________________
૭૨૪]
યઃ પૂર્વ તમો નાસમશ્નરઃ પૂર્વગાયત |
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૫/૧૫
જ કાર્ય લેવું પડે છે. જે બધાની સંમતિ અનુસાર વ્યવહાર કરવામાં આવે તે જ તેમને ઘરકારે ભારે શાંતિથી અને સરળ રીતે ચાલી શકે છે. આ નિયમ સમષ્ટિ જીવોના વ્યવહારમાં વિસારે મૂકવામાં આવ્યા છે. સમષ્ટિમાં ચોરાશી લાખ યોનિ કિવા સ્થળ આકારરૂપે જીવાત્મા પોત પોતાની વાસનારૂપ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આ તો રસ્થળ આકારોની વાત કહી. સૂમની વાત તો દૂર જ રહી. આ સ્થળનો વ્યવહાર ચાલવાને માટે પણ તેમાંથી ત્યાશીલાખ નવાણું હજાર નવસો નવાણુ યોનિ અર્થાત આકારોની સંમતિ લીધા સિવાય કેવળ એક મનુષ્ય યોનિએ જે નિયમેં અથવા વ્યવહાર કરાવ્યો હોય તે સત્ય કેવી રીતે કહી શકાય?
વ્યવહારનિયમ ઘડતી વખતે મનુષ્ય પશુઓની સલાહ કેમ લેતા નથી? મનુષ્યો આ વ્યવહાર નિયમો ધડતી વખતે પશુપક્ષી આદિની કદી પણ સંમતિ લેતા હોય એમ જણાતું નથી. ખરેખર જ જે તેમની એવી વ્યાપક ભાવના હેત તો તેઓ મનુષ્યતર સર્વ યોનિના વ્યવહારોને સમજી લઈને તે ઉપરથી શાસ્ત્રરચના કરત અને જો તેમ થાત તો પછી મનુષ્યો ઉપર પશુપક્યાદાનું જ રાજ હોત. કારણ કે બહુમતિનો વિચાર કરતાં, મનુષ્યો કરતાં ઈતર યોનિઓ જ સંખ્યામાં પુષ્કળ છે; અને જો આમ થાય તો પછી આજે ધારાસભાઓ અને રાજસભાઓ વગેરેમાં પહાડોનો રાજા હિમાલય, ઝાડાનો પ્રતિનિધિ વેડ, પિપળ; પક્ષાઓનો રાજા ગરુડ, વનને રાજા સિંહ, સર્પાદિને રાજા અનંત નાગ વગેરે બિરાજ્યા હત; તેમજ મ્યુનિસિપલ જેવી સ્થાનિક સંસ્થાઓ અને કહેવાતી લોકસભામાં કુતરાં, બિલાડાં, ઉંદર, મરછરે, કીડીઓ વગેરેના મુખ્યો જ બિરાજમાન થયેલા જોવા મળત. તાત્પર્ય એ કે, આમ વ્યાપક અને વિરાટ ભાવનાને વિચાર છોડી દઈ દુરાગ્રહ વડે મનુષ્યરચિત વ્યવહાર કાયદાઓ રચવામાં આવેલા છે, જે પોતાનો સ્વાર્થી સાધવા પૂરતાં જ છે એમ નિરભિમાન વૃત્તિ વડે કબૂલ કરવું પડશે. આ રીતે દુરાગ્રહ છોડી દઈ સૂકમતાથી વિચાર કરવામાં આવે તે મનુષ્યો અને તેમનો ઠરાવેલો સર્વ વ્યવહાર કેવળ હાંસીપાત્ર જ ગણાશે. સારાંશ એ કે, આ સર્વ વિરાટ વ્યવહારની યોજના વિધાતા બ્રહ્મદેવે દરેકની યોગ્યતાનુસાર પૂર્વકર્માવશાત સારી રીતે કરેલી છે. તે વ્યવસ્થાનું પ્રયોજન એ છે કે મનુષ્ય પોતે પોતાની મરજીરૂ૫ નહિ વર્તતાં નિયતિક્રમ જાણી અપૌરુષેય એવા જ્ઞાનવરૂપ વેદવેદાંગાદિ શાસ્ત્રોમાં બતાવ્યા ધોરણે વર્તે. કારણ મનુષ્યમાં બુદ્ધિને અંશ પૂર્ણપણે હોવાથી જગતનું માયાવીપણું સમજી આભપ્રાપ્તિ કરી તેઓ કૃતાર્થ બની શકે છે. મનુષ્યતરો તે પ્રાપ્ત કરવા શક્તિમાન નથી. મનુષ્યોનિમાં જ એ અંતિમ ધ્યેય કે જેને માટે જગતાદિને આ સર્વ વ્યવહાર સ્વપ્નવત પ્રતીત થયેલો ભાસે છે તે બેય પ્રાપ્ત થઈ શકે છે, તેથી તેમની યેગ્યતા વિશેષ ગણેલી હોઈ તે એયને નજર સામે રાખીને અને મનુષ્યોના હિતનો વિચાર કરી લેયપ્રાપ્તિ કરી તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ શકે એટલા માટે તે પ્રસ્તુત કરેલી છે.
બુદ્ધિને ઉપયોગ નહિ કરનાર પશુઓ જ છે. આ રીતે મનુષ્યમાં બુદ્ધિને અંશ પૂર્ણપણે હેવાથી સારાસાર વિવેક કરી સત્ય સ્વરૂપ જાણવાની તેના ઉપર મોટી જવાબદારી રહેલી છે. પશુપયાદિ તો કદાચ આ મિથ્યા એવા અજ્ઞાની વ્યવહારમાં ફસાય, પરંતુ જો મનુષ્ય પોતાની જવાબદારી શું છે તે નહિ સમજતાં આત્મતત્ત્વરૂપ ધ્યેય પ્રાપ્ત કરી લેવાનો પ્રયત્ન નહીં કરે અને કેવળ આજીવિકા, નિદ્રા, એશઆરામ, ભય તથા વિષયોપભોગમાં જ રચ્યાપચ્યા રહી આખો જન્મારો પશુઓની જેમ જ વિતાવશે તે પછી પિતાને બુદ્ધિશાળી માનનારા એવા તેઓને શિંગડાં અને પૂંછડાં વિનાના નર પશુઓ જ સમજવા; તેમનામાં અને પશુઓમાં શો ભેદ? મનુષ્યતરથી મનુષ્યો કાંઈ શરીરબળમાં શ્રેષ્ઠ હોતા નથી પરંતુ કેવળ બુદ્ધિબળમાં જ શ્રેષતા ધરાવે છે અને બુદ્ધિબળની શ્રેષ્ઠતાને લીધે જ તેઓ વ્યાધ્રાદિ જેવાં બળવાન અને હિંસક પ્રાણીઓને જેર કરી બંધનમાં રાખી શકે છે. એ તે સામાન્ય સંસારની વાત કરી પરંતુ જે મનુષ્યો ધારે તે પોતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ બની આવા કરોડો બ્રહ્માંડે પણ ઉત્પન્ન કરી શકે છે એટલું જ નહિ પરંતુ આત્મસ્વરૂપ બની સર્વ બળવાનેને પણ બળનો આશ્રય આપનારા મહાન સમર્થ થઈ શકે છે અથવા તો દીનમાં દીન બની જઈ દયાને પાત્ર બને છે. આ બધું બુદ્ધિને સદુપયોગ ક્રિયા દુરુપયોગ કરવો તેના ઉપર અવલંબે છે,