________________
ગીતાદેહન ] ગર્ભિણી સ્ત્રીએ ધારણ કરેલો ગર્ભ જેમ સારી (અભિન્ન) રીતે ધરાયેલ છે. [ ૭૪૧ સર્વભાવે મને ભજે છે. ભાવાર્થ એ કે, જેઓ હું નામરૂપથી ભાસનારે દેહધારી એ આ કૃષ્ણ નહિ પરંતુ ક્ષર તથા અક્ષરથી એટલે નાશ તથા અનાશથી પણ રહિત, જ્યાં અક્ષર કિંવા આત્મા પ્રકારના કલંકને લવલેશ પણ નથી એ; તદ્દન શુદ્ધ, શાંત, નિર્મળ, પવિત્ર અને અનિર્વચનીય એ શબ્દની પણ જ્યાં પૂર્ણતા થાય છે એવો, સ્વત:સિદ્ધ પરમાત્મા કિંવા પુરુષોત્તમ છે, એમ જે જાણે છે તે જ યથાર્થ જાણવાવાળા છે. હે બુદ્ધિશાળી ! જેમ સ્વપ્નમાંના દસ્યને, પોતાના સં૫વડે ખડું કરી દીધેલ માનસિક જગતને તથા મૃગજળને જેવું ગણવામાં આવે છે તેવું જ આ જગત મારામાં છે એવી ભાવના કર. અર્તાપણાની કિંવા કર્તાપણાની તથા તેમના સાક્ષી પણાની ઈચ્છા(ભાવના)ને પણ મૂળમાંથી ઉચ્છેદ કર. પુરુષોત્તમ એ હું સર્વવ્યાપક હોવા છતાં સર્વથી રહિત છે. જેમ દીવાની ઇચ્છા કિંવ પણ તેના પ્રકાશમાંની વસ્તુઓ પ્રકાશિત થાય છે કિવા સ્વપ્નને વિલય થઈ જવો એવી કેઈની ઇચ્છા નહિ હોવા છતાં પણ તે જાગ્રત થતાં જ એકદમ કયાંયે અદશ્ય થઈ જાય છે તેમ આ સર્વ દશ્ય જાળ ઈરછા વગર અને ક૬૫ના વગર જ જાણે અનિર્વચનીય આત્મરૂપ એવા મારામાં જ ખડું થઈ ગયું ન હોય તેમ અને જ્ઞાન થતાં જ જાણે એકદમ કયાં ય અલેપ (અદમ્ય) થઈ જાય છે તે સમજી શકાતું નથી, એટલું જ નહિ પરંતુ આ દસ્યરૂપી કાર્યનું મૂળ અજ્ઞાન તથા જ્ઞાન પણ કયાં ય અલેપ થઈ જાય છે, તેનો પુરુષોત્તમ એવા મને તે ક૯પના પણ હોતી નથી. આ પ્રમાણે આત્મરૂપ મારામાં સ્વપ્નવત કર્તાપણું, અકર્તાપણું અને તેના અભિમાની, એ બધું ભાસતું હશે છતાં પણ હું તો આકાશની માફક સર્વથી તદ્દન અસંગ અને ઈચ્છાઓ કિંવા સંકલ્પોથી તદ્દન રહિત છે. મને તો તે બંનેની કિંવા તેને જાણનારા અભિમાનીની પણ કલ્પના નથી, તેથી હું અકર્તા છે. આ રીતે મારા અધિષ્ઠાનમાત્રથી જ આ દસ્યાદિને સર્વ વ્યવહાર ચાલતા હેવાનું ભાસે છે છતાં હું તે સઘળી સૂક્ષ્મ કિવા ધૂળ ઇકિયાદિથી રહિત અને આકાશની જેમ સર્વ પદાર્થોથી તદ્દન અસંગ છે એટલા માટે જ અકર્તા અને અભોકતા છે તથા આ બધું સ્વપ્નના જેમ મારામાં ઇછા કિંવા સંકલ્પ વિના જ ભાયમાન થાય છે, તેથી મને કર્તાભોક્તા પણ કહેવામાં આવે છે. જેમ આકાશ તદ્દન અસંગ હોવા છતાં તેમાં આ પૃથ્વી ઇત્યાદિ ચાર મહાભૂતો તેના અધિષ્ઠાન અને આધાર વડે જ રહેલા ભાસે છે છતાં આકાશને તે તેની કલ્પના પણ હોતી નથી. આ સર્વ પૃથ્વી કિંવા સમુદ્રો નષ્ટ થાય કિંવા રહે, એ રીતની બંને ભાવના અથવા તેવી ભાવના કરીને કાંઈક હશે તેની આકાશને કલ્પના પણ હોતી નથી. છતાં આ ચાર મહાભૂતોનું અસ્તિત્વ આકાશ વગર કદી પણ સંભવતું જ નથી. કેમ કે
જે તેઓને રહેવા અવકાશ એટલે સ્થાન જ ન મળે તો તેઓ રહે જ કયાં ? આમ સર્વને અવકાશ આપનારું નિસંગ એવું આ આકાશ જ ભૂતાદિપે ચરાચરમાં પણ બધે વ્યાપેલું જોવામાં આવે છે, છતાં તે જેમ તદ્દન અસંગ છે તેમ પુરુષોત્તમ એવો હું પણ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલો છે છતાં કશામાં કિંચિત્માત્ર પણ મારી આસક્તિ નહિ હોવાથી હું તદ્દન અસંગ છે. આ મુજબ મારામાં કર્તા પણું, અકર્તાપણું તથા તેના સાક્ષીપણું એ બધું છે પણ ખરું અને નથી પણ ખરું. આમ છે, નથી; એમાં નથી અને નથીમાં છે તથા આ બધાનો સાક્ષી એમ સર્વ ભાવેને જ્યાં વિલય થાય છે કિંવા સર્વભાવ જ્યાં એક સાથે અને એકરૂપે જ છે એ હું પુરુષોત્તમ છે, એમ સમજ.
હું પુરુષોત્તમ કેમ ? આ રીતે હું પુરુષોત્તમ એવો પરમાત્મા સર્વના અધિષ્ઠાન૫ હેઈ કર્તા છતાં પણ અકર્તા છે, ભોક્તા છતાં પણ અભોક્તા છે, તે “હુ જ સર્વને ઈશ્વર છે, સર્વેમાં વ્યાપક છે, ચિતન્યમ નિમળરૂપ છે, સર્વ પદાર્થોના મૂળ તત્વરૂ૫ છે, પ્રકાશમાન છે, સર્વ પ્રાણીઓમાં રહેલો છે, ઉદાસીન છે, ઇચ્છાથી રહિત છે; માટે કશું ભગવત પણ નથી અને કશું કરતો પણ નથી તેમ સર્વને પ્રકાશ આપનાર હોવાથી સર્વને ભગવે છે પણ ખરે અને કરે છે પણ ખરો. આ મુજબ આ બધું દશ્ય સાચું" પણ છે અને હું પણ છે, આ હું સર્વપ પણ છે અને સર્વથી ભિન્ન પણ છે, એમ સમજ, હે પાર્થ ! અરે!