________________
ગીતાસાહન 3
(તેમ જ જે) જીવાત્મા છે તે અને–
[[ ૭૧૯
સર્વસ્ય ચાહમ હે પાર્થ ! વળી સર્વના જ હદયમાં હું એ રૂપે સન્નિવિષ્ટ થએલો છે એટલે પેલો છે. સ્મૃતિ. જ્ઞાન અને અપહન અથત હ છે એવું જ્ઞાન તથા તે હું એટલે આ મિથ્યા દેહાદ નહિ પરંતુ અનિર્વચનીય એવો આત્મા છે એ મુજબની સ્મૃતિ અને તે બંનેનું વિસ્મરણ પણ મારા વડે જ થાય છે. સિવાય સર્વ વેદે વડે જાણવા ગ્ય એવો હું જ છું. વેદને જાણવાવાળા અને વેદનો અંત કરનારો એટલે જ્યાં જાણવાપણાને વિલય થઈ જાય છે એવો પણ હું જ છે.
હું ખરો કે તું ખરે ? ભગવાન કહે છે: હે ભારત ! હું એટલે શું ? તે હવે તેને સારી રીતે સમજાયું ને? અરે, જરા વિચાર કરીને જે કે દરેક મનુષ્ય પોતે પોતાને માટે હું છું અને બીજાને માટે તું છે એવી સંજ્ઞાઓ વડે
વ્યવહાર કરતા નજરે પડે છે, એ વાત તો સ્પષ્ટ રીતે તારા ધ્યાનમાં આવે તેવી છે ખરી ને તારે પોતાને માટે શું કહે છે? ઉત્તરઃ “હ”. આ ભીમ, દ્રોણ, જયદ્રથ, કણું ઇત્યાદિ યાદ એ પણ પિતપતાને માટે શું કહેશે ? હું જ કહે છે ખરું ને? આ રીતે તું અને આ બધા પોતપોતાને માટે જે “હું” એવી સંજ્ઞા વાપરે છે તો પછી તને અર્જુન, ધનંજય, પાર્થ ઇત્યાદિ નામોની સંજ્ઞાઓ વડે બોલાવવામાં આવે છે તે શું ન્યાય દષ્ટિએ યોગ્ય ગણાય? તેમ જ આ ભિષ્માદિ પણ સવે પોતપોતાને માટે હું હું એમ કહે છે તથા તેને તું, તમે, ભીષ્મ, દ્રોણુ વગેરે નામો વડે બેલાવાય છે. તો શું તે તને યોગ્ય અને ન્યાયી લાગે છે? અરે ! આ વ્યવહારમાં પણ જો તારાં અર્જુન એવું નામ છે તે તને કોઈ અજાણતાથી દુર્યોધન, કર્ણ કિંવા બીજી કોઈ નામ વડે બોલાવે તે તું તેને “એ” એવો ઉત્તર આપશે ખરો કે? અથવા તો તું તેને કહેશે કે મારું નામ અર્જુન છે, મને ખાટાં નામ વડે કેમ બોલાવે છે? વળી કોઈ જાણી જોઈને તેને બીજાં નામો વડે બોલાવે તો, તેને આ મશ્કરી કરે છે અથવા તે તે જૂઠ બોલે છે એમ કહીશ, ખરું ને! આમ વ્યવહારમાં પણ પોતાના કરેલા નામ વગર બીજા કોઈ .. નામો વડે બોલાવવાવાળા જે ખોટા ગણાય છે તે પછી આ વ્યવહારમાંની જ સત્ય ને અસત્યની વ્યાખ્યાન આધાર વડે જે હું વિચાર કરે તે પણ તને જણાશે કે તું અને આ બધા જે પિતાને હું હું એમ કહે છે તે તેમને તું, તમો, દ્રોણ, ભીષ્મ વગેરે કહેવામાં આવે છે તે શું સાચું કહેવાય કે તેને જાણી જોઈને આ બધાની મશ્કરી કરવામાં આવે છે એમ કહેવું? આમ થોડો વિચાર કરી જેવાથી જણાશે કે હું, તું, આ શત્ર સૈન્યના તમામ યોહાઓ પોતે પોતાને માટે હું જ કહે છે તો પછી તેમને તું, તમો એવી સંજ્ઞાઓ આપવી એ જ પ્રથમ તો તેમની મશ્કરી કરવા સમાન છે. સાચી વસ્તુસ્થિતિ જો આમ છે તો પછી તેમને તમો ભીષ્મ છે, દ્રોણ છે, શરીર છે, વૃદ્ધ છે, કાકાએ છે, ગુરુઓ છે, ઇત્યાદિ છે એમ કહેવું એ શું ન્યાયી ગણાય? આ રીતે થોડો વિચાર કરવાથી જણાશે કે જગતમાં આ કેવી ગમ્મત ચાલી રહેલી છે? જેમ દાગીના અને સુવર્ણ વસ્તુતઃ એક જ છે છતાં દાગીનામાંથી જે સુવણું કાઢી લેવામાં આવે તો દાગીના જેવી કે વસ્તુ રહેવા પામશે જ નહિ એટલે સુવર્ણ એ સત્ય છે તેને દાગીના કહેવું એ તદ્દન અસત્ય ઠરે છે, એમ કહે અથવા સુવર્ણમાં દાગીના છે જ નહિ અથવા તો એમ કહો કે અમો સુવર્ણને જ દાગોને એવું નામ આપીએ છીએ એટલે સુવર્ણ કહેવાને બદલે તેને જ દાગીના કહીએ છીએ એમ કહેવું પડશે, તેમ આ સર્વે કે જે પોતપોતાને હું હું એમ કહે છે તે હું ને જે કાઢી લેવામાં આવે તે પછી તું, તમે, મારું, તારું, નામ, રૂ૫ વગેરે કાંઈ રહેવા પામતું જ નથી. હવે તું પિતે જ તારે વિચાર કરીને જે અને તું જે પિતાને હું એમ કહે છે તે “હું” ને વિલય કરી દે એટલે હું અર્જુન છું, આ મારું શરીર છે, હું ક્ષત્રિય છું, હું પાંડુને પુત્ર છું, હું પિતા છું, હું પતિ ૬ અમુક કર્તવ્ય છે, આ મારા શત્રુઓ છે, આ મારા મિત્ર છે, આ મારા સંબંધીઓ છે, આ મારી માતા છે, આ મારા ભાઈઓ છે, હું અમુક કરી રહ્યો છું, હું અમુક નથી કરતે, હું અમુક જાણું છું, હું અમુક