________________
૭૩૨ ] अदितिर्देवतामयी ।
[ સિદ્ધાન્તાડ ભ૦ ગીઅ. ૧૫/૧૫ પ્રથમ પહેલા વર્ગમાં મૂકવામાં આવે છે અને સાત વર્ગ એ સૌથી છેલ્લો હેય છે. તેથી પ્રથમ ઘરમાં દાખલ કરતી વખતે લયબિંદુ તો છેલા દેરણુમાં ઉત્તીર્ણ થવા તરફ જ કેન્દ્રિત કરવામાં આવે છે. જયારે તે આરંભથી અંત સુધી આમ તેમ નહિ જોતાં એટલે વચ્ચે જ આ અભ્યાસ છોડી દઈ ઊલટા માગે નહિ
સાતમા ધોરણમાં ઉત્તીર્ણ થાય છે ત્યારે જ તેની પૂર્ણતા થઈ એમ ગણાય છે, તેમ જે વેદ(જ્ઞાન)નો આરંભ તેના અંત તરફ દષ્ટિ રાખી કરવામાં આવે અને અને પછી તે બેયને નજર સામે રાખીને આગળ વધવામાં આવે તે જ અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ ઝાડમાં અનેક શાખા પ્રતિશાખાઓ હોય છે અને તે સર્વનાં શાખાવાર અગ્રો પણ જુદાં જુદાં હોય છે છતાં તે બધામાં સોથી ઊંચામાં ઊંચી એવી શાખા તે એક જ દેય છે તથા તેને અગ્ર ભાગ એ જ ઝાડનો અગ્રભાગ ગણાય છે અને તે શાખાને જ મુખ્ય ગણવામાં આવે છે. તે પ્રમાણે આ વેદરૂપી વૃક્ષની એકાગ્રતાનો વિચાર કરવામાં આવે તો આ સિવાયનાં ઈતર તમામ શાસ્ત્રો કિવા પ્રસ્તુત સમયે જેટલાં જેટલાં જ્ઞાનનાં સાધને ઉપલબ્ધ કિંવા અનુપલબ્ધ હોય, પ્રકટ કે અપ્રકટ હોય તે સર્વ, તેમ જ ભવિષ્યમાં થશે અને ભૂતમાં થઈ ગયેલાં હોય તે તમામ જ્ઞાનસાધને; પછી તે સામાજિક, વ્યાવહારિક; પ્રાપંચિક ઇત્યાદિ ગમે તે સ્વરૂપનાં હે યા તે રાજકીય કિવા ધાર્મિક રવરૂપનાં હે, પૌવંત્ય યા પાશ્ચાત્ય પદ્ધતિનાં હે, તે સર્વનું મૂળ આ એક વેદ જ હોવાનું સિદ્ધ થાય છે. આ રીતે દરમ અથવા વિતંડાવાદનો ત્યાગ કરીને મૂળ પાયાનો જ જે વિચાર કરવામાં આવે તો અનેક મતમતાંતરો અને શંકા કુશંકાઓ નિર્મળ થશે.
વેદમાંથી જ તમામ વિસ્તાર થવા પામેલો છે ઉપર કહ્યા મુજબ સર્વજ્ઞાનનું મૂળ બીજ વેદ છે, એમ સિદ્ધ થતાં તેને મૂળ આશય કિંવા ઉદ્દેશ . બક્ષમાં લેવાની આવશ્યકતા ઊભી થાય એ પણ સ્વાભાવિક જ છે, સિવાય ત્યારપછીનાં થયેલાં કિંવા થનારાં સર્વ શાનો મૂળ આધાર પણ વિદ જ છે, એ પણ નિશ્ચિત સિદ્ધ થયું. છતાં કોઈ એમ કહે છે માગે છે, દિલી પ્રાચીનતા ભલે હોય પરંતુ અમુક શાસ્ત્ર તે બીજા કશાથી ઉત્પન્ન થયાં છે. અંદરથી એકાએક વિચાર યા કુરણા ઉત્પન્ન થઈ તેથી અમો આ જગતમાં નવી નવી શોધ કરી બતાવીએ છીએ તેને બીજા કેઈને આધાર નથી અથવા તેના આધારભૂત શાસ્ત્રોની શોધ અમને હજી લાગી નથી વગેરે; આમ કહેનારાઓના કથનમાં કેવળ દાંભિકતા જ જાય છે. કેમ કે તેઓને માથે તેની સાધાર શોધ કરી આપવાની જે જવાબદારી રહેલી છે તે ટાળવાનો તેમ જ લોકોમાં નામના મેળવવાને ઉદ્દેશ તેમાં રહેલો છે; તેથી તેઓ આ રીતે લોકોની આંખમાં ધૂળ નાખે છે. માટે જ્યાં સુધી તેઓ પોતાની શોધને આધાર નહિ બતાવે ત્યાં સુધી તે તેને વેદને જ માન્ય રાખવો પડે. કારણ વ્યવહારમાં પણ કોઈ વસ્તુનું વિમરણ થયું હોય અને તે ઘરમાં છે કિંવા હશે એ ખ્યાલ ન હોય અને જે અકસ્માત કોઈ ફુરણાને લીધે અથવા બીજી કોઈ વસ્તુની શોધ કરતાં તે વસ્તુ અનાયાસે મળી આવે છે તેને કોઈ નવી શોધ કરી એમ ન કહી શકાય કેમ કે એ વસ્તુ રે; હતી જ, માત્ર તે થકી પોતે અજ્ઞાત હતો એટલું જ. પૂર્વજોને તે તેની ખબર પણ હતી તેથી જે તે તેને જાણકારને પૂછે તે તે વસ્તુ ઘરમાં અમુક જગાએ મૂકેલી હતી અને તે વાતની તેમને જાણ પણ હતી એમ સમજી શકાશે. તે પ્રમાણે ચાલુ યુગમાં થઈ રહેલી નવી નવી શોધો સંબંધે જાણવું. જેમ કે વિષારી પદાર્થો કિરવા જે થકી વિનાશ થાય એવા પદાર્થો બાળકોના હાથમાં નહિ આવે એવી રીતની સંભાળથી તેને ગુપ્ત રીતે મુકવામાં આવે છે, તેમ આધુનિક ગણાતી શોધે જગતને નાશ કરનારી હોઈ તે વાત પૂર્વજોને માલમ હેવાને લીધે તેમણે તે ગુણાવસ્થામાં જ રાખેલી હતી; જેને આજકાલ પોતાને બુદ્ધિમાન માનનારા વૈજ્ઞાનિક ધના અને સુધારણાના નામે જગતના વિનાશને માટે પ્રકટ કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે.
ભૌતિક વિજ્ઞાનના મૂઢ સિદ્ધાંત જેમ વ્યવહારમાં કોઈ બાપના ચાર છોકરાઓ હોય અને તેમને ત્યાં પણ છોકરા તથા છોકરાના પ છોકરા એમ ત્રણ ચાર પેઢીઓ થઈ હોય અને તે પછી કોઈ છોકરો કહે કે, મારે દાદો તે આ નહિ પણ