________________
ગીતાસાહન ].
અને ધીર અમૃતવ (આત્મપદ) ને ધ્રુવ સમજીને- [ ૩૦૧ આ અસંગરૂ૫ દઢ શસ્ત્ર વડે તેને ઉચ્છેદ કરી નાખવો જોઈએ. (અસંગ કોને કહે છે તે સંબંધમાં અધ્યાય ૪ શ્લેક ૨૦ પૃષ્ઠ ૨૭૩ થી ૨૭૪ જુઓ).
ततः पदं तत्परिमार्गितव्य यस्मिन्गता न निवर्तन्ति भूयः। तमेव चाय पुरुष प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥४॥
ફરીને પાછા આવતા નથી શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન! તને આત્મસ્વરૂપ એવા મારી (વૃક્ષાંક ૧) પ્રાપ્તિ કરાવી આપનાર આ મિથ્યાસંસારરૂપી અશ્વત્થવૃક્ષનો નાશ કરનારા સર્વાત્મભાવ તથા નિઃશેષભાવ એમ બે અભ્યાસક્રમો ઉપર કહ્યા. તે પછી કોઈ પણ એક માર્ગનું અવલંબન કરી તેમાં જ્યારે પૂર્ણતા થાય એટલે પોતાહ સર્વભાવોને વિસરી જઈ જ્યારે પૂર્ણ તાદાસ્યભાવની પ્રાપ્તિ થાય છે ત્યારે જ અત્યંત શેધવાલાયક એવું જે “તત' પદ એટલે અનિર્વચનીય એવા આત્મપદને માટે તત્ એવી સંજ્ઞા વડે શાસ્ત્રોમાં સંબોધવામાં આવેલું છે તેવા આત્મપદની પ્રાપ્તિ થાય છે. જ્યાં ગયેલા ફરી પાછા આવતા નથી; અર્થાત્ નદી જેમ સમદ્રને મળી ગયા પછી જુદી થઈ શકતી નથી તેમ અનિર્વચનીય એવા આભરવરૂપની સાથે તદ્રુપ થયેલાઓ ફરીથી કદી પણ પાછા આવી શકતા નથી તથા જેના વડે આ પુરાણું અર્થાત પુરાણમાં કહેવાયેલી પ્રાચીન પ્રકૃતિપુરુષના વિવેકાદિરૂપ જે આ મિથ્યા પ્રવૃત્તિ પ્રસરેલી કિંવા ફેલાયેલી ભાસે છે તે આઘપુરુષને
હ) પ્રાપ્ત (તદ્ર૫) થયો છે. અર્થાત આ પ્રકૃતિ પુરુષના વિવેક વડે પુરાણદિમાં દર્શાવાયેલી અનાદિ એવી મિથ્યા સંસારરૂપી અશ્વત્થની પ્રવૃત્તિને પ્રસૃત કરનાર બીજના પણ બીજરૂ૫ આત્મસ્વરૂપ આદ્યપુરુષની સાથે આત્મસ્વરૂપ એવો હું એકતાને પ્રાપ્ત થયો છે. તાત્પર્ય એ કે, આ રીતે પોતાહ તમામ ભાવનાઓનો ત્યાગ કરીને ઉપર જણાવેલા બે પૈકી કોઈ પણ એક અભ્યાસ વડે આત્મસ્વરૂપ એવા મારી સાથે તદ્રુપતા પ્રાપ્ત કરી લેવી જોઈએ, કે જેથી એક વખતે જેઓ ત્યાં પહોંચ્યા એટલે તેઓ ફરી પાછી આ દુઃખરૂપ એવા સંસારચક્રમાં આવતા નથી.
આત્મામાં જગતનું બીજ છે કે નથી? હે પાર્થ! તને ઉપર બીજસહ અશ્વત્થ વૃક્ષનું દષ્ટાંત આપીને જે આત્મતત્ત્વ સમજાવ્યું છે, તે તે ફકત અજ્ઞાનની નિવૃત્તિ થવા પુરતું જ છે. એ ઉપરથી આત્મા એ ચરાચર દશ્યનું બોજ હશે એવું સમજીશ નહિ. આ બધું અજ્ઞાનીઓને સમજાવવાને માટે કેવળ યુક્તિરૂપ છે એમ જાણુ. કેમકે વાસ્તવિક રીતે તે
ગત છે કિંવા નથી તે તથા તેને જાણનાર સાક્ષી એ પિકી કક્ષાનું પણ અસ્તિત્વ નથી. અરે! અસ્તિત્વ છે કે નથી તે પણ સાક્ષીભાવના અભાવે કોણ જાણી શકે? આથી તે આત્મપદ અનિર્વચનીય છે એટલે જ તેનું વર્ણન થઈ શકે તેમ છે. તેથી જેમ એક ધરમાંનું એક આકાશ, બીજામાંનું બીજું, ત્રીજામાંનું ત્રીજું, એમ ગમે તેટલા આકાશની ગણત્રી કરવામાં આવે તે પણ તેથી કાંઈ આકાશ ભિન્ન ભિન્ન થતું નથી અને તેમાં કાંઈ વિકાર કે આકાર ઉત્પનન થતા નથી તેમ અવ્યય એવા તે આત્મપદમાં છે અને નથી તથા એ બંને ભાવોને જાણનારો સાક્ષી આ ત્રણેને જ જે અભાવ છે તે પછી તેને બીજરૂપે છે એમ કહેવું પણું શી રીતે લટી શકે? દૃષ્ટાંત તે કેવળ તત્ત્વ સમજાવવા પૂરતાં એકતરફી જ હોય છે, તે સર્વાશે કદી પણ મળતાં નથી, જે સવારે મળે તે પછી તેને દષ્ટાંત નહિ કહેતાં તેને સિદ્ધાંત૨૫ જ કહેવાં પડશે. આથી