________________
ગીતાહન ] તે તથા આ (દયાદિ) સર્વ (વિરાટ)પણ વસ્તુતઃ આત્મસ્વરૂપ જ છે, તત તે આ જ. [ ૭૮૫
વાસનામય વાયુવ્યાધિ દઢતર કહેવાય છે. અન્નપાન તથા સ્ત્રીપુત્રાદિક ઇચ્છિત વસ્તુઓ મળી જવાથી વ્યાવહારિક સામાન્ય આધિ વ્યાધિ તો નાશ પામે છે અને એ આધિઓ નાશ પામતાં મનમાં પણ તેટલા પૂરતો સંતોષ લાગે છે. પરંતુ જેમ દોરીમાં થયેલી સર્પની ભ્રાંતિ દોરીના સાચા જ્ઞાન વગર કદી પણ મટતી નથી તેમ અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલ દઢતર એવો વ્યાધિ કે જે વાસનામય હોઈ અનેક જન્મમરણ આપનારો છે અને જેને ભવરાગ પણ કહે છે, તે તો આ અજ્ઞાનને નિવૃત્ત કરનારા આત્માને અપરોક્ષજ્ઞાન વિના કદી પણ મટતો નથી. આ મુજબ જે દઢતાર એવા આ જન્મમરણાદિરૂપ આધિનો ક્ષય થાય તો જ સર્વ આધિ વ્યાધિઓનો જડમૂળથી
શ થઈ જાય છે. જે વ્યાધિઓ આધિ વિના જ ઉત્પન્ન થાય છે તે તે વૈદકમાં કડેલા ઔષધ અને મંત્રાદિના શુભ કર્મોથી અથવા વૃદ્ધ પરંપરાના ઉપાયોથી દૂર થાય છે.
આધિમાંથી વ્યાધિ શી રીતે ઉત્પન્ન થાય ? હવે આધિમાંથી વ્યાધિ શી રીતે ઉત્પન્ન થાય છે, તે સંબંધે સંક્ષેપમાં કહું છું. પ્રથમ તે ચિત્તમાં અનેક વિષયવાસનાઓ ભોગવવાની ઈચ્છાથી ચિત આધિ વડે પીડા પામે છે અને તેથી શરીરમાં ક્ષોભ થાય છે. ભૂલો પડેલો મનુષ્ય જેમ પાસે રહેલા માર્ગને પણ જોતો નથી અને તે નહિ દેખાયાથી અવળે માગે ચાલ્યો જાય છે કિંવા શસ્ત્રથી વિંધાયેલું હરણ સીધો માર્ગ છેડી દઈ આડે અવળે માર્ગે નાસવા માંડે છે, તેમ શરીરમાં ક્ષોભ થવાથી પ્રાણુદિ પવન પોતાના સમાન ભાવને છોડી, આડે અવળે માર્ગે, ગમે તેમ ગતિ કરવા માંડે છે. પ્રાણુની ગતિ આડીઅવળી થવાથી સધળી નાડીઓ કફ, પિતાદિ દોષો વડે પુરાઈ જવાને લીધે વનસ્ય એટલે વિષમ અવસ્થાને પ્રાપ્ત થાય છે. આમ પ્રાણુ વડે દેહ ચોતરફ વિહવળ થઈ જવાથી કેટલીક નાડીએ અનરસથી પૂરી ભરાઈ જાય છે તથા કેટલીક નાડીઓ તે તદ્દન ખાલી જ રહી જવા પામે છે. પ્રાણની ગતિ બદલાઈ જવાથી કાં તો અવનને રસ જ ખરાબ થાય છે અથવા તો તે અન્ન નહિ પચવાથી અજીર્ણ થાય છે કિંવા અનરસ પણે જ જીર્ણ થઈ સુકાઈ જાય છે, તો તે વડે પણ શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે. જેમ નદીનો પ્રસાહ તેમાંની વસ્તુઓને પોતાની સાથે સમુદ્ર તરફ જ ખેંચી જાય છે તેમ પ્રાણવાયુઓ ખાધેલા અનને રસરૂપ બનાવી દઈ શરીરની અંદર તમામ નાડીઓ દ્વારા પોતપોતાના સ્થાનમાં પહોંચાડી દે છે, પણ જે અન્ન પ્રાણવાયના વિષમપણાથી શરીરના અંદરના ભાગમાં કોઈક સ્થળે અંધાઈ રહે છે તે સ્વાભાવિક રીતે કક આદિ ધાતુઓને બગાડીને વ્યાધિ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે પ્રથમ આધિમાંથી વ્યાધિ ઉત્પન્ન થવા પામે છે અને આધિ મટી જતાં વ્યાધિનો પણ નાશ થાય છે.
મંત્રો વડે થતે વ્યાધિને નાશ મંત્ર વડે વ્યાધિઓને નાશ શી રીતે થવા પામે છે તે સંક્ષેપમાં કહું છું. જેમ હરડેને સ્વભાવ જુલાબ થો એ છે. તેમ ચં, , ૪, ૪, રાં, ઉં, ઇત્યાદિ બીજાત્મક મંત્રો તથા વર્ગો જે શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે તેનો જપ કરવાથી તે તેવા તેવા પ્રકારની મનની શુદ્ધિ કરે છે અને મનની શુદ્ધિ થતાં વ્યાધિઓને મટાડે છે. આથી જેની જેવી જેવી ભાવના હોય તે તે ભાવનાનુસાર તેમાં તેમાં કાર્યો તે કરી આપે છે, કારણ કે સર્વ આધિવ્યાધિઓનું મૂળ વાસના છે. તેની મલિનતાને લીધે જ સર્વ આધિવ્યાધિની ઉત્પત્તિ થયેલી હોવાથી તે વાસના વડે મલિત થયેલું ચિત્ત જ્યારે અને જેટલા પ્રમાણમાં શુદ્ધ થાય તેટલા કાળ અને પ્રમાણમાં તેને આધિવ્યાધિ દૂર થાય છે. જેમ કસોટી પર ઘસવાથી સુવણું પોતાનું નિર્મલપણું પ્રકાશિત કરે છે તેમ શુદ્ધ
૧. મંત્રના સામર્થના સંબંધમાં શ્રી કૃષ્ણાત્મજ વાલસુધા પ્રકાશન ૪ મહાકાલ પુરુ વર્ણન ભાગ ૧ કિરણાંશ ૩૧-૩૪ જુઓ.
૨. તીર્થોમાં સાન કરવાથી, મંત્ર ઔષધાદિ ઉપાય અને લોકોમાં વૃદ્ધ પરંપરાગત ચાલતા ઉપ વગેરે સંબંધમાં શાસ્ત્રોમાં વર્ણન છે. ઈચ્છા હોય તેમણે આર્યભિષક, ભાવપ્રકાશ, સુકૃત, બહસંહિતા ઇત્યાદિ આયુર્વેદશારો જોઈ લેવાં. અને તે મળ આધિવ્યાધિ શી રીતે થવા પામે છે તથા તેને મૂળમાંથી જ કેવી રીતે નાશ કરી શકાય છે તે સંબંધે સંક્ષેપમાં આ વિવેચન છે.
૫૦
!
=
-
નાક
-