________________
૩૦૪ ]
ચન દઉં સં રદ્દિા
મૈથુનાના [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૫/૬
પ્રથમ તો માન એટલે હું' એવો ભાવ પેદા થાય છે તથા પછી બીજમાંથી જેમ અંકુરાદિ ઉત્પન્ન થાય તેમ તેમાંથી માર એવો ભાવ ઉત્પન્ન થઈ પછી તેને અનેક શાખાઓ, પ્રતિશાખાઓ તથા પલ્લવો ફૂટે છે. આમ હોવાથી પ્રથમ તો હુ” નામની ચૈતન્યથી જુદી કોઈ વસ્તુ છે જ નહિ, એ પ્રમાણે નિરહંકારનું જ હંમેશાં અવલંબન રાખવું કે જેથી મોહવડે બંધાયેલી અને સુખદુઃખાદિ કંઠોરૂપી ફળ આપનારી ઇચ્છા જ અંદરથી શાંત થઈ જાય છે. આમ નિરહંકારતાનો અભ્યાસ થવાથી લોઢું, પથ્થર, માટી, સેનું ઇત્યાદિ મારું, તારું, સુખદુઃખ, શીતઉણુ વગેરે તમામ કંઠ ભાવનાઓ શમી જઈ સમાનતા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહંકારનો નાશ થતાં જ આ બધું સંસારરૂપ વૃક્ષ અનાયાસે જ શાંત થાય છે. આ રીતે મેહ વડે માનવામાં આવેલો દેહાધ્યાસ એટલે હું દેહ છું એવો અભ્યાસ છોડી દઈ હું ભાવને પણ વિલય કરી નાખવો જોઈએ અને તેથી હું આભા છે એવા નિશ્ચય વડે હું, કર્તાભોક્તા, સુખદુઃખ, પુણ્યપાપ ઈત્યાદિ સર્વથી પર સર્વ કામનાઓ કિંવા ઇચ્છાઓથી રહિત, આસકિત વગરને તદ્દન અસંગ એવો, કેવળ એક આત્મભાવનામાં જ સ્થિર થયેલો, અમૂઢ એટલે વિવેકી વા જ્ઞાની જ બ્રહ્મવેત્તાઓએ સેવેલા નિર્વિકાર શાંત, અક્ષય જન્માદિ ભાવવિકારોથી રહિત, સર્વત્ર સમાન રહેલા, નિત્યસિદ્ધ તથા સ્વપ્રકાશ અને અવ્યય એવા પરમપદની પ્રાપ્તિ કરી શકે છે.
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः । यद्गत्वा न निवर्तन्ते तुद्धाम परमं मम ॥ ६ ॥
આત્માને સૂર્ય ભાસમાન કરી શકતું નથી તત અર્થાત આત્મપદ (વૃક્ષાંક ૧)ને નથી સૂર્ય ભાસમાન કરી શકો કે નથી ચંદ્ર અથવા નથી અગ્નિ ભાસમાન કરી શકતા, અર્થાત તે સ્વતઃસિદ્ધ જ છે. જેને પામેલા કદી ફરી પાછા આવી શકતા જ નથી એટલે પુનરાવર્તનને પામતા નથી, એવું આ મારું તે એટલે આત્મસ્વરૂપ જ પરધામ છે. આ અર્થનું શ્રુતિમાં પણ વાકય છે. સર્વ જગતને પ્રકાશ આપનારા પ્રસિદ્ધ એવા આ સૂર્ય, ચંદ્ર ને તારા પણ બ્રહ્મને પ્રકાશમાન કરી શકતા નથી તો પછી અગ્નિ તો શી રીતે કરી શકે? એટલું જ નહિ પરંતુ તે એટલે આત્મા કિંવા બ્રહ્મના અધિકાનરૂપ પ્રકાશ વડે જ આ સૂર્ય, ચંદ્ર, તારા અને અગ્નિ ઈત્યાદિ સર્વ પ્રકાશિત થાય છે. સ્વયંપ્રકાશ એવા બ્રહ્મના પ્રકાશ વડે જ આ સર્વ ચરાચર દશ્ય પ્રકાશમાન થયેલું છે (કઠોપનિષદ્દ અધ્યાય ૨ વલી ૫ મંત્ર ૧૫). જેમ દી દરેક વસ્તુઓને પ્રકાશિત કરે છે પરંતુ વસ્તુઓ કાંઈ દીવાને પ્રકાશિત કરી શકતી નથી; વળી દીવાને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ દીવાની જરૂર હોતી નથી તેથી તે સ્વયંપ્રકાશ છે એમ જાણો. વળી દીવ પિતે તે કાંઈ જાણતા નથી કે હું સ્વયંપ્રકાશ છું અને આ બધી વરતુઓ મારા વડે પ્રકાશમાન થયેલી છે. આથી પ્રકાશિત વસ્તુઓ અને તેને જાણનારા સાક્ષીને લીધે દીવો વયંપ્રકાશ છે અને વસ્તુઓ પર પ્રકાશિત છે. એવો ભેદ થઈ શકે છે, વસ્તુતઃ તે ભેદ દીવાની દષ્ટિએ નથી; તેમ આ આત્મા કિંવા બ્રહ્મ, શન્યરૂપ પણ નથી અને પ્રકાશ્ય કિંવા પ્રકાશરૂપ પણ નથી, તેમ પણ નથી, નાતાપણાથી રહિત હોઈ જીવરૂ૫, બુદ્ધિરૂપ કિંવા મનરૂપ પણ નથી. એ તત્વ કેઈપણ રૂપ નથી અને સર્વરૂપ છે. કેમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઈત્યાદિ અંત:કરણદ્વારા જે જે કાંઈ અનુભવવામાં કિંવા જાણવામાં આવે છે તે સર્વ વસ્તુતઃ આત્મસ્વરૂપ જ છે, તેમ જ જે વડે આ સઘળું જાણી શકાય છે તે પણ એ આત્મસ્વરૂપ જ છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ ત્રણેમાં અખંડિત એકરૂપે રહેલું એવું છે આત્મસ્વરૂપ તે જ મારું પરમ સ્વરૂપ છે. એમ તું નિશ્ચયપૂર્વક સમજ. એ બ્રહ્મ જન્મથી અને જરાથી રહિત છે, અનાદિ છે, અવિચળ છે, નિત્ય છે, સુખરૂપ છે, નિર્મળ છે, તે એક વખતે અનુભવમાં આવ્યા પછી ફરી પાછું કદી પણ જુદું થઈ શકે તેવું નથી. તે જ અત્યંત વંદનીય હે ઈ તદ્દન શુદ્ધ છે, સર્વ