________________
૫૨]
ત૬ નાતિ જન I Uતહૈ ત .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૬૫
જાય છે તથા ત્યારબાદ દેહ ગર્ભમાંથી બહાર આવે ત્યાં સુધી સાક્ષીભાવે તેને આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તથા આજ પર્યત થઈ ગએલા પૂર્વના અનંત જન્મોનું પણ સ્મરણ થાય છે. જો કે આ પ્રમાણે ગર્ભવાસમાં જીવાત્માને આત્માનું ભાન થાય છે ખરું પરંતુ બહાર આવ્યા પછી તે જ્ઞાનની પરિપકવતા થઈ જ્યાં સુધી તે જીવન્મુકત ન બને ત્યાં સુધી તે જેમ દરેક જીવોને તેની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવરથાઓની વચ્ચે નિત્યપ્રતિ પરમાત્મસ્વરૂપનું દર્શન થવા છતાં પણ તેઓ તેથી અજ્ઞાત જ રહે છે તેમ ગર્ભવાસમાં થએલા પણ બહાર આવ્યા બાદ વિસ્મૃત થએલા એ જ્ઞાન થકી તે જીવન્મુક્ત થઈ શકતો નથી એટલે સંસાર પાશમાંથી છૂટી શકતા નથી. જેમ અજ્ઞાત અવસ્થામાં થતું એ ખાત્મદર્શન નિરર્થક નીવડે છે તેમ જીવાત્માને ગર્ભવાસમાં થે મેલું જ્ઞાન પણ નિરર્થક જ છે. જેમ કે કેઈ એ હીરાનું વર્ણન સાંભળ્યું હોય અથવા કેઈ સ્થળે જે પણ હોય છતાં જ્યારે તે તેની પાસે આવે અને તે જે તેને પારખી શકે તે જ તેનું જ્ઞાન પકવ થએલું ગણુય નહિ તે તે નિરર્થક જ છે તેમ બહાર આવ્યા પછી જીવાત્મા જ્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરીને જીવન્મુક્ત બની શકતા નથી ત્યાં સુધી તો તેનું એ જ્ઞાન તદ્દન નિરર્થક જ છે. આથી જો કે જીવાત્માને ગર્ભમાં અનંત જન્મનું જ્ઞાન થાય છે છતાં બહાર આવ્યા પછી તેનું પણું વિસ્મરચું થઈ જાય છે. તે સ્થૂલ દેહમાં સત્યસ' ક૬૫ વા ધારણાભ્યાસાદિ પ્રયત્નદ્વારા જે જાણવામાં આવે તો જ જાણી શકાય છે. આમ જીવાત્માને પ્રારબ્ધયોગથી ગર્ભવાસમાં ઈશ્વરીય જ્ઞાન અને આગલા તથા પાછલા સેંકડો અવતારો સ્મરણમાં આવે છે છતાં તે બધું નિરર્થક નીવડે છે. ત્યાં તો બાપડો તે સારી રીતે શ્વાસ પણ લઈ શકતા નથી અને લાંબા વખત સુધી તેને આવી અતિશય દુઃખદ પરિસ્થિતિમાં ત્યાંનું ત્યાં જ રહેવું પડે છે. જો કે સાતમા મહિનાથી આ જીવાત્માને જ્ઞાન તે પ્રાપ્ત થાય છે પરંતુ પોતે પરાધીન હોવાથી પ્રસવ નામનો વાયુ કે જેને વૈષ્ણવ નામને વાયુ પણ કહે છે. તે તેને ઉપરથી નીચે અને નીચેથી ઉપર આમથી તેમ ઘસડ્યા કરે છે. જેમ સમદ્રમાં પડેલા શ્રીફળને તેનાં મોજાંઓ આમથી તેમ ઘડ્યા જ કરે છે તેમ આ પ્રસવવાયુ કે જેનું વણવવાયુ એવું પણ નામ છે તે ઘસડતો હોવાથી બિચારો આ લાચાર છવ હંમેશા થર થર કંપ્યા જ કરે છે, તેનાથી એક સ્થળે રહી શકાતું નથી. જેમ વાયુ મચ્છરોને તેમની ઇચ્છા ન હોવા છતાં ફાવે ત્યાં ધસડી જાય છે. તેમ આનાથી પણ પ્રસવવાયુના ઝપાટાને લીધે એક સ્થળે સ્થિર રહી શકાતું નથી અને તેની સ્થિતિ વિષ્ટામાં રહેલા કીડા જેવી થાય છે. આમ સાત ધાતુથી વિંટાઈને દુ:ખી થનાર અને શરીર તથા આત્માના સ્વરૂપને વિવેકને જાણનારો તે જીવ આ ગર્ભવાસના દુઃખથી અતિશય કંટાળી જઈ ફરીથી તેમાં સપડાવાનો પ્રસંગ નહિ આવે એટલા માટે આકુળવ્યાકુળ બનીને પરમેશ્વરની
સ્તુતિ કરે છે. હવે આપણે પ્રથમ આઠ માસ પછી જીવાત્માની ગમમાં શી સ્થિતિ થાય છે તેને થોડા વિસ્તારપૂર્વક વિચાર આગળ ચલાવીશું.
આંધળાં, પાંગળાં, છોકરાઓની ઉત્પત્તિનું કારણ ઉપર કહેલું જ છે કે આઠ માસે ગર્ભ જ્યારે સર્વ લક્ષણ વડે પૂણું બને છે ત્યારે જે પિતાનું વીર્ય વધુ પ્રમાણમાં હોય તે પુત્ર અને માતાનું રેત (ણિત) વધારે પ્રમાણમાં હોય તે પુત્રીની ઉત્પત્તિ થાય છે અને બંનેનું સરખું હોય તે નપુસકની ઉત્પત્તિ થાય છે, શરીરમાં માંસ અને રુધિર એ માતાનો અંશ તથા અસ્થિ, મેદ ઇત્યાદિ પિતાનો અંશ છે. જે સંભોગકાળમાં મન વ્યાકુળ હોય તો આંધળું, ખેડું, બહેરુ, કા, પાંગળ અથવા ઠીંગણું ઇત્યાદિ પ્રકારનું બાળક અવતરે છે, સ્ત્રી, પુરુષના અપાનવાયુના દોષને લીધે એટલે અપાનવાયુ અને વિર્યસ્ત્રાવ બને જે સાથે થાય તો શુકના બે ભાગે પડી. જોડકાંની ઉત્પત્તિ થવા પામે છે. આ રીતે તે ગર્ભ પંચાત્મકતાને પ્રાપ્ત થાય છે એટલે પાંચભૂતોના પૂણું મિશ્રણને યોગ્ય એ બને છે. આમ મન વડે પાંચ મહાભૂતોને પામેલી બુદ્ધિ, ગંધ રસાદિજ્ઞાનને લીધે તે જીવ અક્ષરથી પણ આવ એવા રૂપ પ્રવણનું ચિંતન કરે છે. આ મુજબ એકાક્ષરનું જ્ઞાન થયા પછી જ તે ગર્મના દેહને પાંચ મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર મળી આઠ પ્રકૃતિ તથા પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેનિયે, પાંચ