________________
ગીતદેહન ) ભૂતાદિ (કાળ)ને નિયામક એ આ વિરાટ પુરુષ એ જ) ઈશ્વર છે. [૭૭૫
વેદ સાંખ્ય, કર્મ અને ભક્તિ એ ત્રણની વ્યવસ્થા શા માટે કરી? અજ્ઞાની જીવોના કલ્યાણને માટે તથા આત્માનું યથાર્થ જ્ઞાન થતાં સુધી તેઓને વ્યવહાર સારી રીતે ચાલે અને તેઓ ઉત્તરોઉત્તર શ્રેષ્ઠ લેકની પ્રાપ્તિને માગે જ જાય. તેમ જ અધમનિઓમાં પડી દુઃખો નહિ ભોગવે એટલા માટે મેં વેદમાં બ્રહ્મકાંડ, કર્મકાંડ અને દેવક્રાંડ એમ ત્રણ માર્ગો કહ્યા છે, તે ત્રણેને (૧) સાંખ્ય કિંવા નાનયોગ, (૨) કર્મયોગ કિવા યોગ યોગ અને (૩) ભક્તિયોગમાં સમાવેશ થઈ જાય છે. આ ત્રણ વિના બીજે કઈ પણ ઉપાય કઈ પણ શાસ્ત્રમાં નથી. તાત્પર્ય કે, તમામ શાસ્ત્રને આ ત્રણમાં જ અંતર્ભાવ થઈ જાય છે. જ્ઞાન એ મન શક્તિનું ઘોતક છે તથા પ્રાણ એ ક્રિયાશક્તિનું ઘાતક છે. દેહની થતી તમામ ક્રિયાઓ પ્રાણુ વડે જ થાય છે તેથી તે કર્મયોગ કહેવાય છે. તે વ્યવહારમાં યોગ એવા નામે પ્રસિદ્ધ છે તેથી તેને યોગ કહે છે. કેમ કે પ્રાણોપાસનામાં પણ પ્રાણને વિલય કરવા રૂ૫ ક્રિયા કરવાની હોવાથી તેનો સમાવેશ કર્મયગમાં જ થઈ જાય છે. ભક્તિ યોગમાં તો જગત શું છે, કયાંથી આવ્યું, હું કોણ છું વગેરે ના માર્ગની જેમ વિચાર કરીને નિશ્ચય ઠેરવવાનો હોતો નથી પરંતુ પિતાને જે ઈષ્ટદેવ ઉપર કિવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ ઉપર શ્રદ્ધા હોય તેણે તે દેવ કિવા સદૂગુરુ જ સર્વમાં વ્યાપક છે એવી રીતે પિતામહ તમામ વસ્તુને પિતાના ઇષ્ટદેવતારૂપ ગણવી. એ રીતની અનન્ય શ્રદ્ધાની જ જરૂર હોય છે. આ ત્રણ ભેદો અભ્યાસદષ્ટિ પૂરતા જ કપેલા છે પરંતુ તે વાસ્તવિક નથી. એ ત્રણેને પ્રાપ્તવ્ય ધ્યેય તે એક જ છે. આ ત્રણમાં જેઓ કર્મો અને તેના ફળે તે અત્યંત દુઃખરૂપ છે એવી રીતે વિવેક કરી વિચારયુક્ત બુદ્ધ વડે તેમાંથી વિરક્ત થયેલા હોય છે તેઓ તો આ ફળ ઉત્પન્ન કરનારાં તમામ કર્મોને તત્કાળ ત્યાગ જ કરે છે, તેવા સત્યાસત્યને વિવેક દ્વારા નિશ્ચય કરનારા વિચારવાનોને જ્ઞાનયોગ વડે જ ઇષ્ટ થેયની સિદ્ધિ પ્રાપ્ત થાય છે પણ જેઓનાં ચિત્ત કર્મો થકી કંટાળેલાં ન હોય તેઓ તે કર્મો કરવાની ઇચ્છા રાખે છે તેથી તેવાઓ કર્મફળને પ્રથમથી જ ઈશ્વરને અર્પણ કરવાના નિશ્ચયથી કર્મો કરે અને જે કર્મના ફળ સંબંધે પણ વિરક્ત થયા ન હોય તેવા કર્મો થયા પછી તે સર્વ કર્મો અને તેનાં ફળને ઈશ્વરાર્પણ કરવાં. એ પ્રકારની નિશ્ચયાત્મક ભાવના વડે કર્મો કરવા જણાવેલું છે અને જેઓની અનેક પ્રકારની વ્યવહારસિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેઓને માટે હઠ પગને માર્ગે જ શ્રેયસ્કર છે. કર્મોમાં અત્યંત આસકત બુદ્ધિવાળાઓને માટે જે કર્મો કહેવામાં આવ્યો તેમાં આ રીતે ત્રણ પેટા ભેદો પડે છે, તેઓને માટે આ પ્રમાણેનો કર્મ કરવા રૂપ યોગ જ સિદ્ધિ આપનારે થાય છે અને ત્રીજો પ્રકાર તો જે પુરુ પૂર્વના કોઈ ભાગ્યવશાત આત્મસ્વરૂપ એવી મારી કથા, સત્સંગ વગેરે ઉપર સંપૂર્ણ શ્રદ્ધાવાળો થો હોય, વિષયોમાં અત્યંત વિરક્ત પણ ન હોય અને આસન પણ નહિ હોય તેવાને માટે વેદમાં કહેલ દેવનાકાંડ એટલે ભક્તિયોગ જ સિદ્ધિ આપનારો થાય છે. સારાંશ, (૧) કર્મથી અત્યંત વિરક્ત થયેલા બુદ્ધિમાનોને માટે જ્ઞાનકાંડ અર્થાત સાંખ્ય
નયોગ, (૨) જેઓ કર્મોમાં અત્યંત આસક્ત બુદ્ધિવાળા હોય તેવાઓને માટે ઉપર કહ્યા મુજબ કાયિક, વાચિક અને માનસિક તમામ કર્મો અને તેનાં ફળે કર્મ કરતાં પહેલાં જ ઈશ્વરાર્પણબુદ્ધિથી કરવાં અથવા તો તેમ શક્ય ન હોય તેવાઓને માટે થયા પછી તે ઈશ્વરાર્પણ કરવાં અને જેઓને ઐશ્વર્યાની ઇચ્છા હેય તેઓએ તે પ્રાણ પાસનામાં કહેવામાં આવેલા હઠગ, સ્વાભાવિક પ્રાણે પાસના અથવા ધારણાભ્યાસ કરવારૂપ કર્મયોગ તેમ જ (૩) જે વિષયોમાં અતિશય વિરક્ત પણ નથી અને પ્રીતિવાળા પણ નથી એવા મધ્યમ વર્ગને માટે દેવતાકાંડ કિવા ભકિતમાર્ગ; એ રીતે વેદમાં કહેલો બ્રહ્મકાંડ એટલે જ્ઞાનમાર્ગ, કર્મકાંડ એટલે કર્મમાર્ગ તથા દેવતાકાંડ એટલે ભક્તિમાર્ગ, એ મુજબ ત્રણ માર્ગોની વ્યવસ્થા વેદમાં કરેલી છે. આ ત્રણે માર્ગો પૈકી ત્રીજો માર્ગ ચિકિત્સક બુદ્ધિ નહિ રાખનારા એવો અતિભાવિક વર્ગને છે. તેમને માટે તે બીજા બધા ઉપાયો છેડી ફકત બ્રહ્મનિષ્ઠ સદગુરુ કિંવા ઇષ્ટ દેવતા ઉપર શ્રદ્ધા રાખવા જણાવેલું છે, પરંતુ તેમાં સાચા બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુ કિવા ઈષ્ટ દેવતાની વ્યાપકતાની ભાવના ભૂલી જવાઈ વ્યક્તિત્વના દુરહંકારમાં ફસાઈ જવાય નહિ તે માટે પાસ દક્ષતા રાખવી પડે છે, એટલે હું જે દેવતાની કિવા સદ્દગુરુની