________________
૬૯૬]
पराचः कामाननुयन्ति बालाः
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૫/૨
એમ કહ્યું અને તરત પાછા અહીં તેથી વિરુદ્ધ કહે છે તે એ બને પરસ્પર વિરુદ્ધ વિધાનો કેમ સંભવે? આ શંકાના સમાધાન માટે કહું છું તે તું સાંભળ. વાસ્તવિક રીતે તે આમાં વિરોધાભાસ જેવું કાંઈ નથી. ઉપર જે તને અશ્વત્થનું દષ્ટાંત આપીને સંસારવૃક્ષનું વર્ણન કર્યું તે તે અપરા પ્રકૃતિ, સર્ગસૃષ્ટિ કિવા મહાકારણુ સૃષ્ટિનો ત્રણગુણે વડે વિસ્તાર (વૃક્ષાંક ૩થી ૧૫ સુધી) થયો છે એવી જેમની દૃઢ માન્યતા હોય તેવાઓને ઉદ્દેશીને હોઈ તે કેવી રીતે થવા પામ્યો તે પ્રથમ સમજાવવામાં આવ્યું છે અને પછી બીજાંકુર ન્યાયાનુસાર તે સર્વ અભિન્ન એવા અવ્યય કિવા આત્મરૂપ જ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એ રીતે એજ્યભાવની પરિપકવતા થતાં સુધી અભ્યાસ કરવાને માટે કહ્યું. એ તો અનિર્વચનીય એવા અવ્યય ( વ્યયરહિત) આત્મસ્વરૂપમાંથી વિવરૂપ આ મિયા આભાસ કેવી રીતે ઉત્પન્ન થયો તેનું રહસ્ય તને યુક્તિવડે સમજાવેલું છે. હવે આ સર્વ સંસારવૃક્ષ, ભ્રમને લીધે જે ત્રણ ગુણોના મિશ્ર દ્વારા અનેક આભાસને પ્રાપ્ત થઈ તદ્દન સત્ય જ છે એવી રીતે તેની દઢતા જેઓને અત્યંત રૂઢ થયેલી છે એવા અવિવેકીઓ કે જેઓ તો તેને તદ્દન સત્ય માની આ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોના પાશમાં સપડાઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઇત્યાદિ વિષય કે જે ઉપર ઉપરથી જોવામાં મધુર જણાય છે અને જેમાં અસંખ્ય પ્રકારનાં મિશ્રણ થવા પામેલાં હોઈ જે અંતે વિષ રૂ૫ હાઈ વસ્તુતઃ સાવ મિથ્યા જ છે તેમાં રચ્યાપચ્યા રહે છે અને તેવામાં ત્રણ ગુણોના પાશમાં સપડાઈ પોતપોતાની વાસનાવશાત અનેક પ્રકારની ઉચ્ચ એટલે મનુષ્યમાંથી બ્રહ્મલોક પર્વતની યોનિઓ તથા નીચ એટલે મનુષ્યમાંથી પશુ, પક્ષી, વૃક્ષ, પાષાણુ ઇત્યાદિ નિઓમાં ભટકયા જ કરે છે. સ્પષ્ટતાને માટે દૃષ્ટાંત કહું છું.
પ્રથમ ઝાડ કે બીજ ? જેમ વ્યવહારમાં કોઈ કહેશે કે ઝાડ પહેલું કે બીજ પહેલું તેને ઉત્તર આપો કઠણું છે. કેમ કે બીજ વગર ઝાડની ઉત્પત્તિ કદી પણ થતી નથી તથા ઝાડમાં ફળો થાય ત્યારે જ તેમાં બીજ ઉત્પન્ન થાય છે એવો વ્યવહારમાં સ્પષ્ટ અનુભવ છે. હવે જે ઝાડ પ્રથમ છે એવા પક્ષને સ્વીકાર કરવામાં આવે તે અડચણ એ આવે છે કે જગતમાં સૌથી પ્રથમ ઝાડ ઉત્પન્ન થયું ત્યારે બીજ ક્યાંથી આવ્યું ? અથવા તે બીજ વગર જ કેવી રીતે ઉત્પન્ન થયું ? આ શંકાનું નિવારણ થાય કે પછી તે ઝાડમાંથી શાખા, પાન, કલ, ફળ અને તે ફળમાં બીજ ઇત્યાદિ તેમ જ તે બીજોમાંથી ફરી પાછા અનેક વૃક્ષો તથા તેની શાખા પાન, ફૂલ, ફળો વગેરે; એ રીતે અનંત ઝાડોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કેવી રીતે અને કયા આધારે થાય તે સર્વ જાણી શકાય છે. પરંતુ સૌથી પ્રથમ બીજ જ કયાંથી આવ્યું તેની સિદ્ધતા થતી નથી. વળી જો બીજ પ્રથમ હોય એમ માનીએ તો તે બીજ જમીન વગર ઉગી શકતું નથી. માટે તે બીજ પડવાની ભૂમી પણ પહેલેથી હેવી જોઈએ તથા બીજ નાખનારો પણ કઈ અવશ્ય હોવો જોઈએ. આટલી બાબતોનો રવીકાર થાય તે જ આગળ ચાલી શકાય. તેના નિર્ણયને માટે શાસ્ત્રમાં કાકાલીય ન્યાયને આશ્રય લઈ પીપળના વૃક્ષના દૃષ્ટાંત દ્વારા સમજાવવાની પદ્ધતિ છે અને મેં પણ તેનું જ અવલંબન કરેલ છે. વ્યવહારન અનભવ ઉપરથી જણાય છે કે બીજ વગર વૃક્ષનું અસ્તિત્વ કદી પણ શકય નથી, આથી એવું અનુમાન કરવું પડે છે જે અર્થે બીજ વગર વૃક્ષનું અસ્તિત્વ કદી પણ શક્ય નથી તે અર્થે પ્રથમ બીજ તો હોવું જ જોઈએ. પરંતુ તે બીજનું કારણ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી, તેથી તે કારણ કેવળ લક્ષ્યાથ વડે જ જાણી શકાય એવું હોઈ જ્યારે તેમાંથી અંકુર ફૂટ્યો ત્યારે જ તે જાણી શકાયું કે આ અંકુર ફૂટયો છે તો જરૂર તેનાં મૂળમાં બીજ હોવું જોઈએ. કાણુ મૂળિયાં, થડ, શાખા વગેરે બધું તે જાણી યા પ્રત્યક્ષ જોઈ શકાય છે. પરંતુ બીજ તે પોતાનું બીજત્વ છેડીને મૂળિયાં અને અંકુરાદિરૂપે વિસ્તારને પામેલું હોવાથી તેને પતા શી રીતે મેળવી શકાય ? જે બીજની શોધ કરવાને માટે ઝાડનાં મૂળિયાંદિ ઉખેડવામાં આવે તો આખું ઝાડ જ મરી જાય છે અને તેની શોધ કરનારે પણ આ ઝાડનો જ દ્રષ્ટા હોવાથી ઝાડનો જ અંશ ગણાય. એટલે તેનું પિતાનું જે દૂછવાપણું તેને પણ વિલય અનાયાસે જ થઈ જાય છે.