________________
૭૪૮]
अस्तं यत्र च गच्छति ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી૦ અ ૧૬/પ
ઉપેક્ષા રાખવી તે જ ભૂતદયા છે. આથી જ વ્યવહારમાં પણ પૂર્વ પ્રારબ્ધવશાત શારીરિક, વાચિક કિંવા માનસિક આધિવ્યાધિઓથી પીડાએલાં સર્વભૂતે પ્રત્યે દયાભાવ રાખો, તેમનાં પૂર્વ કર્મોમાં ઉપેક્ષાબુદ્ધિ કરવી, એ શાસ્ત્રમાં નિયમ કહેવામાં આવ્યા છે તથા તેને અંત તે છેવટે ઉપર કહેવામાં આવી તેવી ભૂતદયારૂપ ભાવનામાં જ પરિણમે છે. અલુપતા એટલે આ હું છું તથા આ મારું છે, એવી અહમ મમ બુદ્ધિ કિંવા પ્રીતિ નહિ રાખવી અર્થાત આત્મામાં હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ કાઈ પણ ભાવનાઓનો લેશમાત્ર પણ અંશ નથી, આ રીતનું પોતાનું સ્વરૂપ તદ્દન નિર્મળ અને અસંગ છે; એવી રીતનો દઢ નિશ્ચય કરવો તથા હું, તું, ઇત્યાદિ ભાવોનો ઉદય પણ થવા દેવો નહિ તે અલુપતા કહેવાય. આથી જ વ્યવહારમાં પણ વિ પાસે હોય અને તે ભોગવવાનું સામર્થ હોય છતાં પણ તે વગર ચલાવું અગર જરૂર કરતાં વધુ ઉપભોગ નહિ લેવો તે અલોલુપતા હોઈ તેમાં જ રચ્યાપચ્યા રહેવું તે લોલુપતા કહેવાય છે. અને તેને અંત તે અહમ મમાદિ બુદ્ધિના ત્યાગમાં જ થાય છે. માર્દવ એટલે નમ્રપણું કિંવા મૃદુતા અર્થાત અહમ મમાદિ ભાવનાઓની ઉત્પત્તિ થવા પામે કે હઠ વડે નહિ પણ વિચારયુક્ત નમ્રપણે તુરત જ આ બધું એક આત્મરૂપ છે એવા પ્રકારના વિવેકથી તેને આત્મરૂપ જ બનાવવી તે; આથી જ વ્યવહારમાં પણ બીજાઓની સાથે નમ્રપણાથી વર્તવું એવો શાસ્ત્રમાં નિયમ કહે છે. હી એટલે અકાર્યમાં લાજ રાખવી એટલે પ્રથમ કાર્ય શું અને અકાર્ય શું તેનો મનસ્વી નહિ પણ શાસ્ત્રાધાર સહ વિવેક કરી નિશ્ચય કરવો અને પછી જે અકાર્ય કરવામાં લાજ ઉત્પન્ન થવી જોઈએ તે. આ રીતે જે વાસ્તવિક વિચાર કરવામાં આવે તો આત્મપ્રાપ્તિ એ જ ખરું કાર્ય હોઈ તે સિવાયનું બધું જ અકાર્ય કહેવાય, આથી વ્યવહારમાં પણ હીનો અર્થ શાસ્ત્રવિષિદ્ધ આચરણ કરવામાં લજ્જા રાખવી એમ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં, વ્યવહારમાં જે કર્મો ખુલ્લાં અંતઃકરણથી અને વગર સંકેચે લોકોને કહી શકાય તે પુણ્યકર્મો તથા જે લોકોને કહેતાં શરમ આવે તે પાપક સમજવાં. એવી વ્યાવહારિક તદ્દન સરળ વ્યાખ્યા છે; તેથી તેવાં પાપકર્મોનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે સકાય, દાન, યજ્ઞ ઇત્યાદિ લેકેને ખુલ્લી રીતે અને વગર સં કાર્ચ કહી શકાય તેવાં હોય છે તેથી તે પુણ્યકર્મો હાઈ ચેરી, વ્યભિચાર વગેરે કમ છૂપાવવાના પ્રયત્ન કરવામાં આવે છે તેથી તે પાપ કર્મો જાણવાં. વાસ્તવિક રીતે “ હી ” નો અંત તે એક આત્મા સિવાય બીજા બધામાં લજા ઉત્પન્ન થવી એમાં જ થાય છે. અચપળપણું એટલે સ્થિરતા, કિંવા ચંચળતાથી રહિત થવું, નિત્યપ્રતિ એક આત્મસ્વરૂપમાં જ સ્થિર થવું, આત્મામાંથી વૃત્તિને જરા પણ ચલાયમાન થવા નહિ દે તે અચપળતા કહેવાય, આ બધા દેવી સંપકૂપ છે.
तेजः क्षमा धृतिः शौचमुद्रोहो नातिमानिता । भवन्ति सम्पदं दैवीमाभजातस्य भारत ॥ ३ ॥
આ ગુણે દૈવી સંપત્તિવાળામાં હોય છે. તેજ એટલે એજસ, પ્રભાવ, જ્ઞાન અથવા પ્રકાશ, સર્વ દયને હું જે પ્રકાશમાન કરે છે. એવી રીતે બુદ્ધિની સૂક્ષમતારૂપ સ્વયંપ્રકાશતા કિવા પ્રભાવ અર્થાત મૂઢતા કિંવા અજ્ઞાનતાને નહિ પામવું તે તેજ, ક્ષમા એટલે વિષયોમાં ફસાયેલા અને મૂઢ છતાં પોતાને જ્ઞાની સમજનારા અજ્ઞાનીઓનો સામર્થ્ય હોવા છતાં પણ પરાભવ નહિ કરતાં તેમના પ્રત્યે ક્ષમા, દયાભાવ કિંવા ઉપેક્ષાવૃત્તિ રાખવી એટલે જેમ નાનું બાળક માતાપિતાને મારે તે સામર્થ્યવાન હોવા છતાં પણ તે અનાની બાળક છે એમ સમજીને માતપિતા તેને ક્ષમા કરે છે અથવા તે વિષયોમાંથી દુઃખવડે વ્યાકુળ થઈ શાંતિની ઇચ્છાથી આવનાર મુમુક્ષને તેના પાછળના ગુણદોષની ક્ષમા કરી તેને મહાત્મા પુરુષોએ અધિકારવશાત શાંતિને માર્ગે લઈ જવું તે ક્ષમા. ધૃતિ એટલે ધીરજ, ગમે તેવા પ્રસંગમાં વૃત્તિને આત્મામાંથી સહેજ પણ ચલાયમાન થવા નહિ દેવી તેનું નામ જ ખરી ધીરજ છે; આથી વ્યવહારમાં પણ ગમે તેવા ભેગે પોતાના ધ્યેયમાંથી બુદ્ધિને ચલાયમાન