________________
ગીતાહન] જે દિવસે હવિ (કો) દ્વારા મનુષ્યોએ જાગ્રત કરેલો છે, તે સ્તુતિ યોગ્ય છે. [૪૩ એમ કહેવું એમાં પણ તેવું કહેનારે રહી જવા પામે છે અથવા આ સર્વ આકાશ જ દયાદિપે થવા પામેલ છે તેમાં પણ સાક્ષીભાવ તો રહે છે; તેવો ભાવ શેષ હોય ત્યાં સુધી તે આકાશની સાથે તદ્ર૫ થયો એમ ગણાય નહિ પરંતુ આ છે કિંવા નથી તેમ જ તેમાં નથી અને નથીમાં છે; આ બંને ભાવને તેમાં સાક્ષી સહ વિલય કરવો એ જ કલંક રહિત એવી શુદ્ધ ભાવના કહેવાય છે. એટલા માટે જ હે ભારત! “હું ક્ષર એટલે સાક્ષી (વૃક્ષાંક ૨) તથા અક્ષર અટલે આત્મા (વૃક્ષાંક ૧) એ બંને ભાવોથી પર એવો ઉત્તમ પુરુષ અર્થાત્ પરમાત્મા કિંવા પુરુષોત્તમ (ક્ષાંક ૨) છે' એમ હું તને વારંવાર કહી રહ્યો છું, તેનું કારણ પણ એ જ છે કે જેમાં કોઈ પણ પ્રકારના કલંકન કિંચિમાત્ર પણ અંશ રહી જવા ન પામે અને નદી જેમ સમુદ્રને મળી ગયા બાદ સમુદ્રરૂપે જ બની જાય છે તેમ તું પણું મારા સત્તા સામાન્યમાં એકરસ થઈ સર્વભાવે મારી ઉપાસના કરી શકે એટલા માટે હું કોણ છે તેવા મારા સાચા સ્વરૂપનું જ્ઞાન જે તેને સારી રીતે થાય તે પછી તેને બીજું કાંઈ જાણવા૫ણું રહેશે નહિ એટલે તું સર્વવિદ્દ થઈ એકનિષ્ઠા વડે કેને ભજવું તે સારી રીતે સમજી શકીશ.
હે ભારત! સર્વભાવે મને ભજ તમાત, હે ભારત! હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આ રીતે હું એટલે આ શરીરધારી કિંવા દસ્યાદિ રૂપવાળો નહિ પરંતુ ઉપર બતાવ્યા પ્રમાણે પુરુષોત્તમ છે કે જેને પરમાત્મા, પરબ્રહ્મ કહે છે; તેને જે જાણે તે જ સર્વવિત અર્થાત બધું જાણનાર સર્વભાવે એટલે કાયિક, વાચિક અને માનસિક ઇત્યાદિ તમામ ભાવના વડે મને જ ભજે છે. અર્થાત પુરુષોત્તમ એવા મારા સ્વરૂપનું તેને સાચું ભાન થયેલ હોવાને લીધે તે શરીર, વાણી અને મન વડે જે જે કાંઈ વ્યવહાર કરે છે તે તમામ આ પુરુષોત્તમ એવા હું રૂપ જ છે. અંતઃકરણમાં જે જે વૃત્તિનું ઉત્થાન થાય કે તેને તે પુરુષોત્તમરૂપ છે, પુરુષોત્તમ એવા હુંથી અભિન્ન કાંઈ છે જ નહિ આવી રીતે જે જે કાંઈ વ્યવહાર વર્તમાનમાં કરે છે, ભવિષ્યમાં કરશે અને ભૂતકાળમાં કર્યા હશે તે તમામ હું એવા પુરુષોત્તમરૂપ જ હતા, છે અને હશે; એ તેને દઢ નિશ્ચય હોવાથી તે સર્વભાવે આ પુરુષોત્તમ એવા મને જ ભજે છે. એટલું જ નહિ તે ભજનારો પોતે પણ તેથી દો નહિ રહેતાં પોતે પણ પુરુષોત્તમ છે એવા પ્રકારના અભિન્ન નિશ્ચય વડે સર્વાભાવે પુરુષોત્તમરૂપ એવા મને જ ભજે છે. આ રીતે ઉપાસના કરનાર તે ઉપાસક પોતે હિમ કિવા મીઠું જેમ પાણીની સાથે એકરસ થઈ જાય તેમ અંતે હું એવા પુરુષોત્તમ રૂપમાં જ મળી જઈ મારા (ઉના) પરમધામને જ પ્રાપ્ત થાય છે. આ સિવાય સંસારમાંથી તરવાનો બીજો એક પણ ઉપાય નથી.
સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઉપદેશ કરે તો પણ તે નિરર્થક બને હે પાર્થ! અત્યાર સુધી મેં તને જે કહ્યું કે તારા ધ્યાનમાં આવ્યું ને? આમ છે એટલા માટે જ તું શરીર, વાણી અને મન ઇત્યાદિ દ્વારા જે જે કર્મો કરે તે સર્વને પુરુષોત્તમરૂપ ગણીને અને સવળી ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાં જતી રોકીને અર્થાત અંતઃકરણમાંથી ઉત્પન્ન થતા તમામ સંકલ્પો ઉત્પન્ન થતાંની સાથે જ તે હું એવા પુરુષોત્તમરૂપ છે, એવા પ્રકારના જ્ઞાન વડે તે સિવાયના તમામ ભાવે ઉપર વૈરાગ્ય કરી સૂક્ષ્મ અને સ્થૂલ એવી તમામ ઇન્દ્રિયોનું તેના વિષે સહ નિયમન કરીને, તમામ ભાવનાઓનો ત્યાગ કર એટલે સર્વ ભાવનાઓને કેવળ એક પુરુષોત્તમરૂપમાં એકઠી કરી દે. આ રીતે પિતામહ સર્વ ભાવનાઓને હું એવા પુરુષોત્તમમાં જ એકરૂપ કરી દે. આમ કરનારો જ સર્વભાવે મને ભજે છે એમ સમજવું. આ પ્રમાણે પિતામહ સર્વત્ર અદ્વૈત એવા એક મારી એટલે પુરુષોત્તમની દૃઢ નિશ્ચય વડે ભાવના કર્યા વગર અથત પિતામહ બીજું બધું ભૂલી જવાય નહિ ત્યાં સુધીને માટે અર્થાત દૈત(બે) ૫ણની ભાવના કાયમ રાખીને તે વડે કિવા આ વ્યતિરિક્ત બીજા કોઈ પણ માર્ગનું અવલંબન કરીને હું સુખ અને શાંતિ મેળવીશ એમ જો કોઈ કહે તો તે કદાપિ શકય જ નથી અથવા તે માટે જે તું હજારો વર્ષ પર્યત દારુણ તપશ્ચર્યા કરીશ કિંવા તારા દેહના ટુકડે ટુકડા કરીશ વા તેના ચૂરેચૂરા બનાવીશ તથા અગ્નિમાં છે