________________
૭૧૪]. વીશે રોતિ છે ,
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગીર અ૦ ૧૫/૧૩ કેમકે એકપણું કિવા જુદાપણું એ બને સાંધાના અંતર ઉપર અવલંબન રાખે છે પરંતુ વ્યવહારમાં બે વસ્તુની વચ્ચે શુદ્ધ આકાશ૩૫ સાંધાઓ તે હંમેશા જોડાયેલા જ હોય છે. તેમ આ મારા શુદ્ધ, શાંત અને પરમપદનો અનભવ પણ સંધિની અવસ્થામાં જ પ્રાપ્ત થઈ શકે છે. તે પિકી મુખ્ય મુખ્ય સ્થાનકે સમજવાને માટે તને કહું છું. નિદ્રા અને જાગૃતિ એ બે અવસ્થાની વચ્ચે મારું પરમપદ જ પોતાના શાંત અને શુદ્ધ સ્વરૂપમાં હોય છે એમ આ જાગૃતિ પૂર્ણ થાય એટલે તે પ્રથમ મારા આ શુદ્ધ એવા પરમપદમાં સ્થિત થઈ જાય છે. તથા પછી ક્ષણવારમાં પાછી ત્યાંથી સ્વપ્નમાં કિંવાં સુષુપ્તિ અવસ્થામાં આવી જાય છે. આ રીતે નિદ્રામાંથી જાગૃત થતાં પણ મારા પરમ પદની અવસ્થાનો અનુભવ ક્ષણમાત્રને માટે તે હંમેશાં આવે છે. આ મુજબ જાગ્રત અને સ્વપ્ન, સ્વનિ અને સુષુપ્તિ, સુષુપ્તિમાંથી ફરીથી જાગૃત થવું, એ દરેક કિયાઓની વચ્ચે સંધિની અવસ્થા તે અનાયાસે જ અનુભવમાં આવે છે. તે જ મારું શુદ્ધ, નિમળ, શાંત એવું પરમપદ છે. તે જ પ્રમાણે એક સંકલ્પને વિલય થઈબીજ સંક૯પ અંતઃકરણમાં ઉત્પન્ન થાય તે બે કિયાની વચ્ચેની અવસ્થા તે પણ તદન શાંત અને નિર્વિકલ્પ સ્વરૂપ જ હોય છે અને તે જ મારું સાચું સ્વરૂપ છે. પરમપદ તે આ જ છે. અને તે ક્ષણે ક્ષણે દરેક મનુષ્યને અનુભવ આવે છે. એક પણ ક્ષણ તેના વગર જતી નથી. અરે ! જો કે વાણીમાંથી નીકળતા બે અક્ષરો કિંવા શબ્દોની વચલી સંધિ; તેત્રની પાંપણ ઉધાડવાસ કરતાં બે ક્રિયાની વચલી સંધિ; શ્વાસ છોડતાં અને ફરીથી લેતાં તે બે ક્રિયાની વચલી સંધિ: આ રીતે તમામ ક્રિયાઓની વચ્ચે મારા પરમસ્વરૂપનો અનુભવ પ્રત્યેક પ્રાણી માત્ર ઊડતાં, બેસતાં, ચાલતાં, બોલતાં, સૂતાં, જાગતાં, આંખ ઉઘાડવાસ કરતાં અથવા કોઈપણ ક્રિયાઓ કરતી વખતે કરતાં હોવા છતાં દુર્લક્ષને લીધે તેઓ તેને જાણી શકતા નથી અને મિથ્યા દુઃખભોગ ભોગવી રહ્યા છે (ઉપાસનાકારડ કિરણશ ૩૫ પૃષ્ઠ ૯૩/૯૪ જુઓ).
સુમ વિચાર કરતાં જણાશે કે, વ્યવહારમાં ગમે તે ભાન લઈએ તે પણ તેમાં મન કદી નદીના પ્રવાહની માફક અખંડ એકાકાર રહેતું જ નથી પણ તરંગોની માફક અકેકા ભાન પૂરતું જ તદાકાર હોય છે. અનેક જુદા જુદા ખંડિત ભાનનો એટલે જ્ઞાનનો સમૂહ થઈને મનને બધે વ્યવહાર ચાલે છે અને તેથી જ સંગત કણાદાદિ મતવાળાઓ કહે છે કે આત્મા અગર બુદ્ધિ દરેક વખતે ભિન્ન ભિન્ન થાય છે. તાત્પર્ય એ કે, ક્ષણિક અથવા ખંડ જ્ઞાનના મધ્ય સમયે અર્થાત તે બંનેની વચ્ચેની સંધિના સમયમાં એટલે કે ચિત્તમાં એક પદાર્થ જાય અને બીજો પ્રવેશ કરે નહિ ત્યાં સુધીમાં જે કિંચિત ક્ષશું હોય છે તે વખતે આ નિર્વિકપ અવસ્થા હોવાનું જ અનુભવમાં આવે છે, જે વિચારપૂર્વક જાણશે તેને તે દરેક ક્ષણે સમાધિ જ છે અને જે વિચારવાનું નથી તેને તો સસલાનાં શિંગડાં મુજબ કઈ જગાએ અને કોઈપણુ વખતે સમાધિ છે જ નહિ. આ સંબંધે શાસ્ત્રમાં નીચે મુજબ વિવેચન આવેલું છે.
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનાં સ્થાનકે હે રાજપુત્ર! તે પરમપદનાં સ્થાનકે હવે કહું છું કે જેથી તે પદની આપને પ્રાપ્તિ થશેઃ (૧) નિદ્રા અને જાગૃતિ એ બેની વચ્ચેની અવસ્થામાં અર્થાત આ બે અવસ્થાઓની વચ્ચેની સંધિમાં; (૨) એક વરતના આકારને છોડી ચિત્ત બીજ પદાર્થ ઉપર જવાની અગાઉના સંધિ સમયમાં; ૩) હદયમાંથી નીકળેલી વૃત્તિ પદાર્થ ઉપર પહોંચતા સુધીના સમયમાં જે નિઃશેષ અવરથા હોય છે તેને આપ સૂમિદષ્ટિથી લયમાં લો, એ જ પરમપદ કિંવા આત્મસ્વરૂપ છે. તે પદની એક વખતે પ્રાપ્ત થતાં ફરી કદીપણુ અવિવા૨૫ મહામોહમાં મોહિત થવાતું નથી. આ સંબંધમાં અજ્ઞાન હોવાને લીધે જ આ ભ્રમિત જગત આટલું બધું વિશાળ થયેલું ભાસે છે. હે રાજન! તે આત્મસ્વરૂ૫માં શબ્દ, સ્પર્શ, ૨૫, રસ અને ગંધ ઈત્યાદિ પિકી કાંઈ પણ નથી તેમ જ ત્યાં સુખ અને દુઃખ એ બંનેમાંથી પણ કાંઈ જ નથી. તે આત્મસ્વરૂપ ગ્રાહ્ય અથવા ગ્રાહકમાંનું એકે નથી. તે જ આ સર્વવનો આધાર છે. તે જ આ બધાં ભિન્ન ભિન્ન રૂપે વડે ભાસમાન થયેલું છે. અથવા તો તે તેમાંનું એકે નથી, એમ પણ કહી શકાય છે. એ જ સર્વેશ્વર છે. વિષ્ણુ, શંકર, બ્રહ્મદેવ તથા