________________
૭૪૦ ]
ન જ વખતો વળીમિક
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૦ ૧૫/૧૯
થતાં તેમાંના મઠાકાશ અને તેની બહાર રહેલા મહાકાશ એ ભેદભેદ મટી જવાથી જે અનિર્વચનીયતા થવા પામે છે તેવી જ સ્થિતિ મિથ્યા માયા, પ્રકૃતિ કિંવા અશુદ્ધ હું (વૃક્ષાંક ૩)નો તેના કાર્ય (વૃક્ષાંક ૪ થી ૧૫૪) સાથે વિલય થતાં જ તેને સાક્ષી, દ્રષ્ટા ને માયોપાધિક એ ઈશ્વર યા ક્ષરપુરુષ (૨ક્ષાંક ૨)ની, તેને લીધે જુદો ગણવામાં આવતા બ્રહ્મ, આત્મા કિંવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧)ની સાથે તદ્રુપતા થઈ ક્ષરાક્ષર બંને એકરૂપ બની જવાથી અનિર્વચનીય સ્થિતિ નિર્માણ થાય છે. તેવી સ્થિતિ એ જ પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ, ઉત્તમ પુરુષ (વૃક્ષાંક 9) સમજ.
આત્માને જ પરમાત્મા તથા ઈશ્વર એવી સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે હે વત્સ! જેમ આકાશ મઠની અંદર પ્રવેશે છે ત્યારે તે મઠની ઉપાધિને લીધે મહાકાશ કહેવાય છે, તેમ આ અવ્યય એટલે આત્મા (વૃક્ષાંક ૧) ત્રણ લોકમાં એટલે દયાદિ મિથ્યા માયા પ્રપંચમાં પ્રવેશે છે ત્યારે તે માયોપાધિક ઈશ્વર એવી સંજ્ઞાવડે કહેવાય છે. સારાંશ, જેવી રીતે એક જ આકાશ ઘર બાંધવાથી મઠની ઉપાધિને લીધે મઠાકાશ અને મહાકાશ એવા બે ભેદને પામે છે અને ઘર પડી જવાથી તે મઠાકાશની ઉપાધિથી રહિત થતાં આ મહાકાશ અને મહાકાશ છે એવા ભેદભેદથી પર બની જાય છે તેમ આ અવ્યય એવો આત્મા કિંવા અક્ષરપુરુષ (વૃક્ષાંક ૧) ક્ષરપુરુષનો વિલય થતાં જયારે આત્મા એવા નામની મિથ્યા ઉપાધિને પણ છોડીને નામરૂપાદિથી પર, તદ્દન નિસંગ અને કલંકરહિત છે, એવા ભાવવડે દર્શાવવાને હોય ત્યારે તેનું અનિર્વચનીયપણું દર્શાવવાના ઉદ્દેશથી તેને ઉત્તમ પુરુષ કિંવા પરમાત્મા એની સંજ્ઞાવડે સંબોધવામાં આવે છે તથા જ્યારે તે ત્રણ લેકેમાં એટલે આ માયાવી તમામ દસ્યજળ (વૃક્ષાંક ૩ થી ૧પણ) સુધીમાં એતપ્રોત વ્યાપેલો છે એવા ભાવને ધારણ કરે છે ત્યારે તેને ઈશ્વર (વૃક્ષાંક ૨) એવી સંજ્ઞા વડે સંબોધવામાં આવે છે. જેને ક્ષર પુ કહે છે તે ઉપર કહ્યું છે.
यस्मारक्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ १८ ॥
હું પુરુષોત્તમ છે. આ રીતે હું ક્ષરને ઓળંગી ગયેલ અને અક્ષરથી પણ ઉત્તમ લેવાથી લોકોમાં અને વેદમાં પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : હે ભારત ! તેં મારું ખરું સ્વરૂપ જાણ્યું ને? હું તને વારંવાર હું એટલે કેણુ તે સમજાવી રહ્યો છું; તેની હવે તેને સારી રીતે સમજ પડીને? આ હું એટલે શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ ઉપર કહેલા ક્ષર અને અક્ષરથી પણ ૫ર તથા સૌથી ઉત્તમ હેઠી “
પુત્તમ’ એ નામે વેદમાં અને લોકમાં પ્રસિદ્ધ છે. અર્થાત જેને માટે વેદો હું કોણ? તે સંબંધે શોધ કરવા પોકાર કરી કરીને કહે છે તથા લેકમાં જેઓએ હુંની શોધ કરીને તેને પ્રત્યક્ષ અનુભવ લઈ સાક્ષાત્કાર કરી લીધો છે, તેવા જીવન્મુકત પણ અનુભવથી એમ જ કહે છે કે, અનિર્વચનીય એવો હું એટલે આ શરીરાદિ અથવા દસ્યાદિ નહિ પરંતુ “પુરુષોત્તમ” છે. ટૂંકમાં હું એટલે પુરુષોત્તમ સમજ, આને જ પરબ્રહા, પરમાત્મા પણ કહેવામાં આવે છે (જુઓ વૃક્ષમાં ).
यो मामेवमसम्मुढा जानाति पुरुषोत्तमम् । स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥ १९ ॥
હું કર્તા અને અકર્તા શી રીતે છે? હે ભારત ! જે મને આ પ્રમાણે દેહાભિમાનથી રહિત એવો પુરુષોત્તમ જાણે છે, તે સર્વ જાણનારા, સર્વભાવે મને જ ભજે છે, અથવા જે આ મુજબ દેહાભિમાનથી રહિત થઈ મને પુરુષોત્તમરૂપે જાણે છે તે જ