________________
ગીતાહન ]. અભેદને અનુભવી ધીર (વિવેકી) શેક કરતા નથી.
[ ૭૧૫ મહેશ્વર પણ એ જ છે. આમ ચિત્તને સ્થિર અને એકાગ્ર કરીને કેવળ, સ૨૫ આત્માથી જ આત્માને જુઓ. ચિત્તને તમામ વિષયોમાંથી હટાવી લઈ તેનો એક આત્મામાં જ વિલય કરે, ત્યાર પછી હું તેને જાણું છું, કિવા જેઉં છું, એવા દ્રષ્ટાપણુસહ કુંભાવને પણ ત્યાગ કરી દેવો; કારણ કે આ આત્મસ્વરૂપ દશ્ય, દ્રષ્ટા અને દર્શનથી પણ પર છે. માટે તદન નિશ્ચળ થઈ જવું અને નહિ જેવું એ બંને પ્રકારની ભાવનાઓને તેના સાક્ષીભાવ સહ વિલય કરી જે કાંઈ શેષ રહે તે જ પરમાત્મસ્વરૂપ કહેવાય. એ જ આપનું ખરું સ્વસ્વરૂપ છે, એમ નિશ્ચયામક સમજે (દત્ત પરશુરામ પ્ર. ૯ જુઓ).
| મારું તેજ તે છે આ વિવેચન ઉપરથી તું જાણું શકીશ કે મારું પરમ અને સાચું સ્વરૂપ આ રીતનું તદ્દન અસંગ, નિરાકાર, નિર્વિકલ્પ, શાંત અને આકાશની પેઠે ગંભીર હોઈ તે જ અનેક સંકલ્પવિકલ્પવાળું, અશાંત અને મનાદિ ભાવોવાળું તેમ જ પત્થરની માફક જડ જેવું આ દશ્યરૂપે ભાસી રહ્યું છે; એટલે જેમ અરીસામાં આકાશ જેવું હોય તો અરીસાની સામેથી તમામ પદાર્થો ખસેડી લેવા પડે છે, સર્વે પદાર્થો ખસેડ્યા કે આકાશ તો છે જ, તેને કાંઈ અરીસાની સામે લાવીને ગોઠવવાનું હોતું નથી અને તે ગોઠવી શકાય પણ નહિ. તેમ આ મારું પરમસ્વરૂપ જાણવા ઇચ્છનારે પણ પિતામહ તમામ ભાવોનો વિલય કરે એટલું જ એક કાર્ય કરવાનું હોય છે. એવા પ્રકારનો એક વખતે નિર્વિકપ અવસ્થાનો અનુભવ લીધો એટલે પછી તે મારું નિર્વિકલ્પ સ્વરૂપ જ આ મિથ્યા દયાદિરૂપે ભાયમાન થયેલું છે, એટલે આ દસ્પાદિ, તેને જાણનારો હું અને હું પણ દ્રષ્ટા અથવા સાક્ષી, એ સાં પાણી અને બરફના ગાળાની માફક તદ્દન એકરૂપ જ છે; એમ સારી રીતે જાણી શકાય છે. આ સર્વનો પ્રેરક તદ્દન અસંગ અને નિર્વિકાર એ હું જ છે, ભગવાને કહ્યું કે હે વત્સ! આથી જ મેં તને કહ્યું કે આદિત્ય, ચંદ્ર અને અગ્નિ ઇત્યાદિના તેજે વડે જે આ બધું દશ્ય જગત ભાસમાન થયેલું છે તેઓને તેજ આપનાર તદ્દન અસંગ આત્મસ્વરૂપ એવો હું જ છે. અર્થાત આ સુર્યાદિકે જે વડે પ્રકાશમાન થાય છે એ તે સર્વને તેજ આપનારો હું સ્વતઃસિદ્ધ છે. તે જ મારું તેજ અર્થાત આત્મસ્વરૂપ જાણુ. આમ મારું સાચું સ્વરૂપ તારી સમજમાં આવ્યું ને? તે જ આ ચરાચર ભાસક અને ભાસ્યરૂપે ભાસી રહેલું છે, એમ નિશ્ચયપૂર્વક જાણું, હું, હું, એમ જે હું તને કહી રહ્યો છું તે હું આ પ્રકારને ચરાચરમાં વ્યાપક એવો આત્મા છે, એમ તું સમજ. •
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा । पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥ १३ ॥
પૃથ્વીમાંના ભૂતને હું જ ધારણ કરું છું શ્રીકૃષ્ણે કહ્યું: હે અર્જુન! ઉપર પ્રમાણેનું મારું સાચું આત્મસ્વરૂપ તારી જાણમાં આવ્યું ને? તત’ એટલે આત્મસ્વરૂપ એવા તે તેજ વડે જગતને ભાસમાન કરનારા અગ્નિ, ચંદ્ર અને આદિત્યને, હું જ તેજ આપું છું અને પૃથ્વીમાં પ્રવેશ કરીને તેમાંના ભૂતને જે વડે ધારણ કરવામાં આવે છે તે એજન્મ બળ પણ આત્મસ્વરૂ૫ એવો હું જ છે તેમ જ સર્વને અમૃત આપનાર રસ સ્વભાવવાળાં સોમ અથત પ્રાણુરૂપ એ ચંદ્ર થઈને સર્વ ઔષધિઓનું પિષણ પણ હું જ કરી રહ્યો છે. ભાવાર્થ એ કે, જેમ સૂર્યચંદ્રાદિને તેજ આપનારો આત્મરૂપ એવો હું જ છે તેમ આ પૃથ્વીની અંદર તમામ ભૂતાને ધારણ કરનાર જે એજમ્ર અથવા બળ તે પણ મારા વડે જ ધારણ કરવાને શક્તિમાન હવાથી આત્મસ્વરૂપ એ હું જ તે તમામનું ધારણ કરીને રહે છે તેમ જ આત્મરૂપ રસ સ્વભાવવાળો એવો હું જે ચંદ્રરૂપે થઈને ઔષધિ વડે જગતમાં દૈતરૂપે બનેલો છે તથા ત્યાર પછી જ મનુષ્યોની ઉત્પત્તિ થવા પામે છે તે ઔષધિઓમાં ચંદ્રપે હું જ અમૃત વરસાવું છું કે જે વડે ઔષધિઓમાં પ્રાણ ધારણ કરવાની શકિત ઉત્પન્ન થાય છે, અને પ્રાણ ધારણ થવાથી તેમનું પિષણ થઈ તેમાંથી રેત તથા અનેક છવાદિની ઉત્પત્તિ થતી રહે છે,