________________
૭૧૮ ].
માત્મા નીયમસ્તિત્ !
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૫/૧૫
તે દેહને ધારણ કરનાર વૈિશ્વાનર અર્થાત આત્મસ્વરૂપ એ હું જ છે. તેઓના પિષણનાં ચાર પ્રકારનાં અને વ્યષ્ટિને માટે ધાન્યાદિ અન; સમષ્ટિને માટે વેદમાં બતાવેલાં યજ્ઞયાગાદિ કર્મો તથા સમષ્ટિમાં થતી તમામ ક્રિયાઓ અને વિરાટને માટે વેદમાં બતાવેલા આ “હું” એટલે બ્રહ્મ છે અને તે બ્રહ્મ જ વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટરૂપે તથા તેમાં થતી કાયિક, વાચિક, માનસિક વા ઇક્ષણાત્મક સ્કૂલ સુમ અને કારણરૂપ સઘળી ક્રિયાઓ રૂપે પ્રતીત થયેલું ભાસે છે, એવા પ્રકારના જ્ઞાનયજ્ઞ વડે તમામ કર્મોનું અર્પણ કરવું તે. આમ વ્યષ્ટિ સહ સમષ્ટિ અને વિરાટમાં થતી તમામ ક્રિયાઓને સમાવેશ કેવળ એક બ્રહ્મમાં જ થઈ જાય છે. આ પ્રમાણેના તેઓના ખોરાકને પ્રાણુ અપાન વડે યુકત થઈને બ્રહ્મસ્વરૂપ એ હું જ પચાવે છે. આમ આ વૈશ્વાનર એટલે આત્મા જ છે, એવા દઢ નિશ્ચય વડે આ વિશ્વાનરને આહુતિ આપનારા તથા ઉપર કહેલા ચાર પ્રકારના અન્નોને પચાવનારા આ પ્રાણાપાનાદિ વાયુ રૂપે પણ આત્મસ્વરૂપ એ હું જ તેમની સાથે યુકત થઈ તેને પચાવે છે, સંક્ષેપમાં એટલું જ કે, આ મુજબના નિશ્ચયવાળાનાં તમામ કર્મો પણ આત્મસ્વરૂપ જ બને છે. આ રીતે ભૂતની ઉત્પત્તિ પણ હું જ કરે છે. તેમની રિથતિ અર્થે પોષણ માટે ઔષધિ (અન્ન) પણ હું જ ઉત્પન્ન કરે છે તથા તેને પચાવનારો પણ હું જ છે અને તે હું તો આભરવરૂપ છે એમ જાણ.
વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટમાં થતી ક્રિયાઓ વૈશ્વાનરરૂપ કેમ? જેમ અગ્નિની અંદર ગમે તે વસ્તુ નાખવામાં આવે તો તે સર્વ અગ્નિરૂપ બની ભસ્મ થઈ જાય છે મ અનંત વ્યષ્ટિઓ વડે બનેલું સમષ્ટિ (બ્રહ્માંડ) અથવા અનંત સમષ્ટિઓના સમૂહથી યુકત એવું વિરાટ રીર અર્થાત્ ભૂલ એટલે સમષ્ટિ શરીરને અભિમાની બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૨) તથા સૂકમ દેહું એટલે મહત્તવાદિ કારણ તત્વોનો અભિમાની સૂત્રાત્મા કિંવ મહાપ્રાણુ (વૃક્ષાંક ૬) અને વિરાટ એટલે કારણદેહ કિવા કારણને પણ કારણ હોવાથી મહાકારણું તરોનો અભિમાની ઈશ્વર, દ્રષ્ટા કિંવા ક્ષર પુરુષ (ક્ષાંક ૨) એ ત્રણે તથા તેમાં થતાં તમામ કાર્યો અગ્નિમાં જેમ લાકડાં અને હુત દ્રવ્યો અર્પણ કરવામાં આવે છે તેમ આ હુંરૂપ એવા વૈશ્વાનર અગ્નિમાં અર્થાત્ આત્મરૂપમાં જ અર્પણ થાય છે. તમામ અન્ન શરીરમાં જતાં જ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચ મુખ્ય વાયુઓ ઉપવાયુઓની સહાયતાથી જ તેને શરીરની રગેરગમાં પહોંચાડીને પાચનાદિ ક્રિયા કરીને શરીરરક્ષણનું કાર્ય કરે છે, એટલું જ નહિ પણ ખાવાની ક્રિયા પણ આ પ્રાણાપાનાદિ વાયુએ વડે જ થાય છે. શરીરમાંની તમામ ક્રિયા આ પ્રાણાદિ વાયરા વરે જ. ચાલે છે તેથી જ પ્રાણવાયુને ક્રિયાશકિતવાળે તથા મનને જ્ઞાનશકિતવાળું, એમ કહેવામાં આવે છે. વસ્તુતઃ આ વાયુ તો એક જ છે, છતાં સ્થાનભેદ તથા યિાભેદને લીધે પ્રાણાપાના પાંચ પગ થયો હોય એમ ભાસે છે. જે પ્રાણ ન હોય તો શરીરની તમામ ચેષ્ટાઓ નિરર્થક જ બને છે એ વ્યવહારમાં પણ અનુભવ છે. આથી ભગવાને અત્રે કહ્યું છે કે આ પ્રાણ છે કે અનનને પચાવે છે તથા તે વો દેહનું પોષણ થઈ વ્યષ્ટિ, સમષ્ટિ કિંવા વિરાટ દેહાદિકમાં તમામ ક્રિયાઓ ચાલે છે એમ કતીતિમાં આવે છે એ વાત ખરી, પરંતુ તે પ્રાણવાયુને પણ પ્રેરણા કરનાર આત્મસ્વરૂપ એવો વૈશ્વાનર હું જ છે. આથી તેમાં થનારી તમામ ક્રિયાઓ અગ્નિમાં નાખવામાં આવતી તમામ વસ્તુઓ જેમ આનરૂપ જ બને દિવા સમદ્રને મળનારી અનંત નદીઓ સમુદ્ર રૂપ જ બની જાય છે તેમ આ સર્વ ક્રિયાઓ આત્મસ્વરૂપે જ બની જાય છે. એ ગૂઢ અર્થ આ કથનમાં સમાયેલો છે.
सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिनिमपोहन च । वेदैश्च सर्वैरहमेवयो वेदान्तकुठेदृषिदेववाहम् ॥ १५ ॥