________________
ગોતાહન] કેમ કે બધું તેથી પ્રકાશે છે તે પ્રકટ જાતવેદો તરાત્મા છે. તત તે આ છે. [૭૮૫ હવે ભેદદષ્ટિનો અંગિકાર કરીને હું તને ફરીથી એટલા માટે સમજાવું છું કે જેથી તારી ખાતરી થશે કે તું દૈવી પ્રકૃતિવાળે હાઈ આ જ્ઞાનને માટે સંપૂર્ણ આધકારી છે. આગલા અધ્યાયમાં તને કહેલું જ છે કે, આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ,વદ્વિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી એ રીતે આકાશ જ જાણે વિકારને પભેલું હોય તેમ જણાય છે, છતાં પોતે શુદ્ધનું શુદ્ધ જ રહેલું છે તે જ આ સર્વને અવકાશ આપે છે. આ સર્વ તેના આધાર વડે જ છે અને તપ જ છે. તે જો ન હોય તો વાસ્વાદિ ચાર મહાભૂતોનું અસ્તિત્વ કદાપિ સંભવતું નથી. તે વિકારને પામેલું હોય એમ લોક દૃષ્ટિએ દેખાવા છતાં અને તે સર્વના આધારરૂપે તથા અધિષ્ઠાનરૂપે હોવા છતાં પણ તે પોતે તે વળી પાછું શુદ્ધનું શુદ્ધ, અસંગ અને નિવિકારરૂપે જ રહેલું છે. સિવાય પુનઃ; તે જ આ આકારાદિરૂપે પ્રતીત થનારાં દશ્યોમાં બટાકાશ, મઠાકાશરૂપે રહેલું હોય છે. આ પ્રમાણે આ એક મહાકાશની જ (૧) વાયુ, વહિ, જલ, પૃથ્વી, અને તેમાંના અનંત આકારાદિરૂપે જોવામાં આવતી એક શાખા નીકળેલી છે તથા (૨) તે આકાશાદિમાં મઠાકાશ, બટાકાશ ઇત્યાદિ ઉપાધિરૂપે ગણાતી બીજી શાખા નીકળેલી છે. આ રીતે બંને શાખાઓ વાસ્તવિક શુદ્ધ અને અસંગ એવા એક મહાકાશની જ હાઈ તે પણ વરસ્તુતઃ મહાકાશરૂપ જ છે. વળો ઘટાકાશ, મઠાકાશરૂપે કહેવામાં આવતું આકાશ તે વાસ્તવિક નિર્વિકાર, નિઃસંગ, નિરાકાર, નિરામય એવું જ છે. છતાં ધટમઠની ઉપાધને લીધે તેને ધટાકાશ, મહાકાશ એવી મિસ્યા સંજ્ઞાઓ આપવામાં આવે છે. આમ અસંગ આકાશને જ ઘટમઠની અપેક્ષાએ બટાકાશ, મહાકાશ એવા મિથ્યા દોષો લગાડવામાં આવે છે. એટલે આ વાયુ, વહિ, જલ અને પૃથ્વી તથા તેનાં બનેલાં ધટમડાદિ આકાશરૂપે બનેલું એવું જે આ ભૂલ ઘનીભાવરૂપ આકાશ વિકારવાળું ગણાય છે તથા આ ઘટમઠની ઉપાધિને લીધે તેમાં ઘટાકાશ, મહાકાશરૂપે રહેલું આકાશ અવિકારી ગણાય છે, એમ સમજ. કિંવા જેમ એક જ વૃક્ષમાંથી સારાં અને નઠારાં એમ બન્ને પ્રકારનાં ફળ પાકે છે, તેમ કેવળ એક પરમાત્મસ્વરૂપ એવા મારામાંથી અને મારા થકી અભિન્ન હોવા છતાં જાણે જુદે જુદે રૂપે બનેલાં ન હોય એમ મિયા ઉપાધિભેદ વડે પિતાને જુદા જુદા માનનારા આ અસંખ્ય પ્રાણીઓના સમૂહમાં (૧) દૈવી સંપત્તિવાળા તથા (૨) આસુરી સંપત્તિવાળા એ મુજબ ફક્ત બે જ ભેદ પડે છે. જો કે દેવી અને આસુરી સંપત્તિવાળા કોને કહેવા તે તો તને પ્રથમ કહેવામાં આવેલું જ છે; પરંતુ તેનું વિવરણ ત્યાં અતિ સંક્ષેપમાં કહેલું છે માટે આવા ભેદો મનુષ્યાદિથી માંડીને તે ઠેઠ બ્રહ્મલોક પર્યત કયા ગુણોના પ્રાધાન્ય વડે પડેલા જોવામાં આવે છે તેનું વિશેષ સ્પષ્ટિકરણ કરીને હવે હું તને કહું છું કે જેથી આસુરી સંપત્તિ લઈ જન્મેલા કણ તથા દૈવી સંપત્તિ લઈ જન્મેલા કોણ છે સ્પષ્ટ રીતે સમજી શકીશ. *
श्रीभगवानुवाचअभयं सत्त्वस शुद्धिानयोगव्यवस्थितिः । दानं दुमश्च यशश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ १॥
તપ શબ્દની ઉત્પત્તિ
શ્રીભગવાન બોલ્યા : અભય એટલે ભય રહિત. જ્યાં સુધી બપણાની ભાવના હોય છે ત્યાં સુધી જ ભય હોય છે, તેથી બપણાની ભાવના મટતી નથી ત્યાં સુધી કદી પણ અભય થવાતું નથી. માટે પિતા સહ સર્વત્ર એક આત્મસ્વરૂપની ભાવના કરવી એ જ એક અભયતાનું લક્ષણ છે, એવો શાસ્ત્રસિદ્ધાંત છે. જીવન્મુક્તોના ચિત્તને સર્વ કહે છે, કારણ કે તેઓ હંમેશાં એક આત્મામાં જ રમમાણ થઈ રહેલા હોય
ક દેવી અને આંસરી સંપત્તિવાળા કોને કહેવા તે સંબંધે અધ્યાય ૯ શ્લેક ૧૧, ૧૨ માં કહેવામાં આવેલું છે. અને તે વ્યાખ્યા વ્યવહાર દષ્ટિએ સમજી શકાય એવી રીતે વિસ્તારથી કહી છે.