________________
૭૨૬ ]
गुहां प्रविश्य तिष्ठन्त
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગીઅત્રે ૧૫/૧૫
કોઈ સમયે પશુ, પક્ષી કે વૃક્ષ, પાષાણ, પહાડ ઇયાદિનિઓ માં, તે ત્યાંથી ચઢતાં વળી પાછા મનુષ્યોનિમાં તો કદી સ્વર્ગાદિ લેકમાં, તે પાછા સ્થાવરજંગમાદિ એમ ઉપર નીચે ની યોનિઓમાં ભટકતા રહે છે. આ પ્રમાણેની દુઃખપરંપરામાં રખડ્યા કરવું એ કેવું રોચનીય છે? (દત્ત પરશુરામ ભાગ ૧ માંથી).
જગત ઉત્પન્ન થયું નથી ? શાસ્ત્રકારે જગત મિથ્યા છે કિંવા કદી ઉત્પન્ન જ થયું નથી એમ કંઠશષ કરી કરીને પોકારી રહ્યા છે અને મિથ્યા માયાજાળમાં ફસાઈ આ અતિભયંકર દુ:ખપરંપરાથી બચવાને માટે હું કોણ ? તેનો વિચાર કરવાને ઉપદેશ આપી રહ્યા છે. તેનું કારણ સૂક્ષ્મ બુદ્ધિવાળાઓના લક્ષમાં હવે સહેજમાં આવશે. કારણ કે આ હું, તું, તે, આ, મારું, તારું, ઈત્યાદિ અનેક નામરૂપ વડે ચાલતા સર્વ દૃશ્યવ્યવહાર કેવળ મનુષ્યયોનિએ જ ઠરાવેલા હોઈ તે એકતરફી છે. વાસ્તવિક તે તે સર્વ “હું' રૂપ જ છે. આ “હું એ જ તમામ મિથ્યા દશ્ય જાળનું મૂળ થાન છે (ક્ષાંક ૭ જુઓ). આ હું જ અનેક નામરૂપદિ વડે વિવભાવે પ્રતીતિ આવે છે. તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિરૂપે ભાસતારું તમામ દસ્થ જાળ કેવળ એક “હુ'નાં જ જુદાં જુદાં નામો યા સંજ્ઞાઓ છે એમ સમજે. આ હુ' એટલે માયા, પ્રકૃતિ કિવા પ્રથમનું સુરણ કાય છે (રક્ષાંક ૭ જુઓ).
હું” એવી સ્કૃતિને પ્રેરક તે જ ક્ષર પુરુષ અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણને આ બધું દૃશ્ય બહુ રૂપ કેમ છે તે સારી રીતે સમજાયું. IN આમ હું” નું ખરું જ્ઞાન થતાં તેથી આગળ વધીને “હું” કોણ? તેની શોધ કરવાની છે. એટલે આ “હું”નું ઉત્પત્તિસ્થાન કયું? અને તે કયાંથી ઉત્પન્ન થયો? તે જાણવું પડશે, કારણ કે સર્વ “મમ' અથવા દૈતભાવને તો વિલય થયો અને કેવળ એક બહુ ભાવ રહ્યો. જેમાં તમામ “મમ” ભાવ તો “હું” ના આધાર ઉપર વિવર્તરૂપે મિથ્યા ભાસમાન થતો હતો એટલે દોરી ઉપર સર્પનો મિથ્યામાસ થાય તેમાં જેમ દેરી એ અધિકાન છે, તેમ “મમાદિને મિથ્યાભાસ થશે, તેનું અધિકાન તે “હું” ભાવ છે, એ તે સારી રીતે જાણી શકાય. અર્થાત “મમ' (માસ) કહેતી વખતે હુ' ભાવ તે હોય છે જ. જે આ “હું” જ ન હોય તે મમભાવદર્શક તેનું અસ્તિત્વ જ કદી સંભવે નહિ એટલે “તું” ભાવનું આ “હું” એ જ અધિકાન છે એ સ્પષ્ટ છે પણ આ હુ“હું” એમ કહેનારો કોણ? તેનું અધિષ્ઠાન કર્યું ? એ કેણ છે જે પોતાને બહુ એમ કહે છે? તે જાણવું જોઈએ. જ્યાં સુધી તે જાણી શકાય નહિ ત્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહી શકાય નહિ કેમ કે “તું” કહેતાં જ તેમાં જેમ “હું” અને “તું” એ બંને ભાવો એક સાથે જ રહેલા હેય છે, તેમ “હું કહેતાં પણ તેનો કહેનારો તો કઈ હોવો જોઈએ એમ કબૂલ કરવું પડશે. કારણ કે જે તેમ ન હોય તે પછી હુકેના આધાર વડે રહે? આમ “હું” નું અસ્તિત્વ કઈ પણ સાધન દ્વારા સિદ્ધ થઈ શકે તેમ નથી. તેથી લક્ષ્યાર્થથી એમ માનવું પડશે કે “હું” ને “હું” એમ કહેનારે તેનો સાક્ષી તો કોઈ અવશ્ય છે અને તે પણ હું એવા પ્રાકટ્ય પછી જ પ્રતીતિમાં આવતું હોવાથી પ્રથમ તે એમ માનવું પડે છે કે “હું” ને હું કહેનારે “હું” વિના બીજું કઈ નથી. જેમ “તું” ને કહેનારો હું જુદો મળી આવે છે તેમ હું” ને “હું” કહેનારો હુ” વિના બીજે કઈ મળી શકતો નથી. આથી એક આ પ્રતિબિંબરૂપ અશુદ્ધ “હું” (વૃક્ષાંક ૩) તથા બીજો તેને સાક્ષી બિંબરૂપ એવા શુદ્ધ ‘હું (વૃક્ષાંક ૨ જુએ), એવા તેમાં બે સૂમ ભેદ નીકળી શકે છે એમ વિચાર કરતાં જણાશે. તેથી જેમ “તું” કહેવું એ દૈત જ છે, તેમ “હું” કહેવું એ પણ કૅત જ છે, એમ આથી સિદ્ધ થાય છે. કારણ કે “તું” કહેતી વખતે તેમ કહેનારો “હું” તો અવશ્ય હોય છે જ; તેમ “હું” ને હું એમ કહેનારો પણ લક્ષ્યાર્થદર્શક બહુ હોય છે. કારણ કે હું છું એમ હુ” જ “હુને જાણે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, જેમ અરીસામાં સામે આવનારનું પોતાનું જ પ્રતિબિંબ પડે છે તેમ એક “હું” પ્રતિબિંબ તથા બીજે “હું” બિંબરૂપ છે. એમ સિદ્ધ થયું. અર્થાત આ તું, મારું ઇત્યાદિ ભાવને જાણનારો જે “હું” (વૃક્ષાંક ૩) તે પ્રતિબિંબરૂપ હોઈ તેને સાક્ષી કિંવા “હું” “હું” એવી પ્રેરણા કરનારે શુદ્ધ એવો જે હું