________________
ગીતદેહન 1
જે પ્રાણુરૂપે ભાયમાન થતી ઉત્તર મળી શકે છે. તરણાથી પણ તુચ્છ એવા વિષયોનું સંપાદન કરવામાં તેઓ રાતદિન રચ્યાપચ્યા રહે છે અને તે સંપાદન કરવામાં મદદ કરનારને પોતાના સમજી બીજાને શ માને છે. તેમ જ સત્ય, અહિંસા, અસ્તેય, વિવેક, વિચાર, વૈરાગ્ય ઇત્યાદિ અમોલ અલંકારોને તેઓ ફેંકી દે છે. વા, આ અમૂલ્ય એવા વિવેકરાગ્યાદિને નાખી દઈને તુરછ એવા વિષયો સંપાદન કરવાથી અંતે પરિણામ તે ભયંકર કષ્ટ, અને દુઃખરૂપ જ આવે છે તેની પણ આ મૂઢાને કલ્પના હેતી નથી. આથી તેવા વિષયલંપટો કિંવા કામુકો અર્થાત અનેક પ્રકારની કામનાઓમાં ચકચૂર બનેલા નશાંધે પોતાના હિતેચ્છુઓ અથવા પાલક કિંવા આપ્ત એવા ઋષિ, મુનિ, સિદ્ધ, મહાત્મા તથા અવતાર ઇત્યાદિએ સમસ્ત બ્રહ્માંડના મૂળ આધારભૂત એવા જે વેદ, વેદાંગ, ઉપનિષદો, તિ, ન્યાય, મીમાંસા, પુરાણો મૃત્યાદિ ધર્મશાસ્ત્રો વગેરે મૂળ અપૌરુષેય તથા પૌરુષેય એવાં અનેક શાસ્ત્રોનું લોકકલ્યાણને અથે જ પ્રાકટ્ય કરેલું છે તે શાસ્ત્રની ૫ણુંઅવગણના કરે છે. તે શાસ્ત્રોનો મૂળ ઉદ્દેશ તે વાસ્તવિક વિષયી લોકોને વિયનિકામાંથી હઠાવી આત્મનિષ્ઠામાં સ્થિત કરી તેઓને દુઃખમાંથી બચાવવા એ જ એક છે.
પૌવં કિંવા પાશ્ચાત્યામાં વેદની પ્રાચીનતા સિદ્ધ છે આરંભના બિંદુથી માંડીને જે રેવા આમ, તેમ, ડાબી, જમણી, આડી અવળી કિવા વાંકી ચુકી ન જતાં છેવટના બિંદુ સુધી એક સરખી અને તદ્દન સીધી ચાલી જાય છે તેને ભૂમિતિ શાસ્ત્રમાં શિસ્ત કહે છે. આ ન્યાય દરેક શાસ્ત્રને પણ લાગુ પડે છે. જે શાસ્ત્ર આરંભ અને અંત અર્થાત ઉપક્રમ અને ઉપસંહારને નહિ છોડતાં આ બે બિંદુઓની વચ્ચે બરાબર એકાગ્રતાથી સ્થિત હોય, એટલે જે વિષય પ્રતિપાદન કરવાની ઇચ્છા હોય તે વિષય સમજાવવા દૃષ્ટિકોણ નહિ બદલતાં તેની જ પુષ્ટિને માટે પ્રયત્ન કરે તે જ તે તે શાસ્ત્રોને મૂળ ઉદ્દેશ જાણવો. આ રીતે ઉપમ અને ઉપસંહાર નહિ છોડતાં પોતાનું મૂળ દષ્ટિબિંદુ સમજાવવાને માટે વચ્ચે જે અનેક પ્રકારનાં દૃષ્ટાંતો કિંવા વિવેચનો દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવે છે, તે સર્વને આદિ અને અંતની વચમાં આવેલાં બિંદુઓ અથવા માર્ગે સમજવા, પરંતુ મૂળ ઉદ્દેશ છેડી દઈ ઇતર માર્ગોનું અવલંબન થાય તેને આડાઅવળા માર્ગો કહે છે. તેથી લયબિંદુને ધ્યાનમાં રાખી આદઅંતને વિચાર કરીને જ દરેક શાસ્ત્રનું તાત્પર્ય શું છે તેનો નિર્ણય થઈ શકે છે. આ ન્યાયાનુસાર વિચાર કરવાથી જણાશે કે અર્વાચીન યા પ્રાચીન એટલે પાશ્ચાત્ય કિંવા પૌર્વોત્યો, સર્વ શાસ્ત્રકારો, વિદ્વાનો તથા પંડિતોમાં વેદની પ્રાચીન છે સંબંધમાં મતભે છે જ નહિ. મતભેદ તે કાળનિર્ણય પૂરતો જ છે; આ વાત તે નિઃશંક સિદ્ધ છે.
તમામ શાસ્ત્રનું મૂળ વેદ કેમ ? આ મુજબ વેદ એ સૌથી પ્રાચીન છે, એવો થમ નિશ્ચય થયો એટલે આરંભબિંદુની સિદ્ધતા થઈ. હવે વેદને અંતિમ હેતુ કિવા ઉદ્દેશ શો છે તેને વિચાર કરતાં જણાય છે કે તમામ વેદને અંત કિવા ઉપસંહાર (૧) પ્રજ્ઞા ત્રહ્મ, (૨) મહું બ્રહ્માભિ (૩) તત્ત્વમસિ (૪) મયમાત્મા ત્રહ્મ આ ચાર વાકોમાં જ આવી જાય છે. આથી તેને મહાવાકો કહે છે, એટલે આ સિવાયનાં બીજાં બધાં વેદવાકો છે તથા આ વેદનાં મહાવાકો છે. જેને વિધિ કિવા આશાવાય પણ કહેવામાં આવે છે; કેમ કે તેમાં અનિર્વચનીય, સ્વતઃસિદ્ધ અને સ્વયંપ્રકાશ એવું જે જ્ઞાન સમજાવવાને માટે વેદનું પ્રાકટ્ય થવા પામેલું છે તે જ્ઞાનની કક્ષાનો અંતિમ હેતુ પરોક્ષ રીતે સંપૂર્ણપણે બતાવવામાં આવેલો છે. આ રીતે જગતમાંના તમામ શાસ્ત્રોનું મૂળ આરંભસ્થાન વેદ હોઈ તેને અંતિમ ઉદ્દેશ આ મહાવાકયમાં વિપરિણમે છે. આ રીતે ઉપક્રમ અને ઉપસંહાર અર્થાત્ આરંભબિંદુ અને અંતબિંદુ આ બંને બિંદુઓની નિશ્ચિતતા થયા પછી તે સમજાવવાને માટે જે અનેક પ્રકારના માર્ગો, વિવેચનો અથવા શાસ્ત્ર હેય તેનો વિચાર આ ચાર મહાવાકોમાં બતાવ્યા પ્રમાણેના સિદ્ધાંતને અનુસરતો છે કે નહિ તેને એકામ એટલે જેમ અગ્ર એક જ હોય છે, તેવા પ્રકારના દષ્ટિ કેણુ વડે અર્થાત સીધી રેષાના નિયમ પ્રમાણે કરવો જોઈએ. એટલે જેમ વ્યવહારમાં પણ છોકરાંઓને નિશાળમાં ભણવા મોકલતી વખતે