________________
ગીતાહન ] (તથા) તે બંને (અવસ્થાઓ) અને તેને જાણનારે જે સાક્ષી છે તે (સહ) [ ૭૧૧
પણ તેમાં ભોગવેલા અનેક વિષયોનાં તથા કર્મોના બંધન તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ ઇત્યાદિ સકમ વિષયોને સાથે લઈ જઈ આ શ્રોત્ર, ચક્ષ, સ્પર્શ, રસના, ઘાણ અને મનનો આશ્રય કરીને આ જીવાત્મા વિષયોનું જ સેવન કર્યા કરે છે. ઉદ્દેશ એ કે, જયાં સુધી સ્વસ્વરૂપનું ભાન થઈ મન સહિત આ પાચ મુખ્ય એવી જ્ઞાનેંદ્રિયોનો વિલય થતો નથી, ત્યાં સુધી જીવાત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં અને બીજામાંથી ત્રીજા, સમષ્ટિમાંથી વ્યષ્ટિ અને વ્યષ્ટિમાંથી સમષ્ટિ કિંવા વિરાટ ઈત્યાદિ પૈકી મિથ્યા એવા આ સંસારચક્રમાંથી તે કદી પણ છૂટી શક્તો નથી.
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जान वा गुणान्वितम् । विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥ १० ॥
વિમૂઢ જોઈ શકતા નથી ઉ&ામતમ એટલે બહાર જતા અર્થાત દેહ વિનાના કિંવા સ્થિત એટલે દેહવાળા, ગુણો વડે યુક્ત ભોગવનારા (દેડી) ને વિમૂઢો જોતા નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા જ દેખે છે, અર્થાત્ શરીરમાંથી નીકળી ગયેલા અથવા રહેલા અથવા તો ગુગે પ્રકતિના હોવા છતાં પણ મારા જ છે એવી રીતે મિયા અભિમાન વડે માની લઈ તેની સાથે યુક્ત થયેલા વિમૂઢ, આ સર્વ ત્રણ ગુણોને પસારો તો મિથ્યા માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) નો હોઈ તેનો ભક્તા, સાક્ષી અથવા દ્રષ્ટા તો ઈશ્વરે (વૃક્ષાંક ૨) છે. અર્થાત હું દેહાદિક નથી પરંતુ જેને મારું, મારું એમ કહેવામાં આવે છે તે તમામનો દ્રષ્ટા છું, તથા તે “હું” નો પણ દ્રષ્ટા શુદ્ધ હું છું. એ રીતે પિતાને જોતા નથી પરંતુ હું એટલે શરીર જ છું અને આ ત્રણ ગુણો વડે ચાલનાર તમામ વ્યવહાર શરીરધારી એવા મારા વડે જ ચાલી રહેલો છે. એ મુજબ હું એટલે શરીર જ એવા પ્રકારની ક્ષદ્ર દષ્ટિવાળા અત્યંત મૂઢે હંમેશાં દેહાસક્તિમાં જ રચ્યાપચ્યા રહેલા હોય છે. આ સર્વ દસ્યાદિનો 'સાક્ષો તો તે સર્વથી ભિન્ન એ ઈશ્વર કિંવા ક્ષર પુરુષ (વૃક્ષાંક ૨ ) હોઈ તે સૌથી અલિપ્ત છે. આ સર્વ દયાભાસ તો પ્રકૃતિ કિંવા માયા (વૃક્ષાંક ૩)ને સત્વ, રજ અને તમાદિ ગુગે વડે વૃદ્ધિને પામેલો છે, તેની સાથે આ દ્રષ્ટા, સાક્ષ કિંવા ઈશ્વર (વૃક્ષાંક ૨) નો કિંચિત્માત્ર પણ સંબંધ નથી. એવી રીતને પ્રકૃતિપુરુષને વિવેક આ અત્યંત મૂઢ બનેલાઓમાં હેત નથી. તેઓની તે દેહ એટલે જ હું એવી દઢ માન્યતા થયેલો હોય છે. તેવા મલિન અને આસુરી બુદ્ધિવાળા મૂઢ અવિવેકીએ દેહાદિકથી અલિપ્ત એવા દેહીને દેખી શકતા નથી પરંતુ જ્ઞાનચક્ષુવાળા વિવેકીએ જ વિચાર વડે પ્રકૃતિપુરુષને સારાસાર વિવેક કરીને તેને સત્યસ્વરૂપે જોઈ શકે છે. આવા વિવેકીએ જ મેં ઉપર કહ્યા પ્રમાણે જીવ ખરેખર આત્મસ્વ૫ એવા મારે અંશ હેઈ મારાથી અભિન્ન કેમ છે, તે સારી રીતે સમજી શકે છે. જીવ અને આત્મામાં કિંચિત્માત્ર પણ ભેદ નથી. આ જીવ અને આ આત્મા એવી દષ્ટિએ શાસ્ત્રોમાં જે વર્ણને આવે છે તે કેવળ અનાનીઓને સમજાવવા પૂરતાં જ છે, વાસ્તવિક નથી. આ સંબંધે શાસ્ત્રમાં આવેલા વર્ણનનો સાર નીચે પ્રમાણે છે,
જીવ અને આત્મા અભિન્ન છે જીવ અને આત્મા એકરૂપ છે, બંનેમાં ભેદ બિલકુલ છે જ નહિ; આ રીતે એજ્યભાવની શાસ્ત્રમાં રસ્તુતિ કરવામાં આવેલી છે તથા છો અને આત્મા ભિન્ન ભિન્ન છે; એવા પ્રકારે અનપણની નિદા કરવામાં આવી છે. કારણ કે આત્મા સફૂપ છે, જીર અને આત્માની માનવામાં આવેલી પૃથફતા ઉત્પત્તિ પહેલાં તથા ભવિષ્યની વૃત્તિ વડે ગૌણ ૨૫ છે, તે મુખ્યરૂપે નથી. અર્થાત ઉત્પત્તિ પહેલાં જીવ અને આત્મા એવાં ભેદ હોતો નથી તેમ ભવિષ્ય એટલે જીવાત્માનો વિલય થયા પછી ૫શુ એ ભેદ રહેતો નથી એટલે મખમાં માનવામાં આવતા આત્મા અને જીવન ભિન્નપણા સંબંધો વણને અજ્ઞાનીઓને સમજાવવા પૂરતાં