે રાખતા નથી, આવા નિષ્કામીઓને કિંવા વેપઠનપાન કરનારા સ્વાધ્યાયી દ્વિજ વિા બ્રાહ્મણને અથવા જે શરીરાદિથી તદન અપંગ છે તેવા જ દાન આપવાને સુપાત્રો કહેવાય છે. નિજન અરણ્ય વા પુણ્ય ક્ષેત્રોમાં જયાં લોકવસ્તીનો યુકિંચિત સંબંધ ના હોય તેવું એકાંત સ્થળ કે જ્યાં સદાચારી અને આત્મચિંતન કરનારા જિતેન્દ્રિય રહે છે તે સ્થળ દાનને માટે યોગ્ય કહેલાય છે; તથા પુણ્યકાળ, સંક્રાંતિ, મહણાદિ ૫ર્વકાળા તથા શાસ્ત્રમાં બતાવેલા પુણ્ય સમયે તેમ જ આત્મચિંતન કરનારા તપસ્વીઓને તેમના નિયત વખતે જે દાન કરવું તે કાળ દાનને માટે યોગ્ય કાળ ગણાય. આ રીતે કોળ, દેશ અને સુપાત્રને જોઈને જે દાન ગુપ્ત રીતે કરવામાં આવે છે તે દાન સાત્વિક કહેવાય છે. આવા પ્રકારનું દાન સામે જઈને કરનારાઓ દેવી સંપત્તિવાળા કહેવાય છે. આ પ્રકારનું દાન કરવું તે પિતાનું કર્તવ્ય છે એમ સમજીને જે. દાન કરે છે તે બીજા કોઈ પણ સાધનની અપેક્ષા વગર જ ચિત્ત શુદ્ધ થઈ અંતે કૃતાર્થ બની શકે છે. આ વ્યતિરિક્ત વ્યવહારમાં ગણતાં બીજા તમામ દાને આસુરી સંપત્તિવાળાં હોઈ તે અધમ કેટિનાં છે.
यत्तु मृत्युपकारार्थ फलमुद्दिश्य वा पुनः । दीयते च परिलिष्ट तहानं राजस स्मृतम् ॥ २१ ॥
રાજસ દાન હે પાર્થ! વળી ફળને ઉદેશીને અથવા સામા ઉપર ઉપકારને માટે અને અતિ કલેશવાળું જે દાન અપાય છે તે દાન રાજસ કહ્યું છે. તાત્પર્ય એ કે, જે દાન સામા ઉપર હું ઉપકાર કરું છું કિંવા અત્રે દાન આપવામાં આવે તો તેને બદલો મને બીજી રીતે મળે એમ છે અથવા આથી મને ભવિષ્યમાં લાભ થવાનો સંભવ છે કિંવા મારી નામના થશે, એવા ઉદ્દેશ વડે દશાય છે કિંવા પરિકિલષ્ટ એટલે જે હું અહીં ધન નહિ આપું તો અમુક ગૃહસ્થને ખોટું લાગશે અને તેથી મારું અનિષ્ટ થશે, એમ સમજીને મનમાં ઇચ્છા નહિ હોવા છતાં પણ સામાના તથા લોકના ભયને કે સિફારસને લીધે બળજબરીથી અને અત્યંત કલેશ પામીને જે દાન આપવામાં આવે છે અથવા તે આ દાન દેવાથી મને પરલોકમાં મોટું સુખ મળશે કિંવા ભવિષ્યમાં માટે લાભ થશે વા લોકોમાં મારું નામ પ્રસિદ્ધ થશે, હું મોટો દાની છું એમ બધા લોકો મને કહેશે. એ રીતની લોકેષણ અને પરલોકેષણ કિંવા ફળપ્રાપ્તિની ઇચ્છાથી જે દાન દેવાય છે તે રાજસ કહેવાય છે. જેમકે ધર્મના નામે અને સ્મારક આદિને નામે એકઠા કરાતા ફંડફાળાઓ, દેવમંદિરોમાં અપાતાં સકામ દાનો, નામ માને અર્થે કુવા, વાવ, તળાદિ થતાં પૂર્ત અને ઈષ્ટ કર્મો (અધ્યાય ૧૨ શ્લોક ૨૦ જુઓ) ફળની ઇચ્છાથી થતાં સકામ યજ્ઞાદિ કર્મો વગેરે.
भदेशकाले यहानमपात्रेभ्यश्च दीयते । असत्कृतमवजात तत्तामसमुदाहृतम् ॥ २२ ॥
તામસ દાન હે અર્જુન ! જે દાન દેશ અને કાળને વિચાર કર્યા વગર સહકારની ભાવનાથી રહિત અગર અવહેલનાપૂર્વક અપાત્રોને જ આપવામાં આવે છે તેને તામસ કહે છે એટલે જેમાં કાળ, દેશ અને પાત્ર ત્રણે અમાસ છે, જે વાસ્તવિક સત્ય નહિ હોવા છતાં તે સતકૃત્ય છે એવું સ્વાથી લોકેએ તેને ટેરવેલું હોય