________________
ગીતાહન] (સિવાય) જે આ (આત્મા)ને (દયા દસમૂહના અધિષ્ઠાતા રૂપે જાણે છે)– [ ૭૧૭
વિશ્વાનર કહેવામાં આવે છે. આ અગ્નિ જ જે જે અન્નનું ભક્ષણ કરવામાં આવે તેનું તત્કાળ પાચન કરે છે. આ અનિમાંથી થતો અવાજ એટલે હૃદયમાંથી થતું “હું હું” એવું સ્કરણ જ્યારે તમામ બાહ્ય સાધના બંધ થાય ત્યારે જ સાંભળી શકાય છે અર્થાત તમામ બહિર્મુખ દૃષ્ટિનો વિલય થાય ત્યારે જ તે સ્વયં કઈ પણ સાધન વિના સાંભળવામાં આવે છે (પ્રથમ છે અને પછી સોહમ્ નાદ પણ સ્પષ્ટ રીતે સંભળાય છે), પરંતુ જ્યારે અગ્નિ સુખદુઃખના ભકતા એવા આ શરીરનો ત્યાગ કરે છે ત્યારે તે ઘેષ પણ સંભળાતો નથી. એટલે જ્યારે હું ભાવના તેના સાક્ષીભાવ સહ વિલય થઈ જાય છે ત્યારે જ તે સર્વ સુખદુ:ખાદિથી પર થઈ શકે છે. જયારે કેવળ સર્વ દૃશ્યના સાક્ષી દ્રષ્ટા (વૃક્ષાંક ૨)માં સ્થિત થઈને દશ્યને જોવામાં આવે છે અને ઇતર સર્વા ભાવનો વિલય કરવામાં આવે છે ત્યારે આ આત્મરૂપ વૈશ્વાનર “ હુ” એવા રકુરાણુ વડે જ પ્રતીત થતો હોવાનું અનુભવાય છે; પરંતુ જ્યારે આ દ્રષ્ટાભાવનો પણ વિલય થઈ જાય છે, ત્યારે દેવભ, નિવૃત્તિ થઈ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થઈ શકે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ શેષ સંભળાતો બંધ થઈ જાય છે. આમ આ હું રૂપે પ્રતીત થનારો પણ વાસ્તવિક તે આત્મરરૂપ એવે, વૈશ્વાનર જ છે, (બ૦ ઉપ૦ ૦ ૫ શ્રા૦ ૯ જુઓ.)
અહમ વૈશ્વાનરે ભૂલ્યા ઉપરના શ્રતિના કથન ઉપરથી જાણી શકાશે કે વૈશ્વાનર એટલે આત્મા જ છે. આ આત્મા પોતે જ આદિત્યાદિને તેજ આપી રહ્યો છે, પૃથ્યાદિને બળ આપે છે અને આધિને ચકરૂપે અમૃત આપે છે તથા દરેક Iણીઓનાં હદયમાં વિશ્વાનર નામના અગ્નિરૂપે “હું હુ” એવા કુરણ વડે થિત હોઈ તે (૧) ભક્ષ્ય: એટલે જે પદાર્થો દાંત વડે ચાવીચાવીને ખવાય છે, તેને ચવ્યું પણ કહે છે જેમ રોટલા રોટલી પુરી વગેરે જેવાં (૨) ભોજ્ય : એટલે જે દાંતની ક્રિયા વિના ફકત જીભ વડે જ ચાળવી ચાળવીને એટલે હલાવીને ગળી જવામાં આવે છે તે, જેમ કે ખડીસાકર, મા, બરફી, પેંડા વગેરે જેવા પદાર્થો; (૩) લેહ્ય; એટલે જે જીભને અડકતાં જ રસના સ્વાદમાત્રથી જ ગળી જવાય છે તે; જેમ કે શિખંડ, ગેળની ચાસણી, ચટણી વગેરે જેવા પદાર્થો, (૪) ચાષ્ય: એટલે જે પદાર્થોને દાંત વડે ચાવીને ફકત તેમને રસ અંદર ઉતારી કૂચાઓ બહાર ફેંકી દેવામાં આવે છે તેવા કેવળ ચુસીને જ ખાવાના ઉપયોગમાં આવતા શેરડી જેવા પદાર્થો, અભક્ષણના મુખ્ય આ ચાર પ્રકારો છે. (અહીં અન એ શબ્દનો અર્થ જગતમાંના કટકાદાથી તે મનુષ્ય સુધી શરીર પોષણને માટે ખાવામાં આવનારી તમામ વસ્તુઓ સમજવી.) આ સર્વ વસ્તુઓ ભક્ષ્ય, ના, લેવા અને ચોખ્ય એ ચાર પ્રકારે જ ખાઈ શકાય છે તથા તે વડે પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન એ શરીરમાં રહેલા પાંચ વાયુઓનું પોષણ થતું રહે છે. આ પાંચ વાયુઓ જેમ વ્યષ્ટિ શરીરમાં હોય છે તેમ સમષ્ટિ શરીર એટલે આખા બ્રહ્માંડને તેના અભિમાની બ્રહ્મદેવમાં પણ હોય જ છે, આ પ્રાણાદિ જ ૫રસ્પર સમષ્ટિમાંથી વ્યષ્ટિ અને વ્યષ્ટિમાંથી પુનઃ સમષ્ટિમાં એમ ખેપ કયો કરે છે. અત્રે આપવામાં આવેલું વર્ણન સમષ્ટિની ભાવના માટેનું છે, એમ જાણવું. કારણ કે ઉપર સમષ્ટિમાં આદિત્ય, ચંદ્ર, ઔષધિ તથા પૃથ્વી, એટલે બ્રહ્માંડ એવા પ્રકારના ભાવને દર્શાવેલું છે તે જ પ્રમાણે વ્યષ્ટિ માટે ૫ણું સમજવું; કેમકે જે રચના વ્યષ્ટિમાં તે જ સમષ્ટિમાં છે. અધિદેવતાઓ બંનેમાં એક જ છે. આમ હોવાથી સમષ્ટિ પ્રાણિઓના દેહનાઝ આશ્રય આ વિશ્વાનરરૂ૫ આત્મા જ છુંહું એના મિથ્યા કુરણ રૂપે પ્રતીત થઈ ચાર પ્રકારના અન્નનું પ્રાણાપાનાદિ દ્વારા સેવન કરે છે. તાત્પર્ય કે આ રીતે જઠરમાં રહેલા વિશ્વ:નર અગ્નિમાં ભા ભેજ્યાદિ જે ચાર પ્રકારના અન્નાદિનું પ્રાણુ અપાનાદિ વાયુઓ દ્વારા અર્પણ થાય છે તે વૈશ્વાનર એ આ જઠરાગ્નિ નહિ પરંતુ આત્મરવરૂપ એ જ ભક્ષણ કરે છે. તેમ જ આત્મસ્વરૂપ એવો વૈશ્વાનર અગ્નિરૂપે પ્રગટ થયેલ અને દેડના આશ્રયે રહેલો એવો હું જ આ પ્રાણાપાના દરૂપ આહુતિ વડે આ ભક્ષ્યાદિ ચારે પ્રકારનાં અનોને પચાવે છે. આનો સારાંશ એ કે વ્યષ્ટિ હે, સમષ્ટિ હા, યા વિરાટ હો. પરંતુ આ પૈકી ગમે
* જેમ સમષ્ટિમાં વ્યષ્ટિ અનેક હોય છે તેમ વિરાટમાં આવા બધાં ઉત્પન્ન કરનારા અસંખ્ય બક્ષદેવાદિ હોય છે, એમ સમજે. વિરાટમાંથી ઉત્પત્તિ શી રીતે થવા પામી તે માટે અધ્યાય ૭ જુઓ.