________________
ગીતાહન | જત, ભવિષ્યાદિ (કાળ) નિયામક ઈશ્વર એ બને પણ આત્માથી અભિન્ન છે. [૭૨ તારા એકલા ઉપર જ આ૫ થયેલો ગણાય, તેમ આ એક એવા હું ઉપર જ તું, તે, હું, આ, મારું, તારું, હું અમુક જાતિને છું, હું અમુક વર્ણને છું, હું ક્ષત્રિય છું, હું શરીરધારી છું, હું ગૃહસ્થાશ્રમી છું, હું અમુક આકૃતિવાળો છું, હું મજબૂત છું, હું શર છું, હું દીન છું, હું અમુક રંગનો છું ઇત્યાદિ અનેક નામરૂપ, વર્ણ, જાતિ, જ્ઞાતિ, આકારાદિનો આરોપ કરવામાં આવે છે, તે સર્વ આ એકને એક એવો હું જ છે એમ સમજ.
આ સાંભળીને અને પૂછયુંઃ ભગવન! સર્વ મનુષ્ય પોતપોતાને માટે તો હું હું એમ કહે છે એ વાત તો સાવ સાચી જ છે અને તે હું એક હાઈ વ્યાપક છે તથા તેનો અનુભવ પણું મને આવે છે તેમ જ સર્વવ્યવહાર મિયા કેવી રીતે કરે છે એ પણ હું સારી રીતે સમજો પરંતુ મને એક શંકા છે કે નામ" વિગર એકલા હુ વડે વ્યવહાર કેવી રીતે ચાલી શકશે?
સત્યમાં અસત્ય ક્યાં રહેશે એવી ચિંતા નિરર્થક છે ભગવાને કહ્યું : અરે ! આપણે તો સત્યની શોધ કરવાની છે તેમાં વળી અસત કયાં રહેશે એવી ચિંતા રાખવાનું કાંઈ પ્રયોજન નથી. સિવાય ઉપરના કથન ઉપરથી તારા ધ્યાનમાં આવ્યું જ છે કે સર્વ વ્યવહાર તે તદ્દન મિથ્યા એટલે ખોટો કરે છે. કારણ આકાર, રંગ, વર્ણ, જાતિ, નામ, ૨૫, આશ્રમ ઇત્યાદિ ભેદભેદ તો “તું', આ ઇત્યાદિ મમ ભાવોના જ છે જે ભાવોનું અસ્તિત્વ આ ડુંમાં છે જ નહિ. વ્યવહારમાં જે તું, તારું, મારું, ઇત્યાદિ ભેદ ભાસે છે તેની કલ્પના કરવાને માટે પ્રથમ “હુ'ની જરૂર પડે છે, પરંતુ હું ને જાણવાને માટે “હુ’ શબ્દ વગર બીજુ કોઈ (દસ્ય) સાધન જણાતું નથી. તેથી હુંનું સ્વરૂપ “હું' શબ્દથી વિગળે એવું બિલકુલ હોતું જ નથી. તેને જાણવાને માટે હું કહેવું એટલું જ એક સાધન છે. આ કરતાં આપણે આ “હુંના સ્વરૂપ સુધી પહોંચ્યા. માયા, અવિદ્યા, અસત, અજ્ઞાન, જીવ, મન, બુદ્ધિ ઇત્યાદિ સર્વ દૈતરૂપ મિથ્યાભાનો આરોપ આ “હું” ઉપર જ વિવર્તરૂપે કરવામાં આવેલો છે.
મિથ્યા વ્યવહાર કેવી રીતે ચાલશે તેની ચિંતા અયોગ્ય છે આત્માની પ્રાપ્તિ કરી લ્યો એમ સર્વ વેદ, વેદાંગો, અતિ, રમૃનિ, શાસ્ત્રો તથા પુરાણદિ કંઠશોષ કરીને મોટે મોટેથી પોકારી રહ્યા છે, પરંતુ મૂઢ અથવા અજ્ઞાની છો તો શાસ્ત્રકારો જેના નિર્દેશને માટે આત્મા, પરમાત્મા ઇત્યાદિ સંજ્ઞાઓ વડે પોકાર કરી કરીને કહી રહ્યા છે તે આમાં એટલે શરીર અને આ શરીરને કોઈપણ ઉપાય વડે તાચવતાં રહેવું તેમ જ અહિક વિલાસ કિંવા વિષયભોગો ભોગવતા રહેવું, એ જ એકમાત્ર પિતાના કર્તવ્યની સમાપ્તિ સમજે છે. શરીરનો કિંવા શરીરમાં કોઈ પણ અવયવ પ્રવ્યવયવોનો નાશ થવો એટલે જાણે આત્માનો જ નાશ થયો ન હોય એવી તેમની દૃઢ માન્યતા હોય છે, તેથી તેઓ બિચારા આ ભ્રમમાં ને અમમાં આખો જન્મારો આંધળાની જેમ પશત્તિમાં જ એટલે કે કેવળ ઉદરપણુ તથા ઇંદ્રિયોની તૃપ્તિને અર્થે જ ગુમાવે છે. વાસ, આટલું આટલું કરવા છતાં પણ જેના ઉપર કદી વિશ્વાસ રાખી શકાય નહિ, એવું આ અવિશ્વસનીય શરીર વખત આવતાં એક ક્ષણમાત્રને માટે પણ કાર્યની શરમ રાખ્યા સિવાય છોડીને તત્કાળ ચાલ્યું જાય છે અને અનંત વાસનાઓને લીધે ભ્રમિત બનેલા છવને ફરીથી જન્મ ધારણું કરવો પડે છે આ પ્રમાણે આ ચક્રરૂપ કમ જે અનાદિ કાળથી ચાલી આવેલો જોવામાં આવે છે તેનું કારણ કત એ છે કે આ “હું એટલે કે તેની ઓળખ લોકોને હોતી નથી. આથી મિથ્યા હોવા છતાં પણ
આ બધો વ્યવહાર આટલો બધો ચિરસ્થાયી અને વિશાળ થવા પામેલો દેખાય છે અર્થાત તે તદ્દન અસત, હાઈ મિથ્યા છે તેથી આ મિથ્યા વ્યવહાર કેવી રીતે ચાલશે તેની ચિંતા કરવાનું કાંઈ પ્રયોજન નથી, મિથ્યા વસ્તુની તે વળી ચિંતા શી કરવી ? જાગ્રત થયા પછી સ્વપ્ન કયાં ગયું તેની કોઈ પાછળથી ચિંતા અથવા શોધ કરે છે ખરું કે? સ્વપ્નમાંના આટલા બધા આપણું ભાઈભાંડુઓ તથા પ્રદેશ વગેરે કયાં ગયા તેમને જરા મળી આવીએ અથવા તો બિચારું તે સ્વનું કયાં ગયું હશે ? આપણે જાગી ગયા એ ધણું ખોટું થયું ઇત્યાદિ પ્રકારે તેની કોઈ ચિંતા કરે છે ખરા ? તાત્પર્ય એ કે, આ મુજબ આપણે