________________
ગીતાદેહન ) જેમ ઉચ્ચ પહાડ પર વરસેલે વરસાદ નીચાણવાળા ભાગ તર વહે છે, [ ૭૮૭ વિનાના, દક્ષિણ આપ્યા વગરના અને શ્રદ્ધાને તે જ્યાં અંશ પણ નથી એવા હોય તે ય તામસ જાણવા. આ મુજબ યજ્ઞના ત્રણ પ્રકાર છે. હવે તપના ત્રણ પ્રકારે કહું છું.
देवढि जगुरुक्षपूजन शौचमार्जवम् । ઘણી ફિણા જ શા ત ?
શારીરિક તપ દેવ, ડિજ એટલે જેઓને ઉપનયનને અધિકાર છે એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈય, એ ત્રણ વર્ગોમાં વેદાદિ અધ્યયન કરનારા સહુથી શ્રેષ્ઠ બ્રાહ્મણ, ગુરુ અને પ્રાજ્ઞ એટલે જ્ઞાનવાન આત્મg એવા વિધાનોનું પૂજન કરવું; શૌચ એટલે આન્તર સ૬ બાહ્ય પવિત્ર છે (અધ્યાય ૧૬ એક ૩ પૃષ્ઠ ૭૪૮/૭૪૯ જ ), સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા; એ શારીરિક તપ કહેવાય છે. દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞ એટલે જ્ઞાનીઓનું પૂજન કરવા સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણે કથન છે.
મૂર્તિનું પૂજન શ્રેષ્ઠ કે મનુષ્યનું ? સ્થાવરજંગમાદિ તથા પશુપક્ષ્યાદિ ઇતર સર્વ શરીર (પુરો) કરતાં મનુષ્યનાં શરીરમાં ભગવાનનો અંશ વધુ પ્રમાણમાં હોય છે અને આત્માને સાક્ષાત્કાર કરેલા મહાત્મા તો પ્રત્યક્ષ ભગવાનરૂપ જ હોય છે, માટે એવા મનુષ્યો પૂજન કરવાને પાત્ર છે, પરંતુ જે આત્માને નહિ ઓળખતાં કેવળ ઉદરપોષણ કરનારા અને વિષયોમાં જ નિમગ્ન હાઈ શિક્ષોદરપરાયણ હોય એવા અધમે તે પશુ કરતાં ૫શુ નીચ કોટીના ગણાય છે, માટે જેઓમાં તપાદિને કિંવા આત્મજ્ઞાનાદિને ભાગ વધુ હોય તેવા જ પૂજનને પાત્ર છે, એમ જાણવું. સૌથી પ્રથમના સત્યયુગમાં તો આત્મg એવા મનુષ્યનાં શરીરમાં જ ભગવાનની પૂજા કરવાનો રિવાજ હતા, મતિ વગેરે કાંઈ ન હતું, પરંતુ વખત જતાં અજ્ઞાની લોકોમાં દાંભકતા વ્યાપી જવાથી પરસ્પર વાંધાઓ ઊઠીને અપમાન થવા લાગ્યાં. તે જોઈને આત્મવિદ્દ એવા તત્તવનોએ પ્રતિમાઓમાં જ ભગવાનનું પૂજન કરવાનો નિર્ણય કરાવે છે. તેથી કેટલાક પુરુષો મૂર્તિ માં જ ભગવાન છે એમ માનીને તેની જ ઉપાસના કરે છે પરંતુ આમ મૂર્તિનું પૂજન કરવા છતાં જેઓ આત્મસ્વરૂપ એવા પવિત્ર જીવન્મુક્તો કિંવા અન્ય મનુષ્યોને દેષ કરે તે તેઓનું તે પૂજન તદ્દન નિરર્થક જ છે. તે મૂર્તિ તેઓને કદી પણ ફળ આપતી નથી. કોઈપણ મનુષ્યનો ઠેષ નહિ કરતાં એટલે સર્વ આત્મા કિંવા ભગવાન સ્વરૂપ છે એવા પ્રકારની સમાનતાની દઢ ભાવના રાખીને મૂર્તિની ઉપાસના કરી હોય અર્થાત આ સર્વે મનુષ્યો પોતાના ઈષ્ટ એવા ભગવાનરૂપ જ છે એમ સમજીને ઉપાસના કરવામાં આવે તો તે મૂર્તિ મંદ અધિકારીઓને પણ પુરુષાર્થરૂપી ફળ આપે છે. મનુષ્યોમાં પણ જે દ્વિજ (બ્રાહ્મણ) ત૫, વિદ્યા અને સંતોષવુકત હાઈ ભગવાનના શરીરરૂપ વેદને અભ્યાસી હોય તે ઉત્તમ પાત્ર છે, એમ મહાત્માઓએ નિશ્ચય કર્યો છે (ભા. અં. ૭ અ૦ ૧૪ ક. ૩૮૪૨).
વિષયે તે વિઝા ખાનારને પણ મળે છે દુઃખદાયી એવા આ વિષયે કે જેઓ વિષ્ટા ખાનારાં ભંડોને પણ મળે છે તેવા વિષ ભોગવવા એ આ મનુષ્યદેહને માટે યોગ્ય નથી. આવા મનુષ્યદેહમાં તે કેવળ તપ કરવું જ શ્રેષ્ઠ છે. કેમ કે તપ વડે અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થવાથી પરબ્રહ્મ સંબંધી અનંત સુખ મળે છે. મહાત્મા પોની સેવા એ મોક્ષન ઠાર છે (ભા &૦ ૫ અ ૫ હો... ૧). જે મનુષ્ય સંસારપાશના બંધનમાં પડેલાને તેની ઇચ્છા હોવા છતાં પણ છોડાવી શક્તો નથી તે મનુષ્ય ગુરુ, પિતા, માતા, સ્વજન કે દેવ થવા લાયક જ નથી (ભા સં. ૫ અ ૫ શ્લોક ૧૮)