________________
ગીતાદેહન] તે (આત્મપદ)માં જ સર્વ દેવે સમર્પિત છે તે જ સર્વનું અધિષ્ઠાન છે). [૭૫ પણ આ પ્રમાણે સ્વાભાવિક રીતે પરિવર્તન થતું જાય છે તેમ સમજવું. એક માસમાં તે વદ બની કઠણ થાય છે, બીજા માસમાં તેને શિરની ઉત્પત્તિ થાય છે, ત્રીજા માસમાં પગ, ચોથા માસમાં ગુલ્ફ એટલે કંદના જેવી ગાંઠે, જઠર તથા કટી પ્રદેશ થાય છે. તે ગર્ભને પાંચમાં માસમાં બરડો તથા સાત ધાતુઓ પ્રકટ થાય છે અને ભૂખ, તરસ લાગવા માંડે છે. છઠ્ઠા માસમાં મુખ, નાસિકા, ચક્ષુ તથા શ્રોત્ર વગેરેવાળા થઈને પુત્ર હોય તો જમણી કુખે તથા કન્યા હોય તો ડાબો કુખે કરે છે. આમ માતાએ ખાધેલા અન્નપાનાદિ વડે જેની સાત ધાતુઓનું પોષણ થઈ દેહ વધતું જાય છે એ આ જીવ ગર્ભાશય એટલે કે જે વિષ્ટા અને મુત્રનો ખાડો હોઈ જેમાં મચ્છર અને ડાંસ જેવા ઘણા જીવજંતુઓ પેદા થયેલા હોય છે તથા જે ખાડે, મોરી પકવા સંડાસની ખાળ જેમ અપ્રિય અને અત્યંત દુધવાળા હોય છે તેમાં તે સૂવે છે. આ વેળા ત્યાંના કૃમિ નામનાં ભૂખ્યાં જીવડાંઓ એ જીવન આખા અંગને કરડી કરડીને વાવાળું કરી મૂકે છે. તેથી કોમળતાને લીધે ઘણું જ કષ્ટ પામીને તે જીન વારંવાર મૂચ્છ પામે છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ખારા, લૂખા-ખાટા ઇત્યાદિ ઉમ પદાર્થોનો સ્પર્શ થતાં આખા શરીરે તેને વેદના થતી રહે છે; અજ્ઞાનતાને લીધે તે બોલી પણ શકતું નથી. વળી ત્યાં કહે પણ કોને? માતા તે બહાર આવ્યા પછી ચિંતા કરે પણ ત્યાં તેને કોણ બેલી! આ રીતે અંદરના ભાગમાં ઓરથી અને ઉપરના ભાગે માતાના આંતરડાઓથી વિંટાઈને માતાના મળમૂત્રથી ભરેલા ગર્ભાશયના અતિશય સાંકડા ભાગમાં જેની પીઠ અને ડોક વાંકી વળી ગયેલી હોય છે, એવો તે જીવ માતાની કુખમાં મસ્તક રાખીને પેટમાં માથું ઘાલીને અને બરડાને અર્ધચંદ્રાકાર કરીને બંને સ્કંધમાં ઘાલીને પિંજરમાં પૂરાયેલા પક્ષો જેમ પોતાના અંગતી ચેષ્ટા કરવામાં પણ અસમર્થ, દીન અને તદ્દન પરતંત્ર બને છે. શ્વાસ લેવાય પણ નહિ અને છેડાય પણ નહિ એવી રીતે તે જીવ મહાન દુઃખરૂપ સંકટમાં ફસાઈ પડે છે. આમ દેહમાં રહી પૂર્વ પ્રારબ્ધાનુસાર કર્મો કરી તેના વડે થતાં અસંખ્ય સુખદુઃખાદિનો તેને અનુભવ થાય છે એવા પ્રકારનો આ દેહાભિમાની જીવ ગર્ભવાસમાં જ એકેક અંગ પ્રત્યંગની વૃદ્ધિ થઈને સાતમા મહિનામાં દાખલ થાય છે અને આઠમા મહિનામાં તે તે સર્વ લક્ષણ વડે સંપૂર્ણ બને છે.
જીવાત્માને ગર્ભમાં અનંત જન્મનું થતું જ્ઞાન ઉપર કહ્યું છે કે જીવન પ્રવેશ સાતમે મહિને માતાના ગર્ભમાં રહેલા તે પિંડમાં થાય છે. તે વખતે તેને પૂર્વપ્રારબ્ધના ગોગથી સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ પાછલા સેંકડો અવતારનું સ્મરણ થાય છે, જેમ કે કોઈ વૃદ્ધ મનુષ્યને પોતાના બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી શું શું બન્યું તેનું જ્ઞાન હોય છે તેમ આ વાસનામક જીવ કે જે વારતવિક રીતે તો શુદ્ધ નિર્વિકાર અને અસંગ એ આત્મસ્વરૂપ હોવા છતાં અજ્ઞાનતાને લીધે અનેક જન્મમરાના ચક્કરમાં ફસાયેલો હોય છે તે જ્યારે જ્યારે ગર્ભમાં પ્રવેશે છે ત્યારે ત્યારે પોતે આજ સુધી કેટલા જન્મ લીધા તેનું તેને ભાન થાય છે. જેમ જાગ્રત અવસ્થામાં ગમે તેટલા પરિશ્રમ કર્યો હોય તે પણ નિદ્રામાં તે તમામ પરિશ્રમનો પરિહાર થઈ જાય છે, કારણ કે જાગૃતિ અને નિદ્રા એ બેની વચ્ચે એક સમ સંધિની અવસ્થા આવી જાય છે, તે જ વાસ્તવિક પરમાત્મસ્વરૂપની શુદ્ધ અવસ્થા છે, તે અવસ્થા જ સત, ચિત અને આનંદરૂપ હોવાથી સર્વ પ્રકારનાં ૬ઃખે તેમાં ભશ્મિભૂત થઈ જાય છે તથા જાગૃત થતાં પૂર્વ સંમરણને લીધે તે સુખદુઃખાદિ ફરી પાછાં તેના અનુભવમાં આવે છે. તે પ્રમાણે જ્યારે જ્યારે જીવ રલ દેહને છોડી મૂકમ દેહદારા અંતરિક્ષમાં જાય છે ત્યારે ત્યારે તે બેની વચ્ચે અજ્ઞાત રીતે ક્ષણવારને માટે આ પરમાત્માસ્વરૂપ એવી સંધિ અવસ્થાનો અનુભવ પ્રત્યેક જીવને આવી જાય છે. તે અવસ્થા છોડી તે જ્યારે સાક્ષી અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તેને પોતાનાં કર્મો કેટલાં બાકી છે તથા ભવિષ્યમાં કયાં કયાં જન્મ લેવાનાં છે ઇત્યાદિ ભવિષ્યનાં તમામ જન્મોનું જ્ઞાન થાય છે તથા જયારે તે તે અવરથા છોડી યમરાજની શિક્ષાઓ ભોગવી કતકર્મોનું ફળ ભોગવવાને માટે ફરીથી પૂલ દેહ ધારણ કરે છે એટલે સૂકમ દેહમાંથી પૂલ દેહમાં પ્રવેશ કરે છે ત્યારે પણ આ સંધિ અવસ્થાને સ્વાનુભવ તેને આવી