________________
ગીતદેહન] જેથી, તેઓ સર્વ રીતે (હંમેશને માટે મૃત્યુપાશમાં જકડાયેલા હોય છે [૬૯. આત્મસ્વરૂપમાંથી અર્થાત બીજ વગર જ ભાસમાન થનારું આ સંસારવૃક્ષ ક્રમે મૂળિયાંરૂપ દ્રષ્ટા કિંવા ઈશ્વર (વૃક્ષાંક ૨) અને તેની ઈક્ષણશક્તિ વડે માયારૂપ ક્ષેત્રમાં “હું” “હું” (વૃક્ષાંક ૩) રૂ૫ અંકુર તથા અવ્યક્ત, શિવશક્તિ, જીવ (મહાપ્રાણ), મહત્તત્ત્વ, અહંકાર અને તેના પેટામાં આવેલા સત્વ, રજ, તમાદિ ગુણોને વિસ્તાર તેમ જ ચિત્ત સહ નારાયણ, બુદ્ધિ સહ બ્રહ્મા, મન સહ ચંદ્ર અને હિરણ્યગર્ભ, બ્રહ્મદેવ, બ્રહ્માંડ તથા તેની અંદર આવેલા ચૌદલોકેમાંના સ્થાવર, જંગમ, પશુ, પક્ષી, કીટ પતંગાદિથી તે મનુષ્યપર્યંતના તમામ જીવો, એ ક્રમે આ વૃક્ષને વિસ્તાર થવા પામેલ છે (જુઓ વૃક્ષાંક ૨ થી ૧૫ વ). જેમ બીજમાંથી મૂળ, અંકુર, થડ, ડાળીઓ, પાંદડાં, ફૂલ અને ફળ સુધી વિસ્તાર સ્વાભાવિક રીતે જ થવા પામે છે; પણ ફળ પછી તેનું સ્વાભાવિક પરિવર્તન થતું અટકે છે, અને તે ફળમાંનું બીજ જ્યારે જમીનમાં પડે ત્યારે જ ફરીથી અંકુરાદિને પ્રાપ્ત થાય છે, પછી તે બીજ ફળ સડી નહિ જતાં જમીનમાં પડે કિંવા કેઈની કૃતિ વડે રોપવામાં આવે પરંતુ જો તેને યોગ્ય પોષણ મળે તે જ તે પાછું ઊગીને પ્રથમ વૃક્ષાદિરૂપ બને છે ત્યાર પછી કુલ, ફળ ઇત્યાદિરૂપે બની વળી પાછું બીજ અને તેમાંથી ફરીથી વૃક્ષ એ પ્રમાણે તેને ક્રમ અવ્યાહત ચાલ્યા જ કરે છે, તેમ આ મિથ્યા સંસારવૃક્ષનું મનુષ્યજીવ એ ફળ હોઈ તે પોતે ત્રણ ગુણેની પાશમાં સપડાઈ વાસનારૂપી કબીજને લીધે અનેક પ્રકારના કર્મો કરતા રહી નાનાવિધ પ્રકારની યોનિઓ ધારણ કરતો રહે છે તથા હંમેશાં જન્મ અને મરણરૂપ ચકકરમાં ફસાઈ ઉપરના લોકથી નીચે અને નીચેના લકમાંથી ઉપર એ રીતે ઉપર નીચે ખેપો કર્યા કરે છે. જેમ દડો સામે ભીંત ઉ૫૨ અકાળવામાં આવે તો તે ભીંતની સાથે અફળાદ ને ફરીથી પાછે. ફેંકનાર પાસે આવે છે તેમ આ બીજ વગરના (કારણથી રહિત) એવા મિથ્થા સંસારવૃક્ષનું ઈશ્વર (વૃક્ષાંક ૨) ની કછુવશક્તિ એટલે ઈક્ષણરૂપ કાળશક્તિ વડે માયા (વૃક્ષાંક ૩) ના સત્વ, રજ અને તમ એ ત્રણે ગુણેમાં ક્ષોભ ઉપન થઈ તેનું સ્વાભાવિક રીતે જ પરિવર્તન થવા પામ્યું. આ મુજબ તે ગુણે વૃદ્ધિને પામ્યા અને તેણે જ આ ચરાચર દશ્યમાન જગતરૂપ મિથ્યા ચિત્ર ખડું કરી દીધુ છે. આમ તેના સ્વાભાવિક પરિવર્તાનની મર્યાદા મનુષ્ય સુધીની છે. જેમ જમીનમાં નાંખેલા બીમાં ખાતર અને પાણી નાંખવાથી અંકુર, થડ, શાખા, પ્રતિશાખા, પાન, કુલ, અને અંતે ફળ એ રીતે સ્વાભાવિક પરિવર્તન થતું જ રહે છે, એટલે ઝાડને ખેંચીને કે બીજી કેાઈ ક્રિયા દ્વારા ઊંચું કરવામાં આવતું નથી તેમ મનુષ્યયોનિ પ્રાપ્ત થઈ એટલે પછી સ્વાભાવિક પરિવર્તન બંધ થાય છે. આ યોનિમાં આવ્યા પછી તેને માટે ત્રણ ઉપાય છે; એક તો કર્માતીત થઈ સ્વસ્વરૂપમાં જ એકરૂપ થઈ જવું કિંવા બીજે સારાં (પુણ્ય) કર્મો કરીને મનુષ્ય યોનિની ઉપર આવેલા સ્વર્ગાદિ કિંવા બ્રહ્માદિ લોકની પ્રાપ્તિ કરી લેવી અથવા તો ત્રીજો નહારાં એટલે પાપ કર્મો કરીને મનુષ્ય યોનિમાંથી પુન: નીચે એટલે પશુ, પક્ષી, વૃક્ષ, પહાડ, પાષાણુ ઈત્યાદિ સ્થાવરજંગમ યોનિઓમાં પડવું. આ મુજબ પોતપોતાનાં કર્મો પ્રમાણે તે બંધનને પામે છે એટલે આ મિથ્થા સંસારવૃક્ષના આરંભ પૂર્વે આત્મા જ પિતાના મૂળ સ્વરૂપે હોય છે તથા તેના બીજથી માંડીને ફળરૂ૫ મનુષ્યનિ સુધીના સમયે પણ તે પોતાનું સ્વરૂપ કદાપિ છેડત નથી અને સ્વાભાવિક પરિવર્તન પછી પણ તે (આત્મા) જ પિતાના સ્વરૂપમાં સ્થિત હોય છે. આ રીતે આ સંસારરૂ૫ મિથ્યા વૃક્ષના આદિ, મધ્ય અને અંતમાં એક આમાં જ વ્યાપેલા છે. જેમ મહાસાગરના પાણીની અંદર રહેલા બરફના પહાડની ઉપર, નીચે, આજુબાજુ સર્વોત્ર એક પાણી જ હોય છે, તથા અંદરને બરફ પણ પાણી ૩૫ જે છે તેમ આ મિથ્યા સંસારરૂપી વૃક્ષના આરંભરૂપ ઈશ્વર (વૃક્ષાંક ૨) થી માંડીને ફળરૂપ મનુષ્ય સુધી તથા તેના આદિ અંતે એક બ્રહ્મ કિંવા આત્મા જ વ્યાપેલ છે. આમ હોવાથી મનુષ્ય જે કર્માતીત થઈ જીવન્મુક્તિ પ્રાપ્ત કરી લે તો જ તે પોતાના સ્વરૂપને સુખાનુભવ કરી શકે છે, પરંતુ તે જ્યાં સુધી સ્વસ્વરૂપાનુભવ લઈને કર્માતીત થતો નથી ત્યાં સુધી આ મિયા માયાના ત્રણ ગુણના મોહપાશમાં સપડાઈને અનેક પ્રકારની વિષયવાસનાઓને લીધે હંમેશાં પુણ્ય કિંવા પાપ (સારાં યા નઠારા) કર્મો કરતા રહીને કઈ વખતે નીચેની તે કઈ વખતે ઉપરની યોનિઓમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર એમ ભટકયા જ કરે છે. આમ ઈશ્વરાદિથી મનુષ્ય સુધી ઉપરથી નીચે આવનારે એટલે ઊર્ધ્વ મૂળવાળા કહેવાય તેમજ મનુષ્યલોકથી ઊપર
.
.
. .
.
T