________________
ગીતાહન] અને જે ત્યાં (અતરૂપે) છે તે જ અહીં (દસ્યાદિ-દ્વતરૂ૫) છે. [ ૭૫૭ વસ્તુતઃ આ અવિચારી કિંવા આસુરી સંપત્તિમાન એવા મૂઢે પોતે માની લીધેલા કર્તવ્યને કર્તવ્ય એવા નામે બરાડે છે ખરા પરંતુ વાસ્તવિક અમો જે કરીએ છીએ તે કર્તવ્ય છે કે નહિ તેનો વિચાર સરખો પણ કરતા નથી. સિવાય પિતે જગકલ્યાણદિના નામે જે કર્તવ્ય કરી રહ્યા છે તેની ખરેખર જગતને જરૂર છે કે નહિ તેનો વિચાર સરખે એ કરતા નથી. જે ખરેખર જમતને તેની જરૂર હોત તો અમારી ઉત્પત્તિ પૂર્વેની પેઢીવાળાઓ, અમે જ્યારે ઉત્પન્ન થયા હતા ત્યારે જગતમાં અમુક ત્રુટી હતી એમ અનુભવતા હોય એમ લાગતું નથી. વળી ભવિષ્યની પેઢીમાં પણ અમારા જેવા જગકલ્યાણના નામે કર્તવ્યો કરનારા અને તે તે વખતે મહાન ગણાતા પુરુષો ઉત્પન્ન થશે એ વાત પણ ચોક્કસ છે. તે તેઓ આજે નથી તેથી જગતમાં શું અપૂર્ણતા ભાસે છે ? તેમના વગર આજે જગતમાં આકાશને કકડો ઓછો છે કે વાયુમાં ત્રુટી છે કે તેજ એાછું લાગે છે? વળી તેઓ કાણુ હશે તેમનું આજે નામ નિશાન પણ અમોને ખબર નથી તેમ જ પૂર્વની પેઢીમાં અમારી સ્થિતિ પણ એવી જ હતી. સારાંશ, આ મુજબ વિચાર કરવાથી જણાશે કે આ જગત એ એક એવી વસ્તુ છે કે તેમાં સમુદ્રમાં જેમ સર્વનો સમાવેશ થાય છે તેમ જ ક્રિયા કાયિક, વાચિક, માનસિક, બૌદ્ધિક ઇત્યાદિ થતી હોય છે જે કાંઈ સાત્વિક, રાજસ કે તામસ વ્યવહાર ચાલતો હોય તે તમામનો સમાવેશ થઈ જાય છે અને કાંઈ પણ ન હોય તે તેને કશી જરૂર પણ નથી. આ મુજબ જગતને અમારા કર્તવ્યની સહેજે જરૂર જણાતી નથી. અમો હાઈ એ તો પણ ઠીક અને ન હોઈએ તો પણ ઠીક, આમ જે જગક૯યાણના નામે અમારી ક્રિયાઓ થઈ રહી છે તેને અમારી જરૂર છે કે નહિ તે પણ આ આસુરી સંપત્તિમાને સમજતા નથી. આમ કર્તવ્ય, કર્તવ્ય તેમ જ જગકલ્યાણદિના ઓઠા નીચે જગતનો વિનાશ તેઓના હાથે જેટલો થઈ રહ્યો છે તેટલો વિનાશ તેઓ જે જગતનો નાશ કરવાનો ખુલે ખુલી રીતે એકરાર કરીને પ્રયત્ન કરે તો પણ કદી થાત નહિ, નિદાન વગરનું ઔષધ રોગવૃદ્ધિ કરે એમાં શી નવાઈ? આ મુજબ હોવા છતાં પણ તેઓ સમજતા નથી કે જ્યાં સુધી કર્તવ્ય શેષ રહેવા પામશે, ત્યાં સુધી જગતમાંથી દુઃખ એાછું નહિ થતાં વધતું જ રહેશે. જ્યાં સુધી કર્તવ્ય શેષ રહેલું હોય છે ત્યાં સુધી દુઃખ પુરુ થતું જ નથી. સંસારમાં મિથ્યા એ કર્તવ્યોનો બોજો માથે ઉપાડી લેવો એ જ મહાનમાં મહાન આપત્તિ છે. જેમ આખા શરીરે દાહ થઈ રહેલ હોય એને ફક્ત પગ ઉપર જ ને ચંદનનો લેપ લગાડવામાં આવે તો તેની જેમ કાંઈ અસર થતી નથી તેમ કર્તવ્યને શેષ રાખી એટલે મારે અમક કરવું જોઈએ, મારું આ કર્તવ્ય છે ઇત્યાદિ પ્રકારે સમજનારાઓનું સમજવું કોઈ મરવા પડ્યો હોય અને તે વખતે તેને સંગીત સંભળાવીને આનંદિત બનાવવાના પ્રયત્ન કરવામાં આવે તો તેને શે
ગ? એવો જ પ્રકાર આ કર્તવ્યનો બોજો માથે લઈને સુખી થવા ઇચ્છતા આસુરી વૃત્તિવાળાઓનો સમજવોઅરેરે ! આ સેંકડો આશાઓ અને કર્તવ્યોરૂપી પિશાચની મોહજાળમાં ફસાઈ પડેલા પણ સુખની જ આશાઓ રાખે છે તે એક મોટો ચમત્કાર જ જાણુઆવા અનંત પ્રકારના આશાપાશમાં બંધાઈ કર્તવ્યના પાશરૂપી પર્વતની નીચે ચગદાઈ મરતા અવિચારીઓ પોતે પિતાને સુખી સમજે છે, તે કેવો ચમકાર છે? સાર્વભૌમ રાજાને જે પ્રયત્ન ચાલુ હોય છે તેવો જ ઉદ્યોગ એક ભિખારીને પણ ચાલુ છે. તેઓ પણ પોતપોતાના પ્રયત્નાનુસાર ફળ મેળવીને પિતાને મોટા સુખી સમજે છે; તો તે પૈકી કોના કર્તવ્યને
આનો અંત કયાં આવશે કિંવા પરિખમે આને શો ઉપયોગ છે તે તરફ તેઓ કદી પણ દષ્ટિ રાખતા નથી અને આંધળાની પાછળ પાછળ ચાલનારા આંધળાઓની જેમ આ આસુરી સંપત્તિવાળા વિચાર અને અવિવેકી મૂઢો અનંત આશાપાશવડે બંધાઈ જેનો કદી પણ છેડો આવવો શકય નથી, એવા વિષયરૂપી કર્તવ્યની મોહજાળમાં ફસાઈ પડેલા હોય છે.
જેને કદી અંત આવતો નથી એવી આશાઓ ભગવાન કહે છેઃ હે પાર્થ! આ રીતે આસુરી સંપત્તિમાં તે કદી પણ પૂરી ન થનારી કામનાઓને એટલે મિયા મૃગજળવત ભાસતા આ વિષપભોગને આશ્રય કરીને મહિને લીધે દંભ, માન અને