________________
ગીતાહન] આ બધું જે છે તે આત્મરૂપ છે એમ જાણનારને વધારે શું જાણવાનું છે? તત આ જ છે. [૭૦૭
છે પણ જાદાપણાથી તેનો અનુભવ થઈ શકતું નથી તેથી તે સ્વયંપ્રકાશ છે. આમ હોવાથી બ્રહ્મ જ્ઞાતાથી પણ રહિત છે. જે તમથી અને પ્રકાશથી રહિત એવું અવિનાશી બ્રહ્મપદ છે, તે આકાશની પેઠે નિર્મળ અને નિસંગ છે. તથા તેમાં સધળું જગત ભ્રાંતિથી કપાયેલું છે. માટે તે બ્રહ્મને જીવરૂપ, બુદ્ધિ૩૫ કે મનરૂપ પણ કહી શકાતું નથી. પત્થર અને તેના મધ્યમાં જેમ કશો ભેદ નથી તેમ બ્રહ્મમાં અને જગતમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી, માટે બ્રહ્મ કેઈ રૂપે પણ નથી તેમ તે સવરૂપ છે એમ પણ કહેવાય છે. જેમ જળની અંદર તરંગ અને માટીની અંદર ઘડે છે તેમ જેની અંદર જગત છે તે બ્રહ્મ શૂન્ય કેમ જ હોય છે જેમ પૃથ્વીની અંદર રહેલું જળ પૃથ્વીરૂપ નથી તેમ બ્રહ્મની અંદરનું જગત બ્રહ્મરૂપ નહિ હોય એવી શંકા રાખવાનું કારણ નથી, કારણ કે પૃથ્વી આદિ સાકાર પદાર્થોની ઉપમા નિરાકાર બ્રહ્મમાં યથાર્થ રીતે કદી પણ લાગુ પડે નહિ; તેથી બ્રહ્મ જેમ આકાશની પેઠે તદન નિર્મળ છે તેમ તેની અંદર રહેલું આ જગતાદિ તમામ દશ્ય પણ આકાશની પેઠે તદ્દન નિર્મળ જ છે, એમ નિઃશંક રીતે જાણુ. જેમ બ્રહ્મ આકાશ કરતાં પણ અધિક નિર્મળ છે તેમ તેની અંદર રહેલું જગત પણ આકાશથી અધિક નિર્મળ એવું જ છે. એટલે જેવું બ્રહ્મ છે તેવું જ આ જગત છે અને જે આ જગત છે તે પણ બ્રહ્મ જ છે, બંને શુદ્ધ, રવરછ, શાંત અને નિર્મળ એવા ચૈતન્યસ્વરૂપ જ છે. જેમ આકારવાળા નિશ્ચલ
ટાં મોજાં જળરૂપે રહેલાં છે. તેમ આકાર વગરના પરબ્રહ્મમાં બ્રહ્મરૂપે જગત રહેલું છે. પૂર્ણ એવા બ્રહ્મમાં અપૂર્ણ જેવાં જણાતાં જે આ જગત અને જીવરૂપે પ્રસરેલા હોવાનું જણાય છે, તે પણ વાસ્તવિક પૂર્ણ એવા બ્રહ્મરૂપ જ છે, કેમ કે પૂર્ણમાં અપૂણું શી રીતે સંભવી શકે? માટે જગત તથા જીવ પણ પૂર્ણ અને નિરાકાર જ છે. બ્રહ્મમાંથી જગતનું ફુરણ થયાનું માનવામાં આવ્યું તેથી તેના દ્રષ્ટારૂપે ઈશ્વર તથા કર્તારૂપે જીવનું કુરણ પણ માનવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે તો ભાયમાન થતું આ તમામ દસ્થ પૂર્ણમાંથી પૂર્ણરૂપે પ્રસરેલું છે અને પૂર્ણરૂપે જ રહેલું છે. માટે જગત ઉત્પન્ન થયું નથી અને જે ઉત્પન્ન થયું એમ કહેવામાં આવે તો તે બ્રહ્મથી અભિન એવું બ્રહ્મ જ છે. પ્રલયમાં જીવને દ્રષ્ટાપણું નહિ હોવાથી દશ્યપણું પણ રહેતું નથી તો પછી જગતમાં જગતપણું કયાંથી રહે? મરીને સ્વાદ લેનારે જ જે ન હોય તો પછી તેમાં તીખાશ છે એમ કેમ કહેવાય? બ્રહ્મમાં ચિત્ત કિંવા દસ્ય પણું વગેરે કાંઈ છે જ નહિ છતાં
જ પ્રતીત થાય છે. બ્રહ્મમાં કોઈ ઉપાધિ છે જ નહિ તો પછી તે ઉપાધિમાં બ્રહ્મનું જીવસૃપે પ્રતિબિંબ થવું ૫ણ કેમ કહેવાય? બ્રહ્મ પરમાણુના પણ કારણ રૂ૫ છે, સૂકમ કરતાં પણ અતિસૂક્ષ્મ છે, શહ છે. પર છે અને આકાશના ગર્ભ કરતાં પણ અત્યંત શાંત છે. તે દેશકાળાદિ વિભાગેથી રહિત છે તેથી તે અત્યંત વિસ્તી છે. તે આદિ તથા અંતથી રહિત છે. પ્રકાશમાત્ર છે અને પ્રકાશ્ય પદાર્થોથી પણ રહિત છે. બ્રહ્મમાં જ્યાં દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫) થયું જ નથી, તો પછી દ્રષ્ટા (વૃક્ષાંક ૨) કયાંથી હેય? તેમ ચિત્તમાં પ્રતિબિંબિત થયેલ અને નિરંતર વાસનાઓના સમૂહરૂપે રહેલો કહેવામાં આવતો આ જીવ વા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) પણ કયાંથી જ હોય ? અમ દશ્યનો ઉદય નહી થવાથી બ્રહ્મમાં પણ નથી, બુદ્ધિપણું નથી, ચિત્તાપણું નથી, ઈદ્રિયપણું નથી કે વાસના પણ નથી. આ રીતે આ આત્મા કિંવ બ્રા બીજાઓને જગતરૂપી મોટા આડંબરવાળું ભલે લાગતું હોય પરંતુ અનુભવ વડે અમોને તો તે તદન શાંત, આકાશ કરતાં પણ અધિક શન્ય અને અનિર્વચનીય એવું લાગે છે (યોગ ઉ૦ સ. ૧૦ જુઓ)..
તેઢામ પરમ મમ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે હે પાર્થ! જેને સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર કે અગ્નિ ઇત્યાદિ પ્રકાશે પ્રકાશમાન કરી શકતા નથી પરંતુ ઊલટું તે જ આ સર્યચંદ્રાદિને પ્રકાશિત કરે છે તે આત્મ કિંવા બ્રહ્મસ્વરૂપ એવું આ મારું પરમધામ તારા ધ્યાનમાં આવ્યું ને ? મારા આ આત્મસ્વરૂપને જેઓ પ્રાપ્ત થયા તેઓ ફરી પાછા આવતા નથી એટલે બ્રહ્મસ્વરૂપ એવા મારી સાથે જ એકરૂપ બની જાય છે અર્થાત નદી જેમ સમુદ્રને મળ્યા પછી તેમાથી પાછી વેગળી કરી શકાતી નથી તેમ આત્મસ્વરૂપ એવા મારી સાથે એકરૂપ થયેલ પુનઃ કદી વિભક્ત થઈ શકતો નથી.