________________
૭૭૨]
मध्य आत्मनि तिष्ठति।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૧
કહે છે. આવું જે મૂળ આધ શાસ્ત્ર તે અપૌરુષેય એવા એકમેવ વેદ જ છે અને તેનું તાત્પર્ય અજ્ઞાનીઓને આત્મસ્વરૂ૫ની પ્રાપ્તિ કરી આપવી એ જ એક છે; જે ઉપર વખતેવખત કહેલું જ છે. સર્વ બ્રહ્મરૂપ છે એમ સમજીને જે કામ થાય છે તે યુકતકર્મ કહેવાય તથા તેની ભાવના જેમાં હોતી નથી તે અયુક્તકમ કહેવાય એવો શાસ્ત્રમાં અંતિમ નિર્ણય છે.
ધર્મ અને અધર્મ ભાગવત ધર્મના મૂળ પ્રવર્તક શ્રી નારાયણ અવતારે કહેલી શાસ્ત્ર પ્રમાણની વ્યાખ્યા પણ આ પ્રમાણેની છે. સર્વ વેદરૂ૫ આત્મસ્વરૂપ એવા એક ભગવાન જ ધર્મ વિષયમાં પ્રથમ પ્રમાણ છે તથા જે વડે તે આત્મસ્વરૂપ જાણી શકાય એટલા માટે સ્વયં ભગવાને પોતે જ પ્રકટ કરેલા અપૌરુષેય એવા વેદ તથા તેના સિદ્ધાંત પ્રતિપાદન કરનારાં કૃતિરમૃત્યાદિ શાસ્ત્રો ( વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનો જુઓ અધ્યાય ૨, ૧૫) એ જ મૂળ પ્રમાણ છે, એટલે ધર્મ માં વેદ જ મુખ્ય પ્રમાણ છે (ભા૦ ૭-૧૧-૭) વેદે જેની આજ્ઞા કરી છે તે ધર્મ છે અને વદ જેનો નિષેધ કર્યો છે તે અધર્મ કહેવાય છે. વેદ એ સ્વયંભૂ (અપૌરુષેય) સાક્ષાત નારાયણ સ્વરૂપ છે. આ વેદ જ સ્વસ્વરૂપમાં સત્વ, રજ અને તમ ગુણમય પ્રાણીઓ, પદાર્થો, તેઓના ગુણે, નામ, ક્રિયાઓ, રૂ૫ તથા વર્ણાશ્રમ ઇત્યાદિ સર્વને જુદા પાડીને અથથી ઇતિ પર્યત વર્ણન કર્યું છે (ભા૬, ૧,૪૦-૪૧). વેદમાં જે કરવાનું કહ્યું તે કર્મ, વેદમાં જે કરવાની ના પાડી હોય તે અકર્મ અને વેદમાં જે કરવા કહ્યું તે ન કરવું તે વિકર્મ કહેવાય છે. કર્મ કોને કહેવું, અકર્મ કોને કહેવું તથા વિકર્મ કેને કહેવું તે વેદ વડે જ નિશ્ચિત થયેલું છે, બીજા કોઈ પ્રમાણ કિંવા સાધન વડે તે નિશ્ચિત થઈ શકતું નથી. વેદ કોઈ પુરુષે ઉત્પન્ન કરેલા નથી પણ ઈશ્વરથી પ્રકટ થયેલા છે, તેથી જ તે અપૌરુષેય ગણાય છે. વેદે પરોક્ષવાદને અંગીકાર કરીને વર્ણન કર્યું છે. પરોક્ષવાદ એટલે કેઈ જુદા પ્રકારના અર્થને ગુપ્ત રાખવાને માટે કઈ જુદા જ પ્રકારે વર્ણવે છે. જેમ વ્યવહારમાં કોઈ અનાડી માણસ મિથ્યા ભાર વહેતો હોય અને તેને તેમ નહિ કરવા જણાવવું હોય તો તેના દુરાગ્રહી સ્વભાવને લક્ષમાં લઈ આ આપણું સીધું કહેવું સાંભળે તેમ નથી તેથી તેને યુક્તિ વડે એમ કહેવામાં આવે છે કે તું તે આ બધા કરતાં મોટો બળવાન છે. તે બાયલા જેવો આટલો જ બોજો કેમ ઉઠાવે છે? આ કરતાં વધુ બોજો ઉઠાવ; આમ કહેવાથી તે અભિમાનમાં પિતાની શક્તિ બહાર બોજો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે અને અંતે જલદી થાકી જઈ તે છોડી દે છે તેમ વેદમાં જે કર્મો કરવાનું કહ્યું તે કર્મો થકી મુક્ત થવાને માટે જ છે. આ સંબંધમાં બાળકને લાલચ આપીને દવા પાવાનું દૃષ્ટાંત તે પ્રખ્યાત છે (ભાઇ &૦ ૧૧ અ. ૩ શ્લો૦ ૪૩, ૪). સારાંશ એ કે, જો કે અંતિમ ધ્યેય તો આ સર્વ આત્મસ્વરૂપ છે, એમ સમજી તેવા નિશ્ચય વડે અંતઃકરણમાં બીજી કઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ દેવું અને ઉત્થાન થાય તે તત્કાળ તેને દાબી દેવું એ જ છે પરંતુ જ્યાં સુધી આ પ્રકારે આત્માનું સ્વરૂપ સમજવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તેનું પરોક્ષજ્ઞાન થવાને માટે કયું કાર્ય કરવા યોગ્ય છે ને કયું તજવા ગ્ય છે, તે સમજવાને માટે વિદ્યાના ચૌદ પ્રસ્થાનો કે જેને અંતિમ ઉદ્દેશ વેદના મહાવાક્યને જ બોધ કરાવી આપવાનો છે, તેવા શાસ્ત્રના આધાર વડે જ ઉકેલ કરી તેમણે બતાવેલા સર્વાત્મભાવ અથવા નિઃશેષભાવરૂપ વિધિ પ્રમાણે જ ચાલવું જોઈએ. અહીં આ સિવાય બીજે માર્ગ જ નથી; ટૂંકમાં આત્માનું નિશ્ચયાત્મક પરીક્ષજ્ઞાન થતાં સુધીને માટે પિતાના મનમાં આવે તે પ્રમાણે સ્વચ્છંદતાથી ચાલવાનું નથી પરંતુ અમુકને કર્મ કહેવું અને અમુકને અકર્મ કહેવું તથા અમુકને વિકર્મ કહેવું ઇત્યાદિ સિદ્ધાંત કે જે વેદશાસ્ત્રના આધાર વડે જ જગતમાં પ્રસિદ્ધ થવા પામેલ છે, તેના આધારે જ ચાલવું જોઈએ. મારા મનમાં આમ આવ્યું તેથી મેં આ કર્મ કર્યું એવું કહેનારા મહેને પૂછી શકાશે કે હું આ “કર્મ કરું છું’ એમ જે તું
- વેદનું તાત્પર્ય અધ્યાય ૨ શ્લોક ૩૯ ની ટીકા સયુકિતક અયુતિક શાસ્ત્રો, ગીતામાં પણ વેદને જ આધાર છે, ઇત્યાદિ શીર્ષક, અધ્યાય ૩ તથા અધ્યાય ૧૫, અદષ્ટ વિષયમાં પ્રમાણું કર્યું, વેદનું પ્રમાણ શા માટે માન્ય કરવું જોઈએ, વેદને મૂળ ઉશ, ઈત્યાદિ શીર્ષકે જુઓ,