________________
ગીતા દેહન ] ગુહામાં(મર્યાદિત) ભૂત સહિત ઉત્પન્ન થયેલી છે
[ ૭૩૫ વેદની અંદર સર્વ જ્ઞાનને સમાવેશ શી રીતે થાય છે ? આ વિવેચનનું કારણ એ છે કે બ્રહ્માંડમાં ચૌદે લોકમાં ચાલતો સર્વ' વ્યવહાર કઈને કોઈ પ્રકારના જ્ઞાનના આશ્રય વડે જ ચાલી રહ્યો છે, પછી તે વ્યવહાર દેવતાઓને હે, અસુરોને હે, મનુષ્યનો છે પશુપયાદિ વગેરે ગમે તેને હે; સિવાય મનુષ્યની અંદર પણ તે સાત્વિક, રાજસ વા તામસ પ્રકારને હે, વ્યાવહારિક, પ્રાપંચિક, ભૌતિકવિજ્ઞાન, રાજનીતિ, કુટુંબનીતિ, કુટિલનીતિ, શારીરિક, વાચિક, માનસિક કિંવા બૌદ્ધિક ઇત્યાદિ ગમે તે નીતિનો હો અથવા તો પરમાર્થતત્ત્વના સંબંધમાં હે; ટૂંકમાં, આ તમામ દશ્ય જગતની અંદર જ્ઞાન અને અજ્ઞાન એવા નામો વડે જે જે કાંઈ વ્યવહાર ચાલેલો જોવામાં આવે છે તે | સર્વનું મૂળ બીજ વેદ જ છે તથા આ બધી તેની જ અનંત શાખાઓ છે એમ સમજે. આથી શ્રી વેદવ્યાસાચાર્યજી હાથ ઊંચા કરીને પોકાર કરી કરીને કહે છે કે હું સત્ય કહું છું કે વેદથી પર એટલે વેદ કરતાં પણ આગળ કિંવા મોટું કોઈ શાસ્ત્ર જ નથી; હું જે આ કહી રહ્યો છું તે સત્ય છે, સત્ય છે, ત્રિવાર સત્ય છે. ભગવાને પણ અત્રે એ જ કહ્યું છે કે સર્વ વેદો વડે જાણવા જેવો હું જ છે. વળી વેદનો અંત પણ હું જ છે તથા વદને જાણનારો પણ હું જ છે. એટલે જેમ ઝાડ કહેતાંની સાથે તેમાંની તમામ શાખા થડ, ફળ, ફૂલો, રેષા, મૂળિયાં વગેરેનો સમાવેશ તેમાં થઈ જાય છે અને તે સર્વનો અંતે એક આકાશમાં જ લય થાય છે અર્થાત ઝાડ વા તેની શાખાઓનો અંત થયો એટલે તેની આજુબાજુ અને ઉપર ફક્ત એક આકાશ જ શેષ રહે છે. ઝાડની ઉત્પત્તિ બીજમાંથી થાય છે, આ બીજને પ્રેરણું કરનાર તો કોઈ જુદો જ હોય છે; આમ ઝાડનું આદિ, બીજ અને અંત આકાશ છે તેમ આ વેદો (જ્ઞાન)રૂપી વૃક્ષ અંતે તો આત્મસ્વરૂપ
મારો જ બોધ આપી રહ્યાં છે. આ વેદેને જાણવા જેવું જે કઈ હોય તો તે એક હું જ છે. હવે જેમ ઝાડ બીજમાંથી થવા પામે છે તેમ વેદના સાક્ષી કિંવા પ્રેરક અર્થાત વેદને જાણવાવાળો પણ હું જ છે તથા ઝાડને અંત વધી વધીને અંતે જેમ આકાશમાં જ થાય છે તેમ આ વેદને અંત કરનારો વેદવિત અર્થાત જ્ઞાનના અર્થને જાણનારે પણ જ્યાં જ્ઞાનને અવધિ સમાપ્ત થાય છે તે આત્મસ્વરૂપ હું જ છે. હે પાર્થ ! મારા સાચા આત્મસ્વરૂપના નિશ્ચય સંબંધમાં તને વખતોવખત કહેવામાં આવેલું છે, છતાં બોધની દઢતાને માટે શાસ્ત્રનું વર્ણન ફરીફરીથી કહું, તે સાંભળ.
હુંનું સાચું સ્વરૂપ જાગ્રત, સ્વમ અને સુપ્તિ એ ત્રણે અવસ્થાઓમાં આ આત્મા, ભક્તા, ભાગ્ય અને ભોગરૂપે બનવા છતાં પણ સર્વથી વિલક્ષણ એટલે તદ્દન અલગ છે તે જ સાક્ષીરૂપે, ચિત્માત્રરૂપે, નિત્યરૂપે. શિવરૂપે તથા હુંરૂપે છે. આત્મસ્વરૂપ એવા મારામાંથી જ આ સર્વનો પ્રભવ થયો છે, મારામાં જ આ સર્વને લય થાય છે અને આ સર્વની સ્થિતિ પણ મારામાં જ રહે છે. આ અદય એટલે બેપણું જેમાં નથી તે પણ હું પોતે જ છે. હું જ અણુથી પણ અણ છે તેમ મહાનથી ૫ણુ મહાન છે અને ચિત્રવિચિત્ર વિશ્વરૂપે પણ હું જ છે. હું જ પુરાતન, હું જ પુરુષ, ઈશરૂપે, હિરણ્યમયરૂપે તથા શિવરૂપે પણ હું જ છે. અવયથી રહિત એવા આત્મરૂપે પણ હું જ છે, અચિન્ય શકિતવાળે પણ હું જ છે, ચક્ષુથી રહિત છનાં જોનાર વા સર્વનો દ્રષ્ટા પણ હું છે તથા કર્ણથી રહિત છતાં સાંભળનારો પણ હું જ છે. વિવિક્ત એટલે અનેકવિધ રૂપવાળો હું જ છે, વિવિધ જ્ઞાનરૂપે પણ હું છે. મારો કોઈ પણ વેત્તા નથી. વળી હું જ ચિત્તરૂપ તથા નિત્યરૂ૫ છે, અનેક વેદો વડે જાણવા યોગ્ય હું જ છે, વેદાંતન કરનાર તથા વેદ જાણનાર પણ હું જ છે. આત્મસ્વરૂપ એવા મને પુષ્ય નથી, પાપ નથી, મારો નાશ નથી કે મારો જન્મ નથી, તેમ મારામાં દેહ, ઇન્દ્રિય કે બુદ્ધિ પણ નથી, હું ભૂમિરૂપ નથી, હું વહિપ નથી, હું જળ નથી, હું વાયુ નથી અને આકાશ નથી; એમ ને જાણે છે તે કાળથી રહિત, અદ્વિતીય, હૃદયાકાશમાં રહેલા આત્મારૂપ સર્વના સાક્ષી, સદસતથી રહિત તથા શુદ્ધ પરમામરૂપને પામે છે (કૈવલ્યોપનિષદ્દ ૧૮ થી ૨૪).
• વેદની અપીયતા સંબંધનાં વિવેચન માટે અધ્યાય ૨, ઑ૦ ૩૯ તથા પૃષ્ઠ ૧૮૦, ૧૮૧ તેમ જ મહાકાલ પુરુષ વર્ણન ભાગ ૧, કિરણ ૧૧ તથા ૩૫ જુઓ,