________________
ગીતાદેહન ] એમ જાણે છે તેથી તે તેનું (દ્વૈતભાવે) રક્ષણ કરવાને ઇચ્છતો નથી. તત્ તે આ જ છે. [ ૩૨૩ પણ થતી હોવાનું જણાઈ આવે છે. જેમ મનુષ્યમાં આસન લગાવીને કિવા નિદ્રાના સમયે સ્થિર અને નિશ્ચન્ટ બેસી વા પડી રહેવાની ક્રિયા થતી હોવાનું જણાય છે તેમ સ્થાવર ગણાતા પહાડો પણ લાંબા કાળ સુધી સ્થિર બેસી રહેવાની (નિદ્રા જે ૧) ક્રિયા કરી રહેલા દેખાય છે. તાત્પર્ય એ કે, ક્રિયા વગેરેની દૃષ્ટિએ વિચાર કરીશું તો પણ મનુષ્યો અને તે કરતાં અન્ય એ છે સ્થાવરજંગમ તથા પશુપયાદિમાં સમાનતા જ જણાઈ આવશે. તેમાં ફક્ત ભેદ એટલો જ જોવામાં આવે છે કે મનુષ્ય આ સર્વ ક્રિયા પિતપોતાના મન પ્રમાણે એકદમ એક સાથે અથવા જુદી જુદી પણ કરી શકે છે, ત્યારે મનુષ્યતર પ્રાણીઓ તથા સ્થાવરજંગમાદિ વગેરેમાં કેાઈમાં એક તો કેાઈમાં અનેક ક્રિયાઓ થતી હોવાનું જણાય છે. વિચારશીલ પુરુષો સમજી શકશે કે આમ ક્રિયાઓમાં સર્વીશે અથવા એકાંશે પણ જે સામ્ય જણાય તે તે થવાને માટે ખાસ કાંઈ સંકેત તો હોવો જોઈએ; પરંતુ મનુષ્યતર સ્થાવર જંગમાદિના એ સંકેતોથી મનુષ્યો અજ્ઞાત હોય છે, એટલું જ. જેમ મનુષ્યતરની ભાષા કિંવા સંકેતો મનુષ્યાદિને માટે નિરર્થક છે તે પ્રમાણે આ મનુષ્યની ભાષા અને વર્ણાદિની વ્યવહારરચના મનુષ્યતરોને માટે તદ્દન નિરુપયોગી છે; કારણ કે તેઓ તેથી અજ્ઞાત હેાય છે, અને મનુષ્યતરની વ્યવહારરચનાથી મનુષ્ય અજ્ઞાત હોવાથી તેને તે નિરર્થક ગણે છે એટલું જ આમ એક બીજાની દૃષ્ટિએ બંને પરસ્પર નિરર્થક ઠરે છે.
મનુષ્યરૂપી ઈંઠાં ઝારે પરસ્પર એક બીજા સાથે પોતાનો વ્યવહાર આપસઆપસમાં સરળતાથી થઈ શકે એટલા માટે મનુષ્યોએ જે કાંઈ આ જગતની અંદર વ્યવહારરચના કરેલી હોવાનું જોવામાં આવે છે તેમાં તેણે કેવળ પિતાનો સધાય તેટલો સ્વાર્થ સાધવા તરફ જ વધારે ધ્યાન આપ્યું છે. આ મનુષ્યરચિત વ્યવહાર ખરેખર એકતરફી હોઈ તે કેવળ એક પોતાની સ્વાદષ્ટિનો જ વિચાર કરીને કરે છે. તેને એકતરફા શા માટે કહેવામાં આવે છે તેનો વિચાર કરવાની જરૂર છે. આ મનુષ્યએ પિતા માટે “મનુષ્ય” શબ્દની તથા અન્યને માટે પહાડ, ઝાડ, પશુ, પક્ષો ઈત્યાદિ નામના આરોપની યોજના કરેલી છે, પરંતુ મનુષ્યોએ આપણે માટે સ્થાવર જંગમાદિ તથા પશુપયાદિક એવા નામે વાપરેલો છે, એમ મનુષ્યતરે કાંઈ જાણતાં નથી અથવા તે તેઓ એમ પણ સમજતાં નથી કે આ મનુષ્ય કહેવાય અને અમો પશુ, પક્ષ્યાદિ છીએ; કિવા તેથી ઊલટું પશુપજ્યાદિએ પણ પોતપોતાની ભાષામાં પો ને માટે કાંઈ સંજ્ઞા ધરાવતા હશે તથા મનુષ્યાદિને માટે કઈ પણ સંજ્ઞા તેમની ભાષામાં હશે, તેની મનુષ્યોને કપના પણ હોતી નથી. વ્યવહારમાં પણ આરોપ છે ત્યારે જ સિદ્ધ થાય છે કે, જ્યારે ન્યાયાધિશ બંને પક્ષોનું કહેવું સાંભળી લીધા પછી જ યોગ્ય ન્યાય આપે છે એટલે જેના ઉપર ગુનાનો આરોપ કર્યો હોય તે આરોપી પોતે કબૂલે અથવા પુરાવાઓ ઉપરથી તે સિદ્ધ થાય તો જ તે શિક્ષાને પાત્ર ઠરે છે. આમ બંને પક્ષોનું સાંભળી લીધા પછી જ આરોપ સિદ્ધ થઈ શકે છે એવો વ્યવહારમાં પણ જાય છે પરંતુ મનુષ્યોએ તે પિતાના વ્યવહારમાં કેવળ એકતરફી નિશ્ચય કરીને આમને પશુપક્ષ્યાદિકે કહેવા એમ ઠેરવી વ્યવહાર શરૂ કરેલો છે. પશુ પોતે એમ નથી કહેતાં કે “હા” તમે મનુષ્પો છો અને અમે પશ છીએ. કદાચ કોઈ મનુષ્ય પશુને બદલે તેમને બીજાં કોઈ નામ, ૨૫ કે વર્ણાદિથી સંબોધે, તો તેથી તેઓ કાંઈ એમ પણ નથી કહેતાં કે, અમે તો પશુ છીએ માટે તો બીજું નામ શા માટે કહે છે એટલું જ નહિ પરંતુ મનુષ્યતરોને તે ક૯૫નાએ હોતી નથી કે મનુષ્ય નામથી ઓળખાતું કાંઈ જગતમાં છે અથવા તેમનામાં કોઈ ભાષા અથવા વ્યવહારરચના છે, મનુષ્ય માટે મનુષ્યતર વૃક્ષાદિકે એવા વિચાર નહિ કરતાં હોય કે આ પાંદડાં અને ફળફૂલ વગરનાં હંઠાં ઝાડ એક જમા ઉપર અમારા જેમ સ્થિર કેમ ઊભાં નથી રહેતાં? આમથી તેમ ને તેમથી આમ કેમ ફર્યા કરે છે? આ ઠુંઠાં ઝાડાનાં મૂળિયાં જમીનમાં કેમ દટાતાં નથી ?
વેદવેદાંગાદિ મનુષ્યને માટે જ કેમ? આ મનુષ્યવ્યવહારમાં પણ સર્વ સામાન્ય રીતે એ નિયમ જોવામાં આવે છે કે કોઈ કુટુંબમાં ઘણાં મનુષ્ય હોય છે. તેમાં કોઈ સત્ત, કોઈ રજ તો કોઈ તમે ગણવાળાં હોય છે. તે સર્વની સાથે હળીમળીને