________________
૫૮ ]
: a મૂક્યુમોતિ–
[ સિદ્ધાન્તા ભર ગીઅહ ૧૬/૧૦
મદ વડે યુકત થઈ અસગંહ એટલે અસંગત કિંવા ફાલતુ એવી મનસ્વી, ગમે તેવી ખોટી કલ્પનાઓ કરી તેને જ સાચી માની લઈ તેવા નિશ્ચય વડે અશુચિત્રતા એટલે અપવિત્રપણું કિંવા પાપી આચરણમાં જ પ્રવર્તે છે. એટલે આવા અવિવેકી મૂઢો તો મોહને-લીધે દાંભિકતા, અભિમાન, અહંકાર તથા મદવડે યુક્ત થઈ શાસ્ત્રવિરૂદ્ધ પોતાના મનમાં આવે તેવાં ફાલતુ શાસ્ત્રવિહીન પાપકર્મો જ કર્યા કરે છે. જે લોકોને તેમ જગતને દુઃખ આપનારા હે પિતાને પણ અધોગતિમાં જ પાડે છે. પ્રલયના અંતે એટલે (૧) નિદ્રા, (૨) મૃત્યુ, (૩) પૃથ્વી, (૪) બ્રહ્માંડ અને (૫) બ્રહ્મદેવનો પણ અંત થાય છતાં પણ જેને કદી અંત નહિ આવે એવી અપરિમિત ( પ્રલય માટે અધ્યાય ૪ શ્લોક ૮ પૃષ્ઠ ૨૫૪ થી ૨૬૧ જુએ), અર્થાત જેની કદી ગણતરી પણ ન થઈ શકે એવી અપાર ચિંતાઓ કિંવા સંકલ્પવિકલ્પોનો આશ્રય કરનારા અને કામોપભોગમાં રયાપચ્યા રહી તેને જ સર્વસ્વ માનનારા એટલે જે કાંઈ પુરુષાર્થ કિંવા ધ્યેય છે, તે આ છે, એ રીતની માન્યતાવાળા અને એવી વિષયજન્ય દષ્ટિના જ આશ્રયી, તેમ જ સેંકડો આશાપાશ વડે બંધાએલા એવા આ અવિચારી લોકે કામ અને ક્રોધપરાયણ થઈ વિષયભોગને માટે જ એટલે શાસ્ત્રમાં ધર્મને માટે ધન કમાવાનું કહેવું છે છતાં ધર્મને માટે નહિ પરંતુ અનેક પ્રકારના વિષપભોગને માટે જ અન્યાય વડે ધનને સંચય કરે છે.
મારા જેવો કેણ છે? “મેં આજે આ મેળવ્યું, આને હું હજી પ્રાપ્ત કરીશ, આટલું ધન તો મારી પાસે છે, વળી બીજું પણ આટલું મળશે એટલે હું મોટો ધનાઢ્ય થઈશ; આ રીતે તેઓ અનેક મનોરથ પોતાના મનની અંદર સેવે છે. મેં આ શત્રુને કે હો! પેલો પણ મારી સાથે શત્રુભાવ રાખતો હતો કેમ? તેને કેવો નાશ કરી નાંખ્યો! અને આ બાકી રહેલા ભીજાઓને પણ હું બતાવી આપીશ; એટલું જ નહિ પરંતુ તેમનાં ધરબાર , સ્ત્રી, પુત્ર વગેરે બધાને પણ લૂંટી લઈશ, શું મારી સાથે શત્રુતા રાખવી સહેલ છે? અરે હું કોણ છું? તેઓ મને પિછાને છે? હું ઈશ્વર છું. મારાથી બીજો કોઈ ઈશ્વર છે જ નહિ, આ બધાં શાસ્ત્રો તથા પોથાં થોથાં તે ગપ્પાં મારે છે. હું ભોગી છું. હું સિદ્ધ છું. હું બળવાન છું. મારી સામે થવાની કોની તાકાત છે? હું સુખી છું. હું ધનવાન છું. હું કુળવાન છું. હું મોટે રાજા છું. હું ચક્રવતી રાજા બનીશ. હું લોકોનું કલ્યાણ કરીશ. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞયાગ કરીશ. હું દાન આ કે જેથી મારી કીર્તિ ચોતરફ ફેલાશે. બધા લોકો મારી સ્તુતિ કરશે અને તે સાંભળીને હું હર્ષ પામીશ. આમ હું મજશેખ તથા ચેનબાજી કરતા રહીશ,” આ રીતે અજ્ઞાનતાને લીધે મોહ પામેલા અને પોતે આત્મસ્વરૂપ હોવા છતાં હું શરીર છું એવી ભાવનાવાળા અવિચારી આસુરી કિંવા અવિવેકી મૂઢ અનેક પ્રકારની દુષ્ટ કલ્પનાઓ વડે જેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે, એવા ચિરવિભ્રાંત થએલા અને મોહરૂપી જાળમાં જ આવત થયેલા અર્થાત જેમ ઘરરૂપ આવરણ વડે તેમાંનું આzત્ત થયેલું આકાશ પતે શુદ્ધ, સ્વરછ અને શાંત હોવા છતાં પોતે પિતાને હું આકાશ નહિ પરંતુ હું એટલે આ ઘટ જ છું એમ માની લે તેનું નામ જ મોહાલસમાવૃત કહેવાય. કામ એટલે વિયોપભોગમાં જ અત્યંત આસકત બનેલા અર્થાત વિષયરૂપી નશાને ઘેનમાં જ ચકચૂર બની ગયેલા, અપવિત્ર અર્થાત દુર્ગધયુક્ત અતિશય ખરાબ એવા નરકમાં જ પડે છે.
आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः । વાસે ગામવો વિજિજૂ ૨૭ u
મંદવડે નામના માટે થતા ય સામાં જેને માટે આત્મા એમ કંઠશેષ કરીને કહેવામાં આવેલું છે, તે આત્મા એટલે આ શરીર એવી રીતે દેહને જ આત્મા માનો તે આત્મસંભાવિતા એટલે જગતમાં બધા મને માટે સમજે છે, પૂજ્ય