________________
योवह लद मुत्र
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૬/૮
અંત જેતો નથી. માટે મને પ્રાપ્ત થયેલા જ્ઞાન વડે ધીરજ રાખી હું અહીં જ આપના ચરણને હૃદયમાં રાખી બુદ્ધિની સહાયતાથી આત્મવિચાર કરીને મારો આ સંસારમાંથી ઉદ્ધાર કરીશ કે જેથી અતિ ઘોર એવી વિછામાં રાતદિન રગડાવા રૂ૫ આ ભયંકર નરકાસમાં (ગર્ભવાસમાં) નિવાસ કરવા ૩૫ દુઃખ મને ફરીથી કદી પણ પ્રાપ્ત થશે નહિ.
જીવાત્માની કરુણ કહાણી આ રીતે કરુણુ વડે અત્યંત વ્યાપ્ત થયેલે, લાચાર તથા અસહાય બનેલો, ભચડાઈ ભચડાઈ ને ભયંકર દુઃખેથી દુઃખિત થયેલો, બાપડો નિરાધાર અને પરાધીન એ તે જીવે ડૂસકે ને ડૂસકે રુદન કરી ભગવાનની કરૂણું ભાખી રહ્યો હોય છે, ત્યાં તે પ્રસવ નામના વાયુના વેગને લીધે તે યોનિદ્વાર આગળ આવે છે અને પછી એ વાયુ વેગથી તેને નિડારમાંથી ઊંધે માથે બહાર ફેંકી દેવાની જ્યાં તૈયારી કરે છે એટલામાં તે તેને વૈષ્ણવ નામના વાયુને સ્પર્શ થાય છે, આથી તેને પૂર્વ જન્મનું સ્મરણ જતું રહે છે તથા તે પિતાના પૂર્વાના શુભાશુભ કર્મને તે ભૂલી જાય છે અને બહાર નીકળતી વખતે શ્વાસ રૂંધાવાને લીધે તેને અસહ્ય વેદના થાય છે. આમ પ્રસવવાયુએ ધરતી ઉપર ઊધે માથે પછાડેલ અને વૈષ્ણવ નામના વાયુથી સ્પર્શ પામેલે તે જીવ લેહી, મૂત્ર અને વિષ્ટામાં કીડીઓની પેઠે ટળવળે છે અને જ્ઞાનનો નાશ થતાં અજ્ઞાની દશામાં રદન કરે છે. પોતાને અભિપ્રાય નહિ જાણનારા તથા પારકાથી પોષણ થતાં તે જીવને જે ન જોઈતું હોય તે મળે છે અને જોઈતું હોય તે મળતું નથી છતાં અજ્ઞાનને લીધે તે પોતાનું દુઃખ બીજાને કહી શકતો નથી. માખીએ અને માંકડ વગેરેથી ખરાબ થયેલા અને અપવિત્ર ખાટલામાં સુવાડેલો તે જીવ શરીર ખંજવાળવામાં, બેસવામાં, ઉઠવામાં કે અન્ય ચેષ્ટાઓ કરવામાં પણ અસમર્થ હોય છે. ડૂસકે ને ડૂસકે રોતાં આ કોમળ ચામડીવાળા અજ્ઞાની જીવને ડાંસ, મછર, માંકડ, ચાંચડ વગેરે બચકાં ભરે છે. આ રીતે અત્યંત દુઃખ સહન કરીને મહામુશીબતે બાલ અવસ્થામાંથી તે પાંડ અવસ્થામાં પ્રવેશે છે. ચંચલ સ્વભાવ, અશક્તિ, આપદાઓ, ખાવાપીવાની તૃષ્ણ, મૂંગાપણું, મૂઢપણું, લાલચુપણું, આશાપણું, દીનપણું, ભૂખમાં, ભયમાં તથા આહારમાં તત્પરતા એ સઘળું બાહયાવસ્થામાં અનુભવવું પડે છે. ગુરુની, માતાપિતાની, લોકેાની અને છાયા વગેરેને જોઈપતાથી પોતાની પણ બીક રહે છે.આમ બાળકપણું ભયનું ઘર છે. ત્યાર પછી અનેક વિપત્તિએમાં રાખનારી અને અહંકારયુકત એવી યૌવનાવસ્થા પ્રાપ્ત થાય છે. તેમાં અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન થાય છે. સ્ત્રાઓ એ જ આ અવસ્થાનો મુખ્ય વિષય હોય છે. વિષ નહિ મળતાં આ અવસ્થામાં ઘણું જ દુઃખ થાય છે. શેક અને અજ્ઞાન વડે ક્રોધ ઉત્પન્ન થાય છે. તેમ જ ઈર્ષા, અભિમાન અને કામક્રોધાદિ દેહની સાથે વધી જાય છે. તે બીજાઓ સાથે વિષયો મેળવવાને માટે સ્પર્ધા કરી આપસઆપસમાં ઝઘડાઓ વધાર્યો જાય છે. આ મુજબ આ પાંચ મહાભૂત તથા સાત ધાતુના બનેલા દેહમાં “હું અને મારું” એવું મિથ્યાભિમાન રાખી જેમાં સત્ય, પવિત્રતા, દયા, મૌન, બુદ્ધિ, લમી, લજજા, યશ, ક્ષમા, દમણમાદિ સામર્થ્યને ક્ષય થયો છે એવા દેહને જ આત્મા માનનારા તથા પત્નિઓની પાસે મદારીના વાંદરા જેવા થઈને રહેતા આ આસુરી સંપત્તિવાળા નીચ પુરુષે દેહ એટલે જ “ડુ” છું એમ માની મોહમાં સપડાઈને આ અવિવારૂપ અતિ દુઃખરૂ૫ અને ભયંકર જન્મમરણરૂપી મોહજાળમાં સપડાયા કરે છે.
આસુરી સંપત્તિમાને દુઃખી કેમ થાય છે? ભગવાન કહે છેઃ હે પાર્થ! આસુરી સંપત્તિવાળાઓ પોતે આત્મસ્વરૂપ હોવા છતાં પણ અવિદ્યાને વશ થઈને નિત્યપ્રતિ જન્મમરણમાં સપડાયા કરે છે અને જન્મમરણું તો પાપરૂપ છે, તેની કલ્પના તને ઉપરનાં શાસ્ત્રોના વિવેચન ઉપરથી સારી રીતે આવી શકશે. નિત્યપ્રતિ જન્મમરણમાં જ પડ્યા કરતાં આસુરી સંપત્તિવાળાઓની આવી કરુણ હાલત સાંભળીને ગમે તે પાષાણુ હદયવાળો ૫ણું પીગળી જાય તેમ છે છતાં આ આસરી સંપત્તિમાં જન્મેલા અવિવેકી મૂઢો તે વિષ્ટાના કીડાઓની જેમ વિલામાં આનદ સમજી તેમાં જ રચ્યાપચ્યા રહે છે. પરંતુ પ્રથમ કહેલા દેવી સંપત્તિવાળાએ તે આ દુઃખરૂપ એવા