________________
૭૨ ] महान्तं विभुमात्मानं मत्वा
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગી- અ. ૧૫/૧૨ યુકિતરૂપ હોવાથી મુખ્ય નથી પણ ગૌણુરૂપે છે. પૃથ્વી, લેહ અને અગ્નિના તણખારૂપે સૃષ્ટિનું જે વર્ણન કરવામાં આવેલું છે તે અન્ય કારણોને અંગિકાર કરીને એટલે બે પણાની ભાવનાને કલ્પીને કરાયેલું છે. આ સર્વ દષ્ટાંતો દર્શાવવાનો ઉદ્દેશ ફક્ત અત એવા એક નિગણ અને સત્યસ્વરૂપની પ્રાપ્તિના ઉપાયે પૂરતા જ છે, વાસ્તવિક નથી. ખરી રીતે તે જીવાત્મામાં કોઈપણ પ્રકારનો ભેદ એટલે આત્માથી કિંચિત્માત્ર પણ ભિન્નપણું નથી (માં ઉ૫૦ અદ્વૈત પ્રકરણ મં૦ ૧૩ થી ૧૫). આ કૃતિ વચનથી પણ જાણી શકાશે કે જીવ અને આત્મામાં કેવળ ભ્રમને લીધે જ ભિન્નતા કપેલી છે, તે વાસ્તવિક નથી, પરંતુ આ રીતની જીવ અને આત્માની અભેદતા અવિવેકી એવા અત્યંત મૂઢે જાણી શકતા નથી, પણ વિવેકી જ જ્ઞાનચક્ષુઓ વડે જાણી શકે છે.
यतो योगिनश्चनं पश्यन्त्यात्मन्यवस्थितम् । यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥ ११ ॥
વિવેકી આત્મામાં પોતાને જ સ્થિત જુએ છે પિતામાં એટલે આત્મામાં યત્ન કરનારા યોગીઓ જ એને જુએ છે, પરંતુ જેમની બુદ્ધિ અકૃતામાં એટલે આત્માકાર થયેલી હોતી નથી એવા ચેતનારહિત, અવિવેકીઓ તો પ્રયત્ન કરવા છતાં પણ એને દેખતા નથી. ઉદ્દેશ એ કે, આ હું, જીવ અને જગત ઇત્યાદિરૂપે ભાસનારું તમામ દશ્ય આત્મરૂપ છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એ રીતે દઢ નિશ્ચય વડે જે પોતા સહ આ સઘળા જગતને કેવળ એક આત્મરૂપે જ દેખે છે તેવા દઢ નિશ્ચયમાં સ્થિત થયેલ યોગી પિતામાં જ સ્થિત છે એવા આ આત્માને યન એટલે અભ્યાસ વડે પોતે પોતા વડે અને પોતામાં જ જુએ છે એટલે ઓળખે છે; પરંતુ જેઓ અકતાત્મનઃ એટલે આત્માકાર થયેલા હોતા નથી પરંતુ અન્યાકાર હોય છે તેવા અકૃતાત્માઓ, અચેતસઃ એટલે ચેતના રહિત અથવા પાષાણુ જેવા અવિવેકીઓ, ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ તેને દેખી કિંવા જાણી શકતા નથી. આ સંબંધે શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે કે, “ જેઓ સત્વ એટલે આત્મ૨૫ અદ્ધિવાળા હોય છે તેવાઓ તે થોડા ઉપદેશ વડે પણ કૃતાર્થ બની જાય છે પરંતુ જેઓ દૈત બુદ્ધિવાળા તેવા તો આખે જન્મારે જિજ્ઞાસુ હોવા છતાં પણ કોરાને કેરા જ રહે છે.” (અષ્ટાગી. અ૦૧૫ ૦૧).
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् । यश्चन्हमसि यच्चानौ तृत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥
અખીલ જગત ભાસમાન શાથી થાય છે જે આદિત્યગત એટલે આદિત્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં અને જે અખિલ જગતને ભાયમાન કરે છે તે જ આત્મસ્વરૂપ એવા મારું તેજ છે એમ જાણુ. ભાવાર્થ એ કે, ભગવાન કહે છે કે, હે પાર્થ! હું સ્વયંપ્રકાશ છે. મને જાણવાને કિંવા પ્રકાશવાને અન્ય કોઈ સાધનની જરૂર નથી. અરે ! જો કે આ મિથ્યા જગત ભાસમાન થઈ રહ્યું છે તે તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના તેજને લીધે છે, એટલે જેમ દીવો પિતાના પ્રકાશ તો અનેક પદાર્થોને ભાસમાન કરે છે તેમ આ વિચિત્રતાવાળું અખિલ જગત, સૂર્ય, ચંદ્ર, તથા અમિરૂપી પ્રકાશ વડે ભાસમાન થાય છે. આમાં ભગવાને અખિલ જગત ભાસમાન થયું છે એમ કહેલું છે. ઉત્પન્ન થયેલું છે કિંવા પ્રકાશમાન થયેલું છે એમ કહેલું નથી; તે વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. કેમ કે પ્રકાશિત થવા કિંવા ઉત્પન કરવાને માટે તે પ્રકાશ કિંવા કર્તાની જરૂર હેય છે, તથા તે પ્રકાશ કિંવા કર્તાઓ સાધન વડે તે કાર્ય કરી શકે છે. પરંતુ ભાસમાન