________________
ગીતાદેહન ] વળી આ) સ્વપ્નમાં જાણી શકાય છે તેને જાગ્રતમાં પણ જાણવામાં આવે છે. [ ૭૦૯
મારું, કહેનારે જે અંશ તે “મામૈવાંશઃ' એવો જીવ છે એમ કહેલું છે. આમ કહેવામાં બંને ભાવો એક સાથે જ બતાવવામાં આવ્યા છે કે આ મારું કહેનારો અંશ જે જીવલોક તે પણ આત્મસ્વરૂપ એવા મા ૨૫ જ છે. મારા (આત્મા) થી તદ્દન અભિન્ન હોવાથી તે સનાતન કિંવા ચિરંતન કાયમનો રહેનારો અનાદિ એ કહેવાય છે. આમ વ્યવહારમાં તેને જુદો ગણવામાં આવે છે અને તે જીવ વાસનાવશાત અનેક વિષનું સેવન કરતા રહે છે તે સેવન કરવાને માટે શ્રોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને ધ્રાણ, પાંચ સૂમ ઇંદ્રિયો તથા મન એ મુજબ આ છ ઇંદ્રિય મુખ્ય છે; કેમ કે આ સૂમ ઈદ્રિય ક્રમે કાન, ત્વચા, નેત્ર છે અને નાક, એ પાંચ ગોલકો દ્વારા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ સૂક્ષ્મ તન્માત્રાઓ તથા તેમાંથી ઉત્પન્ન થતાં આકાશ, વાયુ, વહિ, જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂત; આમ, અધિદેવતાઓ જ્ઞાનેંદ્રિયો, તથા કમેંદ્રિયો વડે બાહ્ય અને આંતર વિષપભોગ મેળવે છે. આ રીતે સર્વ વિષપભોગ ભોગવવામાં આ પાંચ સૂમ ઇંદ્રિય તથા મન એ જ મુખ્ય છે. તે વડે જ સ્વરવરૂપના અજ્ઞાનને લીધે મિથ્યા મેહબ્રમમાં પડેલે આ જીવાત્મા અનેક પ્રકારના વિષયોપભોગ ભોગવતે રહી રાગ અને દ્વેષાદિ વડે જાણે બંધનમાં પડ્યો ન હોય એવી રીતે તે પ્રકૃતિમાં રહેલા વિષયોને પોતે પોતામાં ખેંચી લે છે; એટલે કે આ જીવ વરતુતઃ આત્મસ્વરૂપ જ હોવા છતાં જાણે કે હું બીજે જ કઈ છું એમ પોતાને જુદો જ માની લે છે તથા આ બધી ઇકિયો, તેના વિષે તથા તેના ગલકે તથા તે દ્વારા થતાં કાયિક, વાચિક અને માનસિક સ્થળ અને સૂમ કર્મો વાસ્તવિક પ્રકૃતિના ત્રણ ગુણોનાં છે, તેની સાથે જીવાત્માને વરતુતઃ કાંઈ પણ સંબંધ જ નથી. છતાં જેમ ગાડાની નીચે ચાલનારું કૂતરું મિથ્યા અહંકાર વડે ગાડામાં બેજે હું જ ઊઠાવું છું એમ માની બેસે છે તેમ આ જીવ વસ્તુતઃ આત્મસ્વરૂ૫ હોવા છતાં આ પ્રકૃતિ કે જેની સાથે પોતાના તલભાર પણ સંબંધ નથી તેમાં રહેલી ઇંદ્રિયોનાં કાર્યોને તે તે મારાં જ છે એમ સમજીને પોતામાં આકર્ષી લે છે, અર્થાત મિથ્યા અભિમાન વડે તે પોતાનાં જ છે એમ માની બેસે છે. આથી વાસ્તવિક બંધનમાં નહિ હેવા છતાં પણ પોતે જાણે બંધાઈ ગયો હોય એમ પ્રતીત થાય છે. આ મિથ્થા સંસાર આ રીતના તેના ભ્રમવડે જ ખડો થઈ ગયેલો છે. આમ ખરી રીતે તો તે આત્મસ્વરૂપ જ છે તેમાં વિકારાદિનો લેશમાત્ર પણ નથી તેમ જ તેમાં પ્રકૃતિ અને તેના દ્રષ્ટા સાક્ષી કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) ને પણ અંશ નથી, છતાં તેમ માનવાનું તો દર રહ્યું. તે પોતાને પ્રકૃતિનો નિયંતા કિંવા સાક્ષી એવો ઈશ્વર (વૃક્ષાંક ૨) માની લેત તે પણ કાંઈક એગ્ય ગણુત પણ પિતાને હું એવા કુરણુરૂપપ્રકૃતિ (વૃક્ષાંક ૩)ના નિયંતા ઈશ્વર (વૃક્ષાંક ૨) રૂપે પણ નહિ માનતાં મારું કહેનારો એ મમભાવ કે જે વાસ્તવિક પ્રકૃતિને જ છે તેને પોતાને માનો લઈ એટલે બીજાની નાથ પોતાના નાકમાં પરોવી લઈ સારી રીતે બંધનને પામેલ હોય એમ ભાસે છે. આ સંબંધમાં એક દષ્ટાંત યાદ આવે છે,
જીવાત્માના બંધન સંબંધે દૃષ્ટાંત - એક મૂર્ખ મનુષ્ય જંગલમાં લાકડા કાપવા ગયો અને પોતે જે ડાળી ઉપર બેઠેલો હતો તે ડાળીને તેના મૂળમાંથી કાપત હતા. તે એક વટેમાર્ગના જોવામાં આવ્યું. તેણે તેને સૂચવ્યું કે ભાઈ! તું આ ડાળી કાપશે એટલે પડી જઈશ પણ તેણે તો તેને ગણુકાયું નહિ. થોડા સમય પછી ડાળીની સાથે તે પણ ભોંય ઉપર ગબડી પડ્યો. ત્યારે પેલા વટેમાર્ગુએ કહેલું તેને યાદ આવ્યું. તેણે વિચાર્યું કે આ તો કોઈ મહાન ભવિષ્યવેત્તા જણાય છે, કેમકે તેણે આ બાબત મને પહેલેથી જ કહી દીધી હતી. એવો વિચાર કરીને તે તેની શોધમાં નીકળ્યો અને તેને પકડી પાડ્યો. તેને પગે પડીને કહ્યું કે આપ તે મોટા ભવિષ્યવેત્તા છે માટે મારું મરણ કયારે છે તે કૃપા કરીને કહે. વટેમાર્ગુએ ઘણી વખત ના કહેવા છતાં એણે તે પિતાની હા મકી જ નહિ, ત્યારે આખરે કંટાળીને વટેમાર્ગુએ કહ્યું કે આજથી બારમે દિવસે બપોરે સર્યા માથા પર આવે ત્યારે તારે મરવાનું છે. તે સાંભળીને પોતે ઘેર ગયો અને બાર દિવસ સુધી દરરોજ રોટલા બનાવી તેને સુકવી રાખ્યા. ઉદેશ એ કે, મરતી વખતે તે સાથે રાખીશ. કેમ કે જે મર્યા પછી ભૂખ લાગે તો હું