________________
હ૩૮ ]
जरण्योर्निहितो जातवेदा
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ ૧૫/૧૭
ક્ષર પુરુષ કયો? જેમ આકાશમાંથી (૧) ઉપાધિથી તદ્દન રહિત તથા (૨) ઉપાધિયુક્ત એવી બીજી એક શાખા વાયુ, વહિ, જળ અને પૃથ્વી તથા તેમાંના અનેક આકારપે પ્રતીત થયેલી છે, એમ ઉપર કહેલું છે. તે પછી પ્રથમ શાખાનાં દૃષ્ટાંતવડે ભગવાનના પરસ્વરૂપનું વર્ણન સમજાવ્યું. હવે અપર સ્વરૂપનું વર્ણન સ્પષ્ટ રીતે કરું છું. આ સર્વ દશ્ય જાળ (વૃક્ષાંક ૨ થી ૧૫ ૪ સુધી ) પણ નિઃસંગ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માંથી જેમ આકાશમાં એકાએક વાયુની ઉત્પત્તિ થવા પામે તેમ અકસ્માત ઈશ્વર૩૫ ૯ (વૃક્ષાંક ૨) એ વિવર્તી ભાવ સૂક્ષ્મરૂપે પ્રકટ થાય છે, જે લક્ષ્યાર્થ વડે જ જાણવામાં આવે છે. તે સર્વ દશ્યને પ્રેરક કહેવાય છે. તેમાંથી પછી હું એ બીજો વિવર્ત (વૃક્ષાંક ૩) પ્રગટ થાય છે. આમ પ્રકટ થયેલો જે હું એ જ તમામ દસ્યનું બીજ માયા, પ્રકૃતિ કિંવા હુંનું પ્રથમનું સ્કરણ કિંવા પ્રતિબિંબ (વૃક્ષાંક ૩) કહેવાય છે. તેમાંથી સત્વ, રજ, તમ એવા પિતામાં જ રહેલા ત્રણ ગુણોમાં ઈશ્વર કિંવા હું(વૃક્ષાં)ની કાળશક્તિરૂપ ઈક્ષણ એટલે પ્રેરણાત્મક શક્તિધારા ક્ષોભ થવાથી પ્રથમ અવ્યક્ત (ક્ષાંક ) સ્વરૂપે બંને છે તથા ત્યાર પછી વિવતંક્રમે શિવશક્તિ જિવા અર્ધનારીશ્વર (વૃક્ષાંક ૫), પછી સૂત્રાત્મારૂપ મહાપ્રાણ (વૃક્ષાંક ૬) તથા પછી ક્રમે મહત્ત (વૃક્ષાંક ૭), અહંકાર અને તેની અંદરના તમામ પેટાજા (વૃક્ષાંક ૮), મન(વૃક્ષાંક ૧૧), બુદ્ધિ(વૃક્ષાંક ૧૦),ચિત્ત(વૃક્ષાંક ૯), હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨), બ્રહ્મદેવ (ક્ષાંક ૧૩), વિરાટ (વૃક્ષાંક ૧૪) અને તેની અંદર આવેલા ચૌદલોક (વૃક્ષાંક ૧૫ થી ૧૫ g) ઇત્યાદિ વિસ્તાર વિક્રમે થયેલો છે. વસ્તુતઃ તો આ સર્વે વિવર્તા૨૫ જ છે, હવે જે ઝાડનું જેવું બીજ હોય તેમાંથી તેવું જ ઝાડ પ્રકટ થાય છે. જેમ આંબાના બીમાંથી આંબાનું, લીંબુના બીમાંથી લીંબુનું, વડના બી માંથી વાનું; એ મુજબ ઝાડની ઉત્પત્તિ થવા પામે છે તેમ આ સર્વ દસ્યનું મૂળ બીજ ઈશ્વર (વૃક્ષાંક ૨) છે. તેમાંથી આ મિથ્યા માયારૂપ ત્રિગુણથી ભરેલો મિથ્યા ભ્રમરૂપ અને નાશવંત એવો તમામ દશ્યાભાસ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૬ સુધીનો) સ્વપ્નની જેમ પ્રકટ થયેલ હોવાથી બીજાંકુરન્યાયાનુસાર તે સર્વ ઈશ્વર કિંવા ક્ષર પુરુષ જ છે(આ સર્વ ઈશ્વરરૂપ છે. જુઓ ઈશોપનિષદ્ મંત્ર ૧). આને ક્ષર કહેવાનું કારણ એ છે કે જેમ દાગીનાને ગાળી નાંખતાં જ તેમાંના તમામ નકશીઓને પણ અનાયાસે જ નાશ થઈ જાય છે તેમ આ બધા દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫) નો નાશ થતાંની સાથે જ તેમના સાક્ષીભાવ (વૃક્ષાંક ૨)નો વિલય પણ અનાયાસે જ થઈ જાય છે કિંવા જેમ જાગૃત થતાંની સાથે જ સ્વાન અને તેમાંની તમામ વસ્તુઓ એકદમ કયાંયે અદશ્ય થઈ જાય છે તેમ આ દસ્યનું મૂળ જે હું (વૃક્ષાંક ૩) તેનો વિલય થતાં જ તેના આધાર ઉપર રહેલા દ્રષ્ટા, દર્શન, દક્ષ્યાદિ ત્રિપુટી વડે ભાસતા તમામ કાર્યો, કારણ સૃષ્ટિa૫(વૃક્ષાંક ૪ થી ૧૫ )નો તથા તેના એટલે માયા (વૃક્ષાંક ૩)ના પોતાના સાક્ષી કિંવા ઈશ્વર (ક્ષાંક ૨): પણ વિલય થઈ જાય છે. આ રીતે માયારૂપે હું ઉત્પન્ન થાય ત્યારે તેની સાથે તુરત સાક્ષી, દ્રષ્ટા કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨)ની ઉત્પત્તિ થાય છે તથા તમામ દશ્યજાળ જેના આધારે રહે છે એવી આ માયારૂપ હું (વૃક્ષાંક ૩)ને વિલય થતાં જ તે ઈશ્વર પણ પોતાના સ્વરૂપમાં જ સ્થિત થઈ જાય છે. જેમ ઘરની ઉપાધિને લીધે ઘરની અંદરના મઠાકાશ તેમ જ ઘરની બહાર સર્વત્ર પ્રસરેલું મહાકાશ, આમ એક જ આકાશ ઘરની ઉપાધિભેદને લીધે મઠ અને મહાકાશ એમ બે પ્રકારે બને છે. તે બંને (મઠાકાશ અને મહાકાશ) આકાશ મઠ (ધર)ને નાશ થતાં જ એકરૂપ બને છે અને પછી મઠાકાશ અને મહાકાશ એવા ભેદભેદો રહેવા પામતા નથી; તેમ આ હું ૨૫ માયા(માંક ૩)ને તેના કાર્ય (વૃક્ષાંક ૪ થી ૧૫ ૫) સહિત વિલય થતાંનો સાથે જ તેને સાક્ષી કિંવા દ્રષ્ટા, ઈશ્વર (વૃક્ષાંક ૨)નો વિલય પણ આત્મામાં અનાયાસે જ થાય છે. આમ વ્યવહારદષ્ટિએ જોતાં માયા (વૃક્ષાંક ૩)ના અસ્તિત્વની સાથે જ તે ક્ષર પુરુષ(વૃક્ષાંક ૨)નું અસ્તિત્વ કિંવા
માં (વૃક્ષાંક ૧)માં હું રૂપ એવી મિયા સ્મૃતિ થાય ત્યારે તે સાક્ષીરૂપે એકદમ ખડો થઈ જાય છે તથા જ્યારે હું ભાવનો વિલય થાય ત્યારે તેને પણ અનાયાસે જ સ્વસ્વરૂપ સાથે વિલય થઈ જાય છે. આમ વસ્તુતઃ તો બરફને ગાંગડ કિંવા મીઠાનું ઘર સમુદ્રમાં મળી જતાં તે જેમ સમદ્રરૂપ જ બની જાય છે તેમ આ સર્વે વસ્તુતઃ એકરૂપ જ બને છે પરંતુ