________________
ગીતાદહન ] તે બધું (મર્યાદિત હસ્ય જાળ પણ) આત્મસ્વરૂપ જ છે. તત્ એ આ જ છે. [ ૩૭
અને
બહાર કે અંદર એવી મર્યાદા કયાંથી સંભવે? આ દષ્ટાંત પ્રમાણે વાસ્તવિક આકાશના મૂળ બે વિભાગો થયાઃ (૧) ડેઈ પ, ઉપાધિથી તદ્દન રહિત, અતિશય શુદ્ધ, શાંત, સ્વતસિહ, અનિર્વચનીય વગેરે; તેમ જ (૨) આકાશમાંથી વાયુ, વહિ, જળ અને પૃથ્વીરૂપે બની તે પૃથ્વીમાં અસંખ્ય સ્થૂલસૂક્ષ્માદિ ભ વડે તથા આકારાદિરૂપે પ્રતીત થનારું તેમ જ ઘટ, પટ, મઠ ઇત્યાદિરૂપે ભાસના તથા તેમાં બટાકાશ અને મહાકાશરૂપે અસંગ રીતે રહેનારું એવું ઉપાધિયુક્ત આકાશ. આ બીજા પ્રકારમાં મુખ્યત્વે નીચે મુજબ ત્રણ ભેદો પડે છેઃ (૧) મઠ, (૨) મઠની અંદરનું આકાશ તથા (૩) મઠની બહાર સર્વત્ર વ્યાપેલું મહાન આકાશ. વાસ્તવિક તો માની અંદરનું આકાશ તથા બહારનું આકાશ એ બંને એક જ છે પરંતુ જે આકાશ મઠની અંદર છે તેના ઉપર મઠની ઉપાધિને લીધે આ મહાકાશ છે એવી મિયા ઉપાધિનો આરોપ થયો છે. વળી ઘર બાંધ્યા પછી જેમ બીજી સામગ્રીઓને ઘરમાં લાવવી પડે છે તેમ આકાશને કંઈ સાધન વડે ઘરમાં દાખલ કરવામાં આવતું નથી, અથવા તે ગાડાંઓમાં ભરીને ઘરની અંદર ઠાલવવામાં આવતું નથી, પરંતુ પર બાંધ્યું કે તેમાં તે હાજર જ હોય છે. વળી ઘર પડી ગયું કે તે પાછું પિતાને અસલ સ્વરૂપમાં જ મળી જાય છે. ઘરમાં આવ્યું એટલે તે જ મહાકાશ કહેવાય છે પરંતુ વાસ્તવિક છે તે સમયે પણ તે મઠથી તદ્દન અસંગ હોય છે. ઘર પડી જાઓ કે રહે એ બંનેને તે જાણતું નથી. તેમ પિતાને કેાઈ ધટાકાશ વા મઠાકાશ કહે છે તેની પણ તેને કાંઈ ખબર હોતી નથી. તે તે હંમેશાં શુદ્ધ ને શુદ્ધ જ છે. તસ્માત જેમ એક જ તદ્દન શુદ્ધ આકાશ મઠ, મહાકાશ અને મઠની બહાર વ્યાપેલા મહાકાશ એ રીતે એક શાખાને તથા બીજું આકાશ, આકાશ એ નામથી પણ તદ્દન પર ને અસંગ હોય છે; વધે બંને વિભાગ મળીને જ વસ્તુતઃ આકાશ કહેવાય.
આત્મા અસંગ શી રીતે છે? આ ઉદાહરણ પ્રમાણે આ મહાકાશ એ અસંગ કિંવા ફૂટસ્થ એવો આત્મા સમજે. સોનીની એરણ ઉપર ગમે તેટલા દાગીનાઓ ઘડવામાં આવે તો પણ તે જેમ એકની એક જ હોય છે. દાગીનાએ ગમે તેટલા તૈયાર થાય, તેને ફરીફરીથી ગમે તેટલી વખત તેડવામાં કે ઘડવામાં આવે તો પણ એરણ તે એકની એક જ હોય છે એથી તેને કુટસ્થની ઉપમા આપી શકાય, તેમ ગમે તેટલા ધટપટાદિ ઉત્પન્ન થાય કિંવા નાશ પામે છતાં પણ આ મહાકાશને તો તેની સાથે કાંઈ લેવાદેવા નથી, તેમ આ આત્માના સંબંધમાં ૫શું સમજે. ગમે તેટલા આકારો ઉત્પન્ન થાય કે નષ્ટ થાય છતાં તેને તો તેની કલ્પનાયે નથી. તે તે અખંડ ને અખંડ જ રહે છે. તેનો જ એટલે નાશ કદાપિ થતો નથી, તેથી તેને અક્ષર પુરુષ કહે છે (સાંક ૧ જુઓ). આને ભગવાનનું પરસ્વરૂપ પણ કહે છે; તેમ જ મઠાકાશની ઉપાધિને લીધે તેની બહાર રહેલા આ આકાશને મહાકાશ એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ રીતે તેના ઉપર થયેલા મિયાં મહાકાશના આરોપ જેટલું પણ કલંક રહેવા નહિ પામે તેવું એટલે મને વિલય વા નાશ થયા પછી તેમાં મઠાકાશરૂપે રહેલું આકાશ જ્યારે મહાકાશની ઉપાધિથી ૫ણુ મુક્ત થઈ મઠની બહાર રહેલા મહાકાશમાં મળી જાય છે અર્થાત મહાકાશ અને મહાકાશ એ બંને એકત્ર થઈ ગયા પછી જે અભેદ સ્થિતિ થાય તે જ ઉત્તમ પુરુષ કિંવા પુરુષોત્તમ સમજે (વૃક્ષાંક ૨૪ જુઓ), કેમ કે આત્મા તે તદ્દન અસંગ અને નિર્વિકાર હોઈ તેને આત્મા કિંવા અક્ષર કહેવું એ વ્યવહારદષ્ટિએ સમજાવવા પુરતું હેઈ આત્મદષ્ટિએ તે દોષરૂ૫ ગણાય તેથી તેને આત્મા કહે એટલે પણ વિકાર નહિ રહેવા પામે, તને એ અનિર્વચનીય એવું કહેવાપણુરૂપ દોષ પણ ઉત્પન્ન નહિ થાય એટલા માટે તેને આત્માથી પર એટલે પરમાત્મા, પુરુષોથી પર એટલે એક કિંવા ઉત્તમ એ ઉત્તમ પુરુષ કિંવા પુરુષોત્તમ એવી સંજ્ઞા ભગવાને અર્જુનને સમજાવવાને માટે અત્રે આપેલી છે. આ રીતે આત્મા કિંવા અક્ષર પુરુષ અથવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) તથા તેથી પર એવા ઉત્તમ પુરુષ પુરુષોત્તમ કિંવ પરમાત્મા (રક્ષાંક ®) એટલે શું તે તને સમજાવ્યું. હવે ક્ષર પુરુષ એટલે શું તે સમજાવવાની જરૂર રહે છે (“ અક્ષર એટલે બ્રહ્મ છે' એ સંબંધે આ૦ ૮ શ્લોક ૩ પૃષ્ઠ ૪૨૫ જુઓ).