________________
૭૦૦] अथ धौरा अमृतत्वं विदित्वा
[ સિદ્ધાન્તકાડ ભ૦ મી. અ૦ ૧૫/૪ ઈશ્વરાદિ સુધી અર્થાત નીચેથી ઉપર જનારો અધમૂળવાળે કહેવાય છે. એવો આ મિશ્યા અશ્વત્થ એટલે જેનો ક્ષણ માત્ર પણ ભરોસો રાખી શકાય નહિ, એવું આ સંસારવૃક્ષ છે. એમ ઊલટસુલટું કહેવામાં આવ્યું છે. તે તને હવે તો સારી રીતે સમજાયું હશે. હવે આ મિથ્થા સંસારપાશમાંથી છૂટીને મનુષ્ય આદિપુરુષના પરધામ અર્થાત આત્મસ્વરૂપ એવા મારા ધામ (વૃક્ષાંક ૧) માં કેવી રીતે પહોંચી શકે તેનો ઉપાય બતાવવાને માટે જ મેં તને આ બધું કથન કહેલું છે.
હે પાર્થ ! આત્મસ્વરૂપ એવા મારા પરમધામની પ્રાપ્તિ કરાવી આપનારા સર્વાત્મભાવ તથા નિઃશેષમાવે એવા ફક્ત બે જ અભ્યાસમાર્ગો છે, જે તને વખતોવખત કહેલું છે. તે પૈકી આ સર્વ અશ્વત્થરૂપ સંસારવૃક્ષ આત્મસ્વરૂપ એવા મારાથી અભિન્ન છે, એ રીતના સર્વાત્મભાવના અભ્યાસ સંબંધમાં તને ઉપર કહેલ જ છે. હવે નિઃશેષ ભાવ સંબંધમાં કહેવાનું છે કારણ કે કેટલાકને સર્વાત્મભાવનો નિશ્ચય કરી અભ્યાસ કરવો સહેલ હોય છે, તો કેટલાકને નિઃશેષ ભાવનો નિશ્ચય કરી અભ્યાસ કરવો સરળ પડે છે, માટે હવે તને તે પ્રકાર કહું છું.
न रूपमस्येह तथापलभ्यते
नान्तो न चादिन च सम्प्रतिष्ठा । अश्वन्धमेनं सुविरूढमूलમઝાન છિરવા I w અસંગ શ સ વડે છેદી નાંખવું
આ મનુષ્યલોકમાં કર્મબંધનને ઉત્પન્ન કરનારા અજ્ઞાનરૂપી મૂળ જેનાં નીચે એટલે ધણાં જ ઊંડાં રોપાયેલાં છે અને સત્વ, રજ તથા તમાદિ ગુણો વડે અત્યંત વૃદ્ધિને પામેલી જેની અનંત શાખાઓ અસંખ્ય વિષયરૂપી કુમળાં પાંદડાંવાળી ઉપર નીચે એમ ચોતરફ બધે પ્રસરેલી છે તેવું, અજ્ઞાન વડે અતિ રૂઢ થયેલું એટલે નીકળતાં પણ નીકળે નહિ એવા પ્રકારે ઊંડું જડમૂળ ઘાલીને બેઠેલું અને કેવળ મિથ્યાભ્રમ વડે ભાસનારું આ સંસારરૂપી પીપળાનું ઝાડ કે જેનું વ૫ કદીપણ ઉપલબ્ધ જ નથી એટલે જે આ બધું દ્રષ્ટા, દર્શન અને દશ્યરૂપે દેખાય છે તેવું તે નથી પરંતુ ખરી રીતે તો જે રવરૂપ વિનાનો છે, જેને આદિ પણ નથી મધ્ય પણ નથી અને અંત પણ નથી, એવા પ્રકારનો આ અશ્વત્થ છે; એમ સમજીને અસંગરૂપ દઢ શસ્ત્ર વડે તેને છેદવો જોઈએ. એટલે અશાશ્વત ક્ષણિક, એ આ સંસારવૃક્ષ કે જે અજ્ઞાનરૂપી દઢ મૂળીયાં ઘાલીને બેઠેલો છે એમ ભાસે છે તે તે ખરેખર આદિ, મધ્ય એટલે સ્થિતિ અથવા અંતથી તદ્દન રહિત હાઈજેનું ૨૫ ઉપલબ્ધ એટલે કદી પ્રકટ થયેલું જ નથી, એવા પ્રકાર હોવાથી તેને અસંગશસ્ત્ર વડે અથત
જ્યાં કઈ પણ પ્રકારનો સંગ જ નથી, એવા નિઃશેષભાવરૂ૫ દઢ શસ્ત્રવડે જડમૂળમાંથી છેદી નાંખો. સારાંશ અજ્ઞાનરૂપી જડ ઘાલાને બેઠેલું અશાશ્વત અને મિથ્થા સંસારરૂપ એવું આ અશ્વત્થવૃક્ષ વાસ્તવિક રીતે છે અને એવું જોવામાં આવે છે તેવા પ્રકારનું નથી પરંતુ જેનાં આદિ, અંત ને મધ્ય પણ નથી તેમ જ જેનું રૂપ પણ કદી ઉપલબ્ધ નથી એટલે જે રૂપથી અને આદિઅંતથી તદ્દન રહિત એવા આમરૂપ જ છે, માટે અત્યંત જડ ઘાલી બેઠેલા આ અજ્ઞાનમય સંસારરૂપ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપ દઢ શસ્ત્ર એટલે શરીર વાણું, મન, નેત્ર, કાન, શ્વાસ (નાક)રસના, સ્પર્શ (ત્વચા) તથા બુદ્ધિ ઇત્યાદિ વડે જે જે કંઈ જાણવા કિંવા. અનુભવમાં આવે છે તે સર્વને આ નથી, આ નથી એવા પ્રકારના નિઃશેષ અભ્યાસ વડે પોતાહ તમામને વિલય કરી નાંખો. એટલે આત્મા તે તદ્દન નિઃસંગ, નિરાકાર, નિર્વિકલ્પ, નિરામય, અવ્યય, અનિર્વચનીય એવો હોઈ તેમાં હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ કઈ ભાવોનો લવલેશ પણ નથી. એવા દઢ નિશ્ચયવડે અંતઃકરણમાં કઈ પણ સંકલ્પનું ઉત્થાન જ થવા નહિ પામે એવી રીતે સાવધાની રાખાને !