________________
મતદેહન ]
દેવતાથી વ્યાપ્ત આ અદિતિ એ દશ્ય જાળ જે વિરાટરૂપ–
[ ૭૩૩
જદો જ કાઈ છે. તો જ્યાં સુધી તે પોતાના દાદાની ખાતરી કરી બતાવી શકતો નથી ત્યાં સુધી તો કુટુંબમાં જે દાદાને ઓળખતા હોય તેમના કહેવા મુજબ દાદા તરીકે તેમને જ માન્ય કર્યા વગર છૂટકો નથી. વળી આધુનિક ભૌતિક વિજ્ઞાનીઓ પોતાનો એ સિદ્ધાંત જ જગત આગળ રજૂ કરે છે કે, શાસ્ત્રમાં બતાવેલા વિધાનો તથા સ્વર્ગાદિની કલ્પનાઓ મેરી છે કારણ તે પ્રત્યક્ષ જોવામાં આવતા નથી પરંતુ અમો તો તમોને વધુ ભૌતિક સાધનો દ્વારા પ્રત્યક્ષ કરી બતાવીએ છીએ; તેમ મરણ પછી સ્વર્ગમાં જવાય છે ઇત્યાદિ બાબતે બતાવી શકતા નથી માટે તે બધી શાસ્ત્રકલ્પનાઓ જ છે. એટલે “ પ્રત્યક્ષ બાપ બતાવો નહિ તો શ્રાદ્ધ કરો.” એ કહેવત પ્રમાણે પોતાને પ્રત્યક્ષતાનો સિદ્ધાંત જ જે તેઓ જગતમાં પ્રતિપાદન કરે છે તે પછી પોતાનાં શાસ્ત્રો કયાંથી આવ્યા? આ નવું કયાંથી લાવ્યા? વગેરે જ્યાં સુધી તેઓ પ્રત્યક્ષ પ્રમાણથી પૂરવાર કરી બતાવી ન શકે ત્યાં સુધી આ પ્રત્યક્ષ પ્રાચીન એવા માન્ય થયેલા વદનો જે સમગ્ર જગતાદિ શાસ્ત્રના પિતા તરીકે સ્વીકાર કર્યા વગર કો જ નથી. આમ જ્યારે પિતાની અશકિત થાય ત્યારે અમારા શાસ્ત્રનું મૂળ મળતું નથી, અને તેની શોધ કરી રહ્યા છીએ ઈત્યાદિ કલ્પનાઓનું સામ્રાજ્ય કરવાનું કહેવું એ લોકોની આંખોમાં ધૂળ ના નવા સમાન હોઈ તે. નાદાનગીરી કિંવા નરી દાંભિકતા જ છે. આ રીતે ભૌતિક વિજ્ઞાનીઓના લોકેના વિનાશ કરનારા અને મૂઢપણાના સિદ્ધાંતો કે જે સિદ્ધાંતનું જ સામ્રાજ્ય આજે જગતમાં ચોમેર પ્રસરેલું જોવામાં આવે છે, તેવા મૂઢવાદીઓની દષ્ટિએ પણ વેદની પ્રાચીનતા હોવા સંબંધે તો આજે પણ કાંઈ વાદ નથી. તેઓમાં જોવામાં આવતા મતમતાંતરો તો વેદના કાળનિર્ણય પૂરતાં જ છે આમ વેદની આધ તે બાબત નિઃશંક રીતે આજે પણ એકવાકયતા જ સિદ્ધ છે.
વેદની પ્રાચીનતા સંબંધે બે મત નથી જેમ કટબમાંથી નાનપણથી છુટા પડેલા હોવાને લીધે પિતાના બીજા ભાઈબહેન તથા તેમના કુટુંબકબીલાદિ પરીવારની એાળખ માતા કરી આપે છે એટલે આ બધાને મૂળ ઉપત્તિકાર પતનો બાપ જ છે એમ મૂળ પુરુષનું અસ્તિત્વ જાણ્યા બાદ વ્યવહારમાં પણ નિઃશંક રીતે તેને જ માનવામાં આવે છે, તેમ આ ચૌદ લોકો વ્યાપેલાં સમસ્ત બ્રહ્માંડની રચના કરનાર સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ હાઈ તેણે પોતાની પણ પૂર્વે ઉત્પન્ન થયેલા અપૌરુષેય એવા આ વેદોના આધાર વડે જ સમસ્ત બ્રહ્માંડની રચના કરેલી છે,
એટલે આધુનિક શોધ કરનારાઓ જ કાયિક, વાચિક, માનસિક કે બૌદ્ધિક ઇત્યાદિ વ્યવહાર કરી રહ્યા છે તે તથા તેઓ જે સાધનો દ્વારા આ શોધ કરી રહ્યા છે તે બધાં સ્કૂલ અને સૂક્ષ્મ સાધના તો બ્રહ્મદેવે પ્રથમથી જ ઉત્પન કરેલા હોઈ તે જ સર્વને આદ્ય પિતા છે, એટલે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલાં બધાં ભાઈબહેને ગણાય તેમ આ પહાડો, પાષાણો, કૃતિકા, ઝાડે વનસ્પતિ, પૃથ્યાદિ પંચમહાભૂત, પશુ, પક્ષી, કીટ, પતંગથી માંડીને મન સુધીનો બ્રહ્માંડમાં જોવામાં આવતો અને સ્થલ કિંવા સૂમરૂપે ચાલી રહેલ તમામ વ્યવહાર, એક બ્રહ્મદેવનો જ વિરતાર હોવાથી સમષ્ટિમાં આવેલાં આ બધાં પોતાના જ ભાઈભાંડુઓ હેઈ સર્વને ઉત્પન્ન કરનારા આધપિતા તરીકે આ બ્રહ્મદેવને સ્વીકાર કર્યા વગર છૂટકે જ નથી અને તે આ બધું અપૌરુષેય એવી પ્રતિમાતા એટલે વેદના આધારે જ ઉત્પન્ન કરે છે. એટલે વેદ એ બ્રહ્મદેવને પણ બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને માટે પ્રમાણભૂત શાસ્ત્ર હોવાથી તેને સર્વનું આદ્ય પ્રમાણુ માન્યા સિવાય છૂટકે જ નથી, અર્થાત જે વેદમાં નથી તે બ્રહ્માંડમાં પણ નથી, એ વાત તદ્દન નિઃશંક રીતે સિદ્ધ થાય છે. સારાંશ એ કે, વાસ્તવિક રીતે વેદ એ સોથી આદિ શાન સ્વરૂપે સ્વતઃસિદ્ધ એવા પરમાત્મસ્વરૂપ જ હોઈ અપૌરુષેય છે એમાં તો જરા પણ શંકા છે જ નહિ. વળી અર્વાચીન લોકોની દષ્ટિએ પણ તેની પ્રાચીનતા સંબંધે બે મત નથી, જે. વાત પ્રસિદ્ધ જ છે અને તે આ વિવેચનથી પણ સ્પષ્ટ રીતે સમજી શકાશે. આમ જગતમાં આજે જે જે શાસ્ત્ર છે, હશે અને પૂર્વે હતાં, તે સર્વ વેદરૂપી એક વૃક્ષને જ જુદી જુદી શાખા-પ્રતિશાખાપે છે, એમ નિઃશંક જાણી શકાશે.