________________
૭૧૬ ]
य इम मध्वदं वेद
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ ૧૫/૧૪ अहं वैश्वानरो भृत्वा प्राणिनां देहमाश्रितः। प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥ १४ ॥
વેશ્વાનર એટલે કેણ
હું વિનર થઈને પ્રાણીઓના દેહનો આશ્રય કરી રહેલ છે તથા પ્રાણુ અને અપાન સાથે યુક્ત થઈને ચાર પ્રકારના અને પચાવવાનું કામ પણ આત્મરવરૂપ એવો હું જ કરે છે. આમ કહેવાને ઉદ્દેશ એ છે કે ઉપર કહેવામાં આવ્યું છે કે, સૂર્ય, ચંદ્ર તથા અગ્નિને તેજ આપનાર આત્મસ્વરૂપ હું જ તે અર્થાત સૂર્યાદિ રૂપે પ્રકટ થયે છે અને પૃથ્વીમાં પ્રવેશ કરીને ઓજસ એટલે આત્મરૂપ એવા મારા તેજ વડે ભૂતોનું ધારણ હું જ કરી રહ્યો છે, અર્થાત પૃથ્યાદિ મારા તેજ વડે જ ભૂતોનું ધારણ કરી રહેલી હોવાથી વાસ્તવિક તે રૂપે પણ હું જ છે. તેમ જ સોમ એટલે જેમાંથી અમૃતનો સ્ત્રાવ કરે છે તે અને ઔષધિ નામની (વગયિની) દેવતા વડે ઝાડ, ઘાસ, વેલાઓ વગેરે તમામમાં પાણી કિવા વરસાદ વગેરે દ્વારા ડું જ પ્રાણુ અર્પણ કરે છે,-ડાંગર, યવ, ગોધૂમાદિ અન્ન તથા વૃક્ષ, લતા તેમ ઘાસથી માંડીને તે ઠેઠ મોટા મોટા પીપળા, વડ ઈત્યાદિ પર્વતના તમામને ઔષધિ કહે છે, આ રીતે ઔષધિઓને ચંદ્ર રૂપે હું જ પિપણું આપી રહ્યો છે. અર્થાત આત્મવરૂપ એ હું જ આ સર્વરૂપે થઈ રહ્યો છે એવો સર્વાત્મભાવ આમાં કહે છે. હવે આગળ એમ કહે છે કે, આમ ઔષધિરૂપે બનેલો આત્મરૂપ એવો હું જ વૈશ્વાનરરૂપે થઈ સર્વે પ્રાણીઓના દેહમાં જઠરાગ્નિરૂપે આશ્રય કરીને રહેલો છે. તેને જ પ્રાણુ અને અપાન વડે યુક્ત થઈ એટલે ચક્ષુ ઇન્દ્રિય, તેના દેવતા આદિત્ય અને બ્રહ્માંડમાંના તમામ લોકની તૃપ્તિ થાય એટલા માટે “પ્રાગાર વાં' એમ કહી પ્રાણ વાયુને ઉદ્દેશીને આહુતિ અર્પણ કરવામાં આવે છે. “અપાનાય દવા” એમ કહીને અપાન વાયુને આહુતિ આપવામાં આવે છે, તેથી વાણી અને તેમના દેવતા અગ્નિ તૃપ્ત થાય છે તેથી સમસ્ત પૃથ્વી તૃપ્ત થાય છે, તથા પૃની તૃપ્ત થતાં જ તેને અધીન રહેલા સર્વ તૃપ્તિ પામે છે. “દયાનાય હવા' એમ કહીને વ્યાનને અર્પણ કરાતી આહુતિ વડે શ્રોત્રિય તૃપ્ત થાય છે, તેથી દેવતા દિશા તથા ચંદ્રાદિ પણ તૃપ્તિને પામે છે, તેમ થવાથી તેમાં રહેલા તમામ તૃપ્ત થાય છે. “સમાનાય દ્વા' કહી સમાન વાયુને આહુતિ આપવામાં આવે છે, તેથી મન તૃપ્ત થાય છે મન તૃપ્ત થતાં જ મેઘ અને મેઘ તૃપ્ત થતાં જ વિવત્ તૃપ્ત થાય છે અને તેમ થવાથી તેના આધારે રહેલી તમામ વસ્તુઓ તૃપ્તિ પામે છે. “૩ાનાથ ચટ્ટા' એમ કહીને ઉદાનને આહુતિ અર્પણ કરવાથી ઉદાન તૃપ્ત થાય છે તેથી ત્વચા, ત્વચા તૃપ્ત થતાં જ વાયુ (આ વાયુનું નામ ઔષધિ છે અને તે ત્વચાના દેવતા છે. ઉપર ઔષધિ સંબંધે કહ્યું છે તે જુઓ), વાયુ તૃપ્ત થવાથી આકાશની પણ તૃપ્તિ થાય છે તથા આકાશ તૃપ્ત થતાં વાયુ અને આકાશ વિષે રહેલી તમામ વસ્તુઓ તૃપ્તિ મેળવે છે; અને તેમ થવાથી ઈશ્વર, પ્રજા, પશુ, અન્નાદ તથા તેજ ઇત્યાદિ સર્વ બ્રહ્મતેજરૂપ અર્થાત તે બ્રહ્મરૂપ બની જાય છે. આ રીતે વૈશ્વાનર કે જે વાસ્તવિક રીતે તે આત્મરૂપ જ છે તે પોતે જ પ્રાણપાનાદિ રૂપે બની ઘલક (સ્વર્ગલોક, વેદમાં બ્રહ્માંડને ત્રિલોકી કહે છે. તેમાં સૌથી ઉપર જે બ્રહ્મલોક તે જ હુ કિવા રવર્ગલેક કહેવાય છે.) આદિત્ય, વાયુ (ઔષધ), આકાશ (ચિત્તાકાશ અને ભૂતાકાશ), જળ અને પૃથ્વી એ તમામ વિશ્વાનર એવા આત્મરૂપ જ છે. આ વિશ્વમાં કે જે પ્રાદેશમાત્ર એટલે કે જે આદિત્ય, રવર્ગ, પૃથ્વી ઇત્યાદિ વિષે વ્યાસરૂપે છે તથા જે આત્મા અહં (હું) એવા શબ્દથી નિર્દિષ્ટ મુખ્ય વસ્તુરૂપ છે અર્થાત જે હું એવા કુરણને લીધે જ છે એમ જાણી શકાય તેવો છે તે વિશ્વાનર આત્માને પ્રત્યક્ બ્રહ્મ અર્થાત સાક્ષી વડે જે ઉપાસે છે તે ઉપાસક પણ સર્વ લોક વિષે તથા સર્વ ઈન્દ્રિય વિષે રિથતિ કરીને રહેલો છે (૫/૧૦/૧ છે. પંચમ પ્ર ખં ૧૮ થી ૨૩).
આ અહમ વિધાનર છે. આ રીતે “અહમ' એવા ભાવ વડે કિવા આત્મસ્વરૂપ એવા હરપે પ્રતીત થનાર આ વૈશ્વાનર વસ્તુતઃ તે આત્મસ્વરૂપ જ છે, તે જ શરીરના મધ્ય ભાગને વિષે (જઠરમાં) અનિરૂપે રહેલે જણાય છે. તેને જ