________________
૮] अङ्गुष्ठमात्रः पुरुषो
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૭/૩ સંયમ નહિ કરી શકે માટે ભક્તિમાર્ગનું આચરણ હવે ભક્તિના અધિકારીઓને માટે ભક્તિ કહું છું જે પુરુષને આત્મસ્વરૂપ એવા મારામાં શ્રદ્ધા થઈ હોય અને તે સિવાયનાં બીજાં બધાં કર્મોના ઉગ થયો હોય તથા કર્મના ફળરૂપ વિષયને દરખરૂ૫ જાણવા છતાં પણ તેઓને ત્યાગ કરવાની શક્તિ ન હોય તેણે તો ફક્ત પૂર્ણ શ્રદ્ધાવાન રહીને ભક્તિથી જ સઘળું થશે, એ, દૃઢ નિશ્ચય રાખી પ્રોતિથી હંમેશાં આત્મસ્વરૂપ એવા મારું પૂજન તથા ભજન કરવું અને વિષયો સેવતી વખતે પણ તેઓ તે પરિણામે દુઃખદાયક છે, એમ સમજીને તેઓમાં કદી પણ પ્રીતિ રાખવી નહિ. આમ ભક્તિ વડે નિરંતર મારું જ ભજન કરનાર મુનિના હદયમાં નિરંતર આત્મસ્વરૂપ એવા મારું જ વાસ્તવ્ય હોવાથી તેના હૃદયમાં રહેલી સઘળી કામનાઓ વિનાશને પામે છે અને હું કે જે આરવરૂપ હાઈ સર્વાત્મક છે તેનું દર્શન થતાં જ દેહાભિમાન ભેરાઈ જાય છે. તેને અસંભાવના અને વિપરીતભાતના આદિ સર્વ સંશયો છેદાઈ જાય છે. માત્ર એક પ્રારબ્ધ જ શેષ રહે છે. તેના સંચિત અને ક્રિયમાણનો તે સદંતર નાશ જ થઈ જાય છે. આ પ્રમાણે જુદા જુદા અધિકાર પરત્વે અજ્ઞાની લોકેાના અજ્ઞાનની નિવૃત્તિના ઉદ્દેશ વડે જ જ્ઞાન, યોગ અને ભક્તિ આ ત્રણે પ્રકારો શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. તેનો હેતુ તો કેવળ આત્મસ્વરૂપ ની પ્રાપ્તિ થવી એ જ એક છે, એમ સમજ. આ રીતે મેં જ શાસ્ત્રમાં નિર્ણય કહ્યો છે. (ભા રકં૦ ૧૧ અ૨૦).
श्रीभगवानुवाच
શme
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा'। सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥२॥
જીવની સત્તા િશ્રદ્ધાઓ સ્વભાવત: જ હોય છે શ્રીભગવાન આગળ કહે છેઃ હે પાર્થ ! આ રીતે તને શાસ્ત્રનો સાચો ઉદ્દેશ શો છે, તે સમજાવવામાં આવ્યો. હવે તારા પ્રમાનુસાર પ્રાણીમાત્રની શ્રદ્ધામાં સત્યાદિ ગુગે વડે ભેદ કેવી રીતે પડે છે, તે હું તને આગળ કરું છું. દેહનું અભિમાન ધારણ કરનારા દેહીએ એટલે જીવોનો તે શ્રદ્ધા અભાવઃ જ સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની થાય છે. ઉદ્દેશ એ કે, જીવાત્માં વાસનાવશાત એક દેહને છોડી બીજે એમ અનેક દેને ધારણ કરે છે, તેને રવભાવ નિયતિ એટલે ઈશ્વરની શક્તિના સત્વ, રજ અને તમ ગુણો વડે થયેલી પ્રેરણાનુસાર પ્રથમથી જ બંધાયેલો હોય છે. આ રવભાવ એટલે જ અધ્યાત્મ કહેવાય. આ સંબંધમાં પ્રથમ વિવેચન આપવામાં આવેલું છે (સ્વભાવ સંબંધે અધ્યાય ૫ શ્લોક ૧૪, અધ્યાય ૮ કલેક ૩ તથા અધ્યાય ૧૧ શ્લોક ૩૨ થી ૩૫ જુઓ). સંક્ષેપમાં ઈશ્વરની (વૃક્ષાંક ૨ ) નિયતિશક્તિ (વૃક્ષાંક ૩) એ જીવાત્માને માટે સત્ત્વાદિ ગુણો (વૃક્ષાંક ૪ થી ૧૫ ઘ) વડે નિશ્ચિત કરી આપેલા જે નિયછે તે જ તેના સ્વભાવરૂપે બનેલા હોય છે. તે સ્વભાવ જન્મ પૂર્વે જ જ્યારે જીવાત્મા ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારથી જ બંધાયેલો હોય છે. એટલે તેણે જન્મ કયારે અને કયાં લેવો? જન્મ પછી શું શું કર્મ કરવું ? જન્મ લીધા પછી દેહ વડે તેને શાં શાં સુખદુઃખાદિ ભોગવવાનાં છે? વિદ્યા કેટલી મેળવવાની અને આ શરીરમાં કયાં સુધી રહેવાનું ઇત્યાદિ તમામ બાબતો જન્મ પૂર્વે જ પૂર્વે સંસ્કારવશાત નિશ્ચિત થઈ જ એ જીવ ગર્ભમાં પ્રવેશે છે અને જન્મમાં આવીને તે પ્રમાણે તેને વર્તવું પડે છે. આ પ્રમાણે જવ જન્મતઃ જ સાત્વિક, રાજસ અને તામસ એવી ત્રણ પ્રકારની શ્રદ્ધા લઈને જન્મેલો હોય છે. આ સર્વાદિ શ્રદ્ધાનો નિયમ શરીરને નહિ પરંતુ વાસનાવશાત અનેક દેહ ધારણ કરનાર દેવી ( જીવાત્મા)ને માટે લાગુ છે. કારણ કે દેહ તે જડ હાઈ બિચારા અંદર રહેલા જીવાત્માની પ્રેરણાનુસાર સૂકમ ઇંદ્રિયની આજ્ઞા