________________
ગીતાહન ] અનાત્મ એવા બાહ્ય વિષયેનો કદી પણ ઈરછા કરતા નથી. [ ૭૦૩ નિઃશેષભાવના નિશ્ચય વડે અભ્યાસ દ્વારા જ્યાં પહોંચ્યા પછી ફરીથી પાછું આવતું નથી એ મારા આ-મસ્વરૂપની સાથે સંપૂર્ણ રીતે એક્યભાવને પ્રાપ્ત થા, હવે અનિર્વચનીય એવા મારા આ અવ્યયપદની પ્રાપ્તિ કેણ કરી શકે તે કહું છું.
निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामः ।
गच्छत्यमुदाः पदमव्ययं तत् ॥ ५॥
અમૂહ જ અવ્યય પદને પ્રાપ્ત કરી શકે છે માન અને મોહથી રહિત, સંગષાઃ એટલે આસક્તિરૂપી દે જેણે જીત્યા છે એવા, હંમેશાં આત્મપરાયણ, જેમની કામના એટલે તમામ ઈચછાઓ નિવૃત્ત થઈ ગયેલી છે, જે સુખદુઃખ નામના તમામ દ્વોથી તદ્દન મુક્ત થયેલા છે, એવા અમૂઢ (જેઓ મોહને લીધે હું શરીર છું એમ માને છે તેઓ મૂઢ, અસુર કિંવા અવિવેકી કહેવાય છે તથા જેઓનો મેહ નિવૃત્ત થઈ હું આત્મા છે એવા પ્રકારને નિશ્ચય હોય છે, તે અમૂઢ કહેવાય છે) એટલે વિદ્વાને જ તત્ અર્થાત આત્મરૂપ અવ્યયપદ તરફ જાય છે. સારાંશ એ કે, જેઓનો વિવેક વડે “હુ' એટલે આત્મા જ છે એવા પ્રકારનો દઢ નિશ્ચય થયેલ હોય તેવા નિર્મોહ તથા હું એટલે શરીર છું એવો અહંભાવ તદ્દન છૂટી જવા પામેલો છે એવા માનહિત બનેલા, સંગ એટલે આસક્તિ અથત આત્મામા હું, તું, તે આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ કોઈ પણ ભાવનો કિંચિત પણ લવલેશ નથી એમ જાણીને જેમણે તમામ આસક્તિરૂપી દોષોને જીતેલા છે અર્થાત જેમને કશા પર પણ પ્રતિ હતી નથી એવા તદ્દન અલિપ્ત એટલે જ સંગદોષ જીતેલા; જે નિત્યપ્રતિ આત્મામાં જ રમમાણ થયેલા છે એટલે જે હંમેશા આત્મા સિવાય બીજું કાંઈ દેખતા નથી, જેઓ અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી એવા નિત્ય આત્મપરાયણ; વિનિવૃત્તકામાઃ એટલે જેની તમામ કામનાઓ અથવા ઈછાઓ સદંતર નિવૃત્તિ (લય)ને પામી ગઈ છે, તેમ જ સુખ તથા દુઃખ ઇત્યાદિ સંતાઓ વડે કહેવામાં આવતા જે જે કાંઈ કંઠો છે તે તમામ બેપણાની ભાવનાઓમાંથી જે અત્યંત મુક્ત થયેલા છે અર્થાત વ્યવહારમાં સુખદુઃખ, લાભાલાભ, હું અને મારું ઇત્યાદિ બે પશુની સંજ્ઞા વડે જે જે કાંઈ ભાયમાન થાય છે તે તમામ દ્વતરૂ૫ નહિ પરંતુ એક આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારની કેવળ એક ભાવનામાં જ જે હંમેશ યુક્ત છે એવા સુખદુઃખાદિ કંઠીથી અત્યંત વિમુક્ત થયેલા અમૂઢ અર્થાત આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારના જ્ઞાન નિશ્ચયવાળા જ્ઞાનીઓ જ અવ્યય એવા તે આત્મપદની પ્રાપ્તિ કરી શકે છે.
અહંકારના વિલયથી સંસારવૃક્ષને થતે નાશ શ્રીભગવાન કહે છે: હે પાર્થ! હું કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમાં વાસ્તવિક માન એટલે અહંકારાદિને અશમાત્ર પણ નથી, માટે એ મિસ્યા અહંકારની ભાવના જ તું ન કર અને કેવળ આત્મરવરૂપ એવા મને જ સર્વત્ર જે. આત્મવરૂપ એવા મારે તને ફક્ત એટલું જ કહેવાનું છે કે મારા સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહિ. એટલો જ સર્વનો ખરો સાર છે. શુદ્ધ ચિત્તમાં જ આ ઉપદેશ બરાબર ઉતરે છે. તે શ ચિત્તવાળા છે. આ સંસારરૂપી વૃક્ષનું બીજ અહંભાવના જ છે, આ હું તથા અમુક મારું છે એ ભાવ આ સંસારક્ષના અંકરાદિથી માંડી, ફૂલ, ફળ અને તેમાંના બીજાદિ સુધીના સર્વ ભામાં ફેલાયેલો છે.