________________
૬૯૮]
તે મૃયોજિત વિતતી વાર..
[ સિદ્ધાન્તકાર્ડ ભ૦ ગીવ અ૦ ૧૫/૨
ઉપાધિમાંથી મુક્ત બને છે. આ ઉપરથી એવો નિશ્ચય થાય કે જે બીજની શોધ કરવી હોય તે પિતામહ તેમાંથી ઉત્પન્ન થયેલા મૂળિયામાંથી માંડીને તે ફળ સુધીના તમામ ઝાડનો જયારે વિલય થઈ જાય છે ત્યારે જે શેષ રહે છે તેવું સ્થાન એ જ આ વૃક્ષના બીજનું પણ બીજ છે. વૃક્ષના મૂળથી તે શાખા, પ્રતિશાખા, પાંદડા, ફલ ફળ વગેરેનો ઉત્પત્તિક્રમ તે મળી શકે છે. તે સર્વ જેવું બીજ તેવો જ અંકુર એટલે જેનું બીજ તેનું જ ઝાડ એ ન્યાયાનુસાર જેમ આંબાના બીજમાંથી આંબાનું ઝાડ જ ઉત્પન્ન થાય છે, તેનાં મૂળિયાં, થડ, ડાળીઓ, પાંદડાં, ફૂલ, અને ફળ તથા તેમાંનું બીજ, એ સર્વ આંબાનાં જ છે એમ કહી શકાય છે તેમ આ સંસારવૃક્ષના બીજની શોધ કરવાથી જ્યાં મૂળિયાં સહ તમામ સંસારવૃક્ષનો વિલય થાય છે, એવું તે અનિર્વચનીય હોવું જોઈએ, એમ નિશ્ચિત સિદ્ધ થાય છે. આ અનિર્વચનીય એવું આત્મરૂપ બીજ જ્યારે “હું” “હું” એવા કુરણરૂપ અંકુરને પ્રાપ્ત થયું ત્યારે જ જાણી શકાયું કે “હું” “હું” એવા કુરણરૂપ અંકુરનું કઈક બીજ જરૂર હોવું જ જોઈએ, આમ તત્ત્વદષ્ટિએ તેના એટલે બીજના પણ બીજરૂપ અનિર્વચનીય એવું એ આમપદ છે. તેને “તત' એવી સંજ્ઞા હોઈ જેને આદ્યપુરુષ કહેવામાં આવે છે તે પણ આ જ છે; એ રીતે બીજનો નિણય ફક્ત તવદષ્ટિ વડે જ થઈ શકે તેમ છે; તેને સાક્ષાત અનુભવ કરી પ્રત્યક્ષ ખાતરી કરી લેવાને માટે અંકુરરૂપ થયેલા “હું” “હું” એવા સ્કરણ (વૃક્ષાંક ૩)નાં મૂળિયાં કે જેને ઈશ્વર, દ્રષ્ટા કિંવા સાક્ષી (ક્ષાંક ૨) ઈત્યાદિ કહેવામાં આવે છે તે સહ આ સર્વને જ્યારે વિલય થાય છે અને ત્યાર પછી જે અવશેષ રહે તેને અનુભવ લેવો જોઈએ. તો જ આ સંસારવૃક્ષના બીજની સાચી શોધ થઈ એમ કહી શકાશે. આ ઉપરથી આ સંસારવૃક્ષને અશ્વત્થ એટલે ક્ષણિક અથવા નાશવંત શા માટે કહે છે તે તું સારી રીતે જાણી શકીશ. વળી તારા ધ્યાનમાં એ પણ આવ્યું હશે કે આ સંસારરૂપ વૃક્ષનું સાચું સ્વરૂપ તે ત્યારે જ અનુભવી શકાય છે કે જ્યારે આ સર્વ અનિર્વચનીય એવું આત્મવિરૂ૫ છે એ સમભાવને તન્મયતા પ્રાપ્ત થતાં સુધી અભ્યાસ થાય. પોતાહ સર્વનો વિલય કરી સંપૂર્ણ રીતે તાદાઓ નાવ પ્રાપ્ત થતાં સુધી એકનિષ્ઠા વડે દઢ નિશ્ચયથી સર્વાત્મભાવનો જ સતત અભ્યાસ કરવો જોઈએ કિંવા પિતા સહ સંપૂર્ણ દશ્યને આ નથી, આ નથી એવા પ્રકારના દૃઢનિશ્ચય વડે નિઃશેષ કરી નાખવાને માટે તેવા નિઃશેષભાવનો સતત અભ્યાસ કરવો જોઈએ. એટલા માટે જ મેં તને પ્રથમ બીજાકરન્યાયાનુસાર આ તમામ સંસારવૃક્ષનું મૂળ ઉt'ચે (વૃક્ષાંક ૨) હોઈ તેની શાખા તથા છંદાદિપ પાંદડાં નીચે છે (વૃક્ષાંક ૩ થી ૧૫ ), તે બધું જાણે દશ્યરૂપે જ ન હોય એમ મૃગજળવત જોવામાં આવે છે ખરું પરંતુ વાસ્તવમાં તેવું નથી પરંતુ અવ્યય એટલે આત્મસ્વરૂપ જ છે તથા એવું જાણનારે જ ખરે નાની છે એમ કહેલું છે. હવે નિઃશેષ અવસ્થા સંબંધને અભ્યાસને માટે આ જ અશ્વત્થરૂપ સંસારવૃક્ષનું વર્ણન તને કહેવાનું હોવાથી મેં નીચે મૂળ તથા ઊર્ધ્વ અને અધઃશાખા છે એમ કહેલું છે. તેને ઉદેશ એ છે કે તને ઉપર ઝાડના દૃષ્ટાંતમાં કહ્યું તે પ્રમાણે સૌથી પ્રથમ બીજનો નિર્ણય થયા પછી તેમાંથી ઝાડની ઉત્પત્તિ થવા પામે છે, ઝાડામાં ફળો ઉતપન્ન થઈ તેનાં અસંખ્ય બીજો તથા તે બીજેમાંથી ફરી પાછાં અસંખ્ય ઝાડે ઉત્પન્ન થતાં રહે છે, એ પ્રમાણે જે ક્રમ ચાલે છે તે પણ સર્વ મિથ્યા અને ક્ષણિક છે. કેમ કે અશ્વત્થની જેમ આ સંસારવૃક્ષ પણ બીજ વગર અથવા તો જેમાંથી વૃક્ષની ઉત્પત્તિ થઈ ન શકે એવા પ્રકારના (બ્રહ્મરૂપ) બીજમાંથી કોઈ પણ કારણ અને સ્થાન વગર વિના ઉછેર્યો અનાયાસે ઉત્પન્ન થયેલું હોવાનું ભાસે છે; તેથી પાક્ના અનુસંધાનને ધ્યાનમાં રાખી મેં તેનું અશ્વત્થરૂપે જ વર્ણન કર્યું છે, એમ સમજ. આથી આ બંને વિધાનોમાં ખાસ કંઈ વિરોધાભાસ નથી પરંતુ શાસ્ત્રમાન્ય એવી તત્ત્વજ્ઞાન સમજવાની આ એક યુક્તિ છે, ઉપનિષદોમાં પણ તે પદ આવી યુક્તિઓ વડે જ સમજાવાયેલું છે, એમ જાણુ.
કર્માનુબંધીનિ મનુષ્યલોકે ભગવાન આગળ કહે છે: હે અર્જુન ! હવે તારા ધ્યાનમાં આવ્યું હશે જ છતાં દઢતાને માટે કહું છું. ઉપર કહ્યા પ્રમાણે એક વખત સૌથી પ્રથમના બીજને નિર્ણય થયો એટલે અનિર્વચનીય એવા