________________
૭૩૬ ] ચા મૌમિનારત જીત્ત તજ | ૨૭. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૫/૧૬
સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ પણ હું જ છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : સર્વ જ્ઞાનનું મૂળ ઉગમ કિંવા આદ્યસ્થાન કે જેને જ્ઞાનના ભંડાર૩૫ એવા વેદ જાણવાનો કિંવા બતાવવાનો જે પ્રયત્ન કરે છે તે આત્મસ્વરૂપ એ એક હું જ છે, વેદને પણ જયાં અંત થાય છે તે સ્થાન પણ હું જ છે તેમ આ વેદને જાણનારો પણ હું જ છે. એટલું જ નહિ પરંતુ આ સ્મૃતિ કહેવાય, આ વિસ્મૃતિ કહેવાય, આ જ્ઞાન કહેવાય એવું જ્ઞાન પણ મારા વડે જ થઈ શકે છે, એવો આત્મસ્વરૂપ હું જ સર્વના હૃદયમાં હું હું એવી સ્મૃતિરૂપે સંકલિત થયો છે, એમ નિશ્ચયાત્મક સમજ. મારાથી બીજું કોઈ જ્ઞાન નથી તેમ જ આ જ્ઞાન અને તેને જાણનારો એ બંને પણ હુંથી અભિન્ન હોઈ આભરવરૂપ એવા મારું જ રૂપ છે.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે : હે પાર્થ ! સર્વના હૃદયમાં હું હું એવે રૂપે જે નિત્યપ્રતિ સ્કુરણ થાય છે એટલે આ બધા જે પોતપોતાને હું એમ કહે છે તે હું એટલે કોણ? તે તને હવે સારી રીતે સમજાયું ને? તે હું એટલે જ અનિર્વચનીય એવો આત્મા આ આત્મસ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ છે, તેને જ આત્મા, બ્રહ્મ ઇત્યાદિ સંજ્ઞાઓ છે. હવે આગળ કહું છું તે સાંભળ.
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ १६ ॥
અક્ષર પુરુષ, પુરુષોત્તમ કિવા પરમાત્મા એટલે શું ? આ લોકમાં ક્ષર અને અક્ષર એવા બે જ પુરુષ છે. સર્વ ભૂત ક્ષર અને ફૂટસ્થ તે અક્ષર કહેવાય છે. જેમ આકાશની બે શાખાઓ છે. (૧) આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ, વાહિમાંથી જળ તથા જળમાંથી પૃથ્વી તત્વની ઉત્પત્તિ થાય છે તથા તે પૃથરી તત્વમાંથી આવાં અનેક રથુલ બ્રહ્માંડ ઉત્પન્ન થતાં રહે છે
તે દરેક બ્રહ્માંડની અંદર વ્યાપેલા ચૌદ લેાક કે જેમાં દેવ,પિતર, ગંધ, યક્ષ, રાક્ષસ, અસુર, નાગ, કિન્નર, મનો, પશુપક્ષ્યાદિકે, અનેક પ્રકારના વૃક્ષો તથા પહાડ, પથરો વગેરે સર્વને સમાવેશ થાય છે. આ પ્રમાણે ભૂલ ઉત્પત્તિનો ક્રમ છે. આ મુજ મૂળ એવા એક આકાશમાંથી જ ઉપ િત થવા પામેલી હેઈ
જ્યારે તેનો વિલય થાય છે તે ક્રમ પણ પૃથ્વીનો જળમાં, જળને હિમાં, વદ્ધિનો વાયુમાં અને વાયુનો આકાશમાં, એ રીતનો છે; એ શાસ્ત્રનો સિદ્ધાંત છે (જુઓ સૂર્યસિદ્ધાંત). આ મુજબ ઉત્પતિ થતી તથા નાશ થવો એવો ક્રમ નિત્યપ્રતિ ચાલુ જ હોય છે. આ આકાશમાંથી નીકળનારી એક શાખાનું વર્ણન થયું; (૨) જેમાંથી વાયુ, વહિ આદિ પાંચમહાભૂતોની કદી ઉત્પત્તિ જ થયેલી નથી એવું બીજું શુદ્ધ આકાશ તો તદન અસંગ અને નિર્મળ જ હોય છે. તે પોતે નિરુપાધિક અને અત્યંત શુદ્ધ હોવા છતાં પણ ઘટમઠની ઉપાધિને લીધે ઘટમાં ઘટાકાશ અને મઠમાં મહાકાશરૂપે તથા તેમના અધિષ્ઠાનરૂપે, એ મુજબ નામરૂપની મિયા ઉપાધિવાળું અને જાણે અશુદ્ધ બન્યું ના હોય એવી રીતે ભાસે છે અને તે કરતાં પર એવું બીજું આકાશ તદ્દન શુદ્ધ, અસંગ અને આકાશ એવા નામરૂપાદિની કે અન્ય કશાની પણ ઉપાધિથી તદ્દન મુક્ત જ છે. તે જ ચરાચરમાં સર્વત્ર વ્યાપેલું હોઈ સર્વને આધાર હોવા છતાં પણ સર્વથી તદ્દન અસંગ છે. ઘટ હે યા ન છે તેની તેને કાંઈ પડી નથી તેમ તેના વગર ધટ, મઠ કે તેમાંના ઘટાકાશ વા મહાકાશ ઇત્યાદિ કશાનું અસ્તિત્વ પણ હેતું નથી. તેને અંદર કે બહાર એવી કોઈ ઉપાધિઓ નથી. કેમકે ધટની ઉપાધિને લીધે આ ધટની અંદરનું આકાશ અને આ ધટની બહારનું આકાશ એવી સંજ્ઞાઓ આપી શકાય પરંતુ સર્વત્ર ચરાચર વ્યાપક એવા આકાશને બહાર અંદર શી રીતે કહી શકાય? કેમ કે આ અંદર બહારની ઉત્પત્તિ તો પટપટાદિ ભેદો વડે પ્રતીતિમાં આવે છે અને તેનું અસ્તિત્વ તે આકાશ વગર કદાપિ સંભવતું નથી. આમ તે સર્વનો આધાર હોવા છતાં પણ મર્યાદાથી પર છે. આવા અમર્યાદને તો વળી