________________
૭૩૪] જુદાં વિસ તિષ્ઠતિ– [ સિદ્ધાતમાડ ભર ગીર અ૦ ૧૫/૧૫
વેદનું અંતિમ ધ્યેય આ પ્રમાણે વિતંડાવાદ કિંવા મિથ્યા અહંકાર અથવા દુરાગ્રહનો ત્યાગ કરીને શુદ્ધ બુદ્ધિ યા નિર્મળ અંતઃકરણથી વિચાર કરવામાં આવશે તે પ્રાચીન કિંવા અર્વાચીન દરેક ગ્રંથ અથવા ગ્રંથકારોએ કિંવા જગતમાંનું તમામ વાત્મય અને તેના કર્તાઓએ જે સિદ્ધાંતોનું પ્રતિપાદન અથવા વિવેચન કરેલું હોય, આજે કરે છે તથા ભવિષ્યમાં કરશે તે સર્વનો આદિ, મધ્ય અને અંત તે વેદમાં જ થઈ જાય છે, એ વાત તો નિસંશય સિદ્ધ છે. ભેદ એટલો જ કે કેટલાકે વેદ માન્ય કરેલા અને કેટલાકે વેદે નિષેધ કરેલા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. આ વેદ રૂપી વૃક્ષની સૌથી ઊંચામાં ઊંચી એવી જે શાખા કિંવા ઉપસંહાર અર્થાત સરલ રેવાના નિયમ પ્રમાણે વેદના અંતિમ ધ્યેયદર્શક ઉપસંહાર રૂપ એવાં જે ચાર મહાવાકયો છે તેને જે હેતુ છે ત્યાં સુધી પહોંચાડનારા શાસ્ત્રો કિંવા શાસ્ત્રકારો ઘણું જ થોડા હોય છે. આ ચાર મહાવાકાના સિદ્ધાંત તરફ લઈ જનારા શાસ્ત્રો તે વેદાન્ત શાસ્ત્ર એટલે જેમણે વેદને અંત જે છે તેવાં શાસ્ત્ર ગણાય તથા તે પરંપરાને જાણનારા શાસ્ત્રવિદેને વેદાન્તી એવું નામ હોઈ તેને જ સૌથી શ્રેષ્ઠ પદ અથવા અગ્રસ્થાન પ્રાપ્ત થયેલું છે. કેમકે તે જ વૃક્ષનું સૌથી ઊંચામાં ઊંચું એવું અંતિમ બિંદુ છે તથા ઇતર શાસ્ત્રો તે તેની જ આડીઅવળો શાખાઓ રૂ૫ છે. આ પ્રમાણે વેદનું મૂળતત્વ કિંવા અનાદિપણું સિદ્ધ થયા પછી આ તમામ વિસ્તાર એ તેનો જ પરિવાર છે, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. પુત્ર, પૌત્રાદિકના અસ્તિત્વ ઉપરથી પિતા હશે કે કેમ તેની શંકાને સ્થાન જ હેતું નથી.
વેદ એટલે જાણવું ઉપરના વિવેચન ઉપરથી બ્રહ્માંડાદિ સર્વનું મૂળ વેદ છે એમ નક્કી થયા પછી તેની અંદરના દરેક પદાર્થો કિંવા કાર્યો તેણે એટલે વેદે બતાવેલી શિસ્ત, દિશા, પ્રણાલિકા, શ્રેણી કિંવા માર્ગદર્શન પ્રમાણે જ થવું જોઈએ, એ પણ દેખીતું જ છે. એટલે આ દશ્ય જગતમાં જે જે કાંઈ ચાલી રહેલું છે એમ જોવામાં આવે છે અથવા તે કાયિક, વાચિક અને માનસિક કિંવા બૌદ્ધિક વગેરે જે જે કર્મો યા ક્રિયાઓ થતી જોવામાં આવે છે તે સર્વ વેદની આજ્ઞાનુસાર જ છે. સારાંશ, આ જ્ઞાન વા અજ્ઞાન એવી સંજ્ઞા યા સંબોધનથી જગતમાં જે જે કાંઈ પ્રચલિત છે તે સર્વનું અસ્તિત્વ વેદના આધારે જ છે. એટલે બ્રહ્માંડમાં પ્રથમ વેદશાસ્ત્ર અને પછી વ્યવહાર માં ગણાતું જ્ઞાન એ પ્રમાણેને ક્રમ અવતીર્ણ થયેલો છે. જ્ઞાનનો સાચો અર્થ તે પ્રથમ વખતોવખત કહ્યું તેમ અનિર્વચનીયતા છે. એવી અનિવચનીયતા તો આત્માનું અપરોક્ષજ્ઞાન કિંવા સાક્ષાત્કાર થવાથી જ થઈ શકે છે અને ત્યાં જ જ્ઞાનની અંતિમ કક્ષા પરિપૂર્ણ થાય છે; પરંતુ અત્રે કહેવામાં આવેલી જ્ઞાન અઝાન નામના બે શાખાઓ એ વ્યવહાર જ્ઞાન સંબંધમાં છે એમ જાણવું. જેમ કે આ મનુષ્યો છે, આ પશુઓ કહેવાય, આ ઝાડ, પહાડાદિકે છે, અમુકને પૃથ્વી, અમુકને જળ, અમુકને તેજ, વાયુ, આકાશ વગેરે કહેવું ઇત્યાદિ તેમને માટે જે જે નામોની સંજ્ઞા વ્યવહારમાં વાપરવામાં આવે છે, તે તે બધાં નામ, રૂપો અને તેના કાર્યકારણુદિ વગેરે સર્વ વ્યવહારજ્ઞાન આ વેદમાં જ પ્રથમ કહેવાએલું હે તેને જ વ્યવહારમાં ગ્રાહ્ય માની લોકોનો આ બધે વ્યવહાર ચાલી રહ્યા છે. જેમ બાળકનો જન્મ થાય ત્યારબાદ અગિયાર કે બારમે દિવસે તેનું જે નામ માતાપિતા રાખે છે તે જ મરણ સુધી વ્યવહારમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે તેમ આ બધો વ્યવહાર પણ વેદ કહેલી યા રાખેલો સંજ્ઞા, નામ, રૂ૫ ઇત્યાદિ વડે જ ચાલી રહ્યા છે. આ વ્યવહારજ્ઞાનમાં મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) જ્ઞાન અને (૨) અજ્ઞાન. વદને મૂળ અર્થે તે જાણવું એવો થાય છે અર્થાત અજ્ઞાન અને શાનને જાણનાર તે મુખ્ય જ્ઞાન અને તને દર્શાવનારા તે વેદ કિંવા જ્ઞાન. એ સ્વતસિદ્ધ હોઈ તેનું જગતમાં અવતરણ કરનારા અથવા જ્ઞાનને જાણનારા તે જ વેદ હાઈવેદ એટલે જાણવાપણાને પણ જાણવું, અથત જમાં જાણવાપણાનો પણ વિલય થાય છે તે જ વેદ. એ મુજબ વેદનો સાચો અર્થ તે વેદ એટલે અનિર્વચનીયતા કિંવા સ્વતઃસિદ્ધતા જ છે, જે વખતોવખત કહ્યું છે. તે જ સાક્ષી રૂપે સર્ષના હૃદયમાં નિત્યપ્રતિ હુરે છે. તેને ઉત્પન્ન કરનારો કિવા જાણનારા બીજે કઈ નહિ હોવાથી તે સ્વયં અથવા સ્વતઃસિદ્ધ જ છે, આથી જ તે અપૌરુષેય કહેવાય છે.