________________
૭૪૬ ]
यतश्वोदेति सुर्य :
[ સિદ્ધાતકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૬૨
છે; આથી સત્વશુદ્ધ એટલે અંતઃકરણ શુદ્ધ થઈ જેનું ચિત કેવળ એક આત્મામાં જ રમમાણ થયેલું હોય છે તે. જ્ઞાન એટલે જેઓને આ તમામ દશ્યજાળ આત્મસ્વરૂપ છે, એવું અભિન્નપણાનું જ્ઞાન થયું હોય તે પક્ષજ્ઞાન, યોગ એટલે પરોક્ષજ્ઞાન થયા પછી અપરોક્ષજ્ઞાનના અનુભવને માટે અંતઃકરણમાં જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય કે તે આત્મસ્વરૂપ જ છે, એવી રીતે તેને તુરત દાબી દેવી; આમ આત્મસ્વરૂપના નિશ્ચયની પરિપકવતા થઈ અપરોક્ષાનુભવ એટલે સાક્ષાત્કાર થતાં સુધીનો જે અભ્યાસક્રમ તે યોગ. સંક્ષેપમાં દૈતભાવ મટીને અદ્વૈતભાવ થવો એનું જ નામ યોગ આ રીતે જ્ઞાન અને યોગમાં જેની સ્થિરતા થવા પામેલી છે તે “જ્ઞાનયોગવ્યવરિથતિ” કહેવાય. યથાશક્તિ અન્નદાન, ગુપ્તદાન કરવું તે કિંવા મોહ નિવૃત્તિને માટે મારું એવું ગણાતું તમામ ઇશ્વરાર્પણ કરવું તેનું નામ દાન. દમ એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી હઠાવીને તેને કેવળ એક આત્મામાં જ જેઠવી તે ઇન્દ્રિયનિગ્રહ. યજ્ઞ એટલે સર્વ આત્મસ્વરૂપ છે એવી ભાવના વડે અહેમમાદિ ભાવનો વિલય કરીને સર્વ કર્મો કરવાં તે કિંવા તે ચિત્તશુદ્ધિને માટે કરવામાં આવતા નિષ્કામ યો. સ્વાધ્યાય એટલે જે વડે સ્વ એટલે પિતાના સ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તેટલા માટે ધર્મશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે વેદાદિનું અધ્યયન કરવું તેમ જ હું કાણું છે તેને વિચાર કરી નિશ્ચયપૂર્વક હું એટલે દહાદિ નહિ પણ આત્મા છે એવો સતત અભ્યાસ કરે છે. ધર્મના ત્રણ વિભાગો છે એમ શાસ્ત્રમાં કહ્યું છે: પ્રથમ વિભાગમાં યજ્ઞ, સ્વાધ્યાય અને દાન એ ત્રણને સમાવેશ થાય છે; બીજામાં તપ અને ત્રીજામાં બ્રહ્મચારીએ ગુરુને ઘેર રહી તેની સેવા શુશ્રષા કરવી તે (છાંદો કપાઇ ૨, ખં૦ ૩ મં૦ ૪). તપ એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે શારીરિક, વાચિક કે માનસિક, સાંભારો વડે સ્કૂલ અને સુક્ષમ ઇત્યાદિ તમામ ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પરાવૃત્ત કરીને કેવળ એક આત્મસ્વરૂપમાં રિથર કરવા માટે સંયમ કરતા રહેવું તે. શાસ્ત્રમાં “તપ' શબ્દની ઉત્પત્તિ આ પ્રમાણે કહેલી છે. આ સ્થૂલ બ્રહ્માંડ ક્રિયા સમષ્ટિના ઉત્પત્તિકાર આદિ પુરુષ એવા બ્રહ્મદેવ પોતે જ્યારે વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા ત્યારે પોતા સિવાય બીજું કંઈ હતું જ નહિ, તેઓ એકલા જ હતા. તેથી પોતે જે કમળમાંથી ઉત્પન્ન થયા ત્યાં બેસીને હું કયાંથી ઉત્પન્ન થયા અને મારે શું કરવું, તેનો વિચાર કરવા લાગ્યા; પરંતુ કોઈ પણ વિચાર જ સ્કર્યો નહિ. એક વખત શુદ્ધ જળ કે જે પોતાની પહેલાં જ ઉત્પન્ન થયેલું હતું, તેમાં તેણે સ્પર્શ સ્વર એટલે
જ" થી ૪' સુધીના પચીશ અરો પિકી સાળમ એટલે “a” અને એકવીશમે એટલે “g આ બે અક્ષરો કોઈએ “તપ તપ” એમ બે વખતે ઉપરા ઉપરી ઉચ્ચાર્યા હોય એ પ્રમાણે તેમના સાંભળવામાં આવ્યા. “તi” “તા” એવા શબ્દો જ નિધન પુરુષોના ધનની માફક બ્રહ્મદેવને તે વખતે મહાઉપયોગી થઈ પડ્યો. તેણે આ “તા” “તપ” એવું કહેનાર કોણ તે જાણવાની ઇરછાએ ચારે તરફ નજર કરી પરંતુ ત્યાં પાણી સિવાય બીજું કાંઈ પણ દીઠું નહિ ત્યારે તેણે તે શબ્દોને આજ્ઞા રૂ૫ માનીને પ્રાણ, મન, જ્ઞાનેંદ્રિય અને કમેંદ્રિયોને નિયમમાં રાખી તપ કરવાની શરૂઆત કરી. આ પ્રમાણે આ પૂલ બ્રહ્માંડની ઉત્પત્તિ થયા પૂર્વે આ તપની શરૂઆત વિરાટ વા સમષ્ટિ બ્રહ્માંડના પૂલ ઉત્પત્તિકાર બ્રહ્મદેવથી થયેલી હોવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે “તપની જરૂર હોય છે (ભા. કં૦ ૨, અ૦ ૯ ૦ ૩ થી ૮). આ રીતે આત્મપ્રાપ્તિ થતાં સુધીને માટે બાહ્ય અને આંતર તમામ ઇંદ્રિયોને પોતપોતાના વિષયમાંથી પરાવૃત્ત કરીને તેને સંયમ કરવો તેનું નામ તપ, આર્જવ એટલે સરળતા; જેવું હૃદયમાં હોય તેવું જ બહાર વત કરવું, મનમાં કોઈ પણ પ્રકારની આંટીઘૂંટીઓ નહિ રાખતાં અંતર્લીશ શુદ્ધ અંતઃકરણપૂર્વક વર્તન કરવું તે, આ બધું દેવી સંપકૂપ છે.
भहिसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुप्त्वं मार्दवं हीरचापलम् ॥ २ ॥