________________
૭૦]
WEમાત્રઃ પુષ
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ. ૧૬/૨૪
કલ્પિત કાબરીઓ જ છે એમ સમજવું. પરંતુ જેઓએ અપૌરુષેય એવા વેદશાસ્ત્રમાં કહેલા વિધિ અનુસાર પરમપદની પ્રાપ્તિ કરી લીધા બાદ પોતામાં સ્વાનુભવ સહિત તે શાસ્ત્ર આજ્ઞાઓનો અર્થ લેકે સહેલાઈથી અને સરળતાથી સારી રીતે સમજી શકે એટલા માટે પ્રસૃત કરેલ છે તેવા મહષિઓએ યુગારંભમાં તપશ્ચર્યાદિ સાધનો દ્વારા એ વેદે અંતઃકરણમાં સાંભળી તેને શાસ્ત્રવિધિ અનુસાર જ વિસ્તૃત કરેલાં છે. તેનો ઉદ્દેશ એ કે વેદશાસ્ત્રની આજ્ઞાઓનો હેતુ સ્પષ્ટ અને અને સારી રીતે સમજી શકે અગર તે મંદબુદ્ધિમાન શાસ્ત્રકારોએ બતાવેલી એ વિધિ અનુસાર વર્તે તો તે થકી પણ અંતે તે પરમપદની પ્રાપ્તિ કરી કાયમી સુખશાંતિ મેળવી શકે, એવા હેતુથી વેદને આધારે જ એ શાસ્ત્રવિધિનો વિસ્તાર કરેલો છે. આ રીતે વિસ્તાર કરેલા અપૌરુષેય અને પૌરુષેય મળી શાસ્ત્રનાં કુલ ચૌદ પ્રસ્થાને છે, જે ઉપર કહેલાં છે. અન્ય સમયે પણ જેઓ આત્મસાક્ષાત્કાર થયા બાદ પિતાના સ્વાનુભવયુક્ત આર્ષવા કાલદેશાદિન વિચાર કરીને જગતમાં પ્રકટ કરે છે, તે બધા પણ આના જ વિસ્તાર કિંવા ટીકારૂપ હોવાથી ચૌદ પ્રસ્થાનોમાં જ આવી જાય છે. તેથી તેને પણ શાસ્ત્ર એવી સંજ્ઞા વ્યવહારમાં છે એટલે કે જગતમાં શાસ્ત્રવિધિ અનુસાર થતો વ્યાવહારિક, પ્રાપંચક, સાંસારિક, યા પારમાર્થિક સર્વ વ્યવહારનો સમાવેશ આ ચૌદ પ્રસ્થાનમાં જ સમાઈ જાય છે. જેમ કે કોઈ ગ્રંથ ઉપર હજારો ટીકાઓ થાય પણ તે બધીનો સમાવેશ મૂળ એક જ ગ્રંથમાં થઈ જાય છે તેમ પરમપદની પ્રાપ્તિના ઉદ્દેશથી આત્માનુભવ સહિત જે જે કાંઈ કહેવામાં કે કરવામાં આવે છે તે તમામનો સમાવેશ આ ચૌદ પ્રસ્થાનોમાં જ થઈ શકે છે, પરંતુ જેઓ શાસ્ત્રવિધિઓ, શાસ્ત્ર આજ્ઞા કિવા નિયમોને છેડી મનસ્વી રીતે વર્તે તેઓ તો જરૂર વિનાશને પામે છે; એ મુજબ ભગવાને અને સ્પષ્ટ રીતે જણાવેલું છે.
શાસ્ત્રવિધિ એટલે? ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાને આમાં એકલું શાસ્ત્ર એમ કહ્યું નથી પણ “શાસ્ત્રવિધિ એમ કહ્યું છે. તેનો ઉદ્દેશ શાસ્ત્રની આજ્ઞાનું આચરણ કરવાનું છે. કેવળ શાસ્ત્ર સમજવાની કિંવા પઠનપાઠન થકી પણ ધ્યેય પ્રાપ્ત થઈ શકતું નથી, પરંતુ શાસ્ત્રની આજ્ઞાનુસાર વર્તન કરવાથી જ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે, આથી વ્યવહારમાં પણ વિધિ એટલે ગ્રહણ કરવા યોગ્ય અને નિષેધ એટલે ત્યાગવા યોગ્ય, એ મુજબ આ બે સાપેક્ષ શબ્દોનો અર્થ છે. વેદમાં પણ વિધિવા અને નિયમવાકય એ રીતે બે વાક્યોનો સમાવેશ થાય છે. તેમાં વિધિ એ આજ્ઞાવાયો છે. પોતાનું કર્તવ્ય સમજીને જે તે વાતું વિશ્વાસથી પાલન કરે છે તે પરમપદને અવશ્ય પ્રાપ્ત થાય છે. વેદનાં વિધિવાનું એટલે આજ્ઞાનું પાલન કરનારાઓ વિહંગમની જેમ તકાળ પરમપદની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ તેવા તીવ્ર બુદ્ધિમાને તે ઘણા જ થોડા પ્રમાણમાં હોય છે. જગતમાં ઘણે માટે સમૂહ તે એ માર્ગનું ગ્રહણ કરવાને અશક્તિમાન હોવાથી તેમની બુદ્ધિનો વિચાર કરીને જ વેદમાં નિયમવાકયોની પણ યોજન કરવામાં આવેલી છે, એટલે જેમ નાના નાના વહેળાઓ પ્રથમ મેટી નદીને મળી પછી સમુદ્રને મળે છે તેમ આ નિયમવાકયો લાલચ બતાવનારાં હોવાથી તેમાં લેભાઈ લકે તેનો અંગીકાર કરે છે. પરંતુ છેવટે તે વિધવાક્યનું અવલંબન કરી પરમપદને પામે છે. એટલે એક જમે યા હજારે જન્મ પછી નિયમવાકયો વડે પણ છેવટે તે વિધિવાકયમાં જ જવાય છે.
આ વિધિવાનો અંત વેદનાં ચાર મહાવાક્યોમાં થાય છે (મહાવા માટે અધ્યાય ૧૫ શ્લોક ૧૫ પૃષ્ઠો ૭૨૭–૭૩૫ જુઓ)* સર્વ જીવોને છેવટે પરમપદની પ્રાપ્તિ કર્યા સિવાય ક્ટ નથી. એક જન્મે યા અનેક જન્મો પછી રાજ્યાદિ કે સ્વર્માદિ જેવા અનેક પ્રકારના વૈષયિક સુખ ભોગવ્યા પછી કિંવા અંધતાદિ જેવાં નરકવાસાદિ અતિદારૂણ દુખે ભગવ્યા પછી પણ છે. તે જ પદની પ્રાપ્તિ કરવી પડે છે. જ્યાં સુધી તે પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે આ સુખદુઃખાદિ જેવાં કંઠના ચક્કરે અને ભયાદિમાંથી કદી પણ મુક્ત થઈ
વિધિ અને નિયમવાના વધુ વિવરણને માટે કિરણશ ૧૧, અ૬ ૨, શ્લ૦ ર૯ અ૦ ૩ કલેક ૨૯ તથા અધ્યાય ૧૫ બ્લેક ૧૫ વગેરે જુઓ,