________________
માતૃત્તામૃતવામિન્ II 8.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ ૧૫૨
જાણનારો તથા તેને જ્ઞાન અને અજ્ઞાન કહેનારો પણ આ મિથ્યા માયા (વૃક્ષાંક ૩) અને તેનો પ્રેરક ઈશ્વર (વૃક્ષાંક ૨)ની કક્ષામાં જ કઈ હોય છે, આત્મા પિકીન નથી; કેમકે આત્મામાં તો જ્યાં માયા (વૃક્ષાંક ૩થી ૧૫ ઘ) અને તેના સાક્ષી ઈશ્વર (વૃક્ષાંક ૨)નો જ લવલેશ નથી તે પછી એ માયાના કાર્ય પૈકી જ કંઈ આ માયા છે, આ ઈશ્વર છે, આત્મા છે અને તે આ અસંગ છે વા આ સસંગ છે; ઇત્યાદિ ભેદભેદે જાણનારો હોય તે તે જેમ સ્વપ્નમાં દેખાતે આપણો દેડ સ્વપ્નની સાથે જ વિલયને પામે છે તેમ માયા અને તેનું કાર્ય તથા તેના કાર્યો પૈકીને જ કઈક કહેવાતે આ માયાને દ્રષ્ટી તેમ જ માયાને જાણનારે ઈશ્વર (વૃક્ષાંક૨) પોતે પણ નિરર્થક જ કરે છે. સારાંશ એ કે, જે જે કાંઈ આવાણી વિલાસ છે, તે તે પ્રથમ જણાવી ગયા તેમ તમામ મિથ્યા છે. પ્રબંધ થતાં સુધી અજ્ઞાનમાંથી જ અજ્ઞાનનો આશ્રય લઈ આ અજ્ઞાનને કાંટે કાઢવાની તે એક શાસ્ત્ર કલ્પિત યુક્તિ છે એટલું જ; વાસ્તવિક રીતે આત્માનું સ્વરૂપ તે તદ્દન અનિર્વચનીય જ છે એમ નિશ્ચયપૂર્વક જાણ ( સાચું જ્ઞાન થતાં સુધી મિથ્યા યુક્તિએને આશ્રય લઈ સમજાવવાની પ્રથા સંબંધે વધુ વિવેચનને માટે અધ્યાય ૨ પૃષ્ઠ ૧૫૩થી ૧૬૭ તથા અધ્યાય ૧૩ જુઓ).
સંસાર મિથ્યા છતાં સત્ય કેમ લાગે છે? શ્રીકૃષ્ણ ભગવાન કહે છે : હે પાર્થ! આ મુજબની સત્ય પરિસ્થિતિ હોવાથી જ હું તને કહી રહ્યો છું કે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિ વડે જે જે કાંઈ ભાસમાન થાય છે તે સર્વ આત્માને આત્મામાં આત્મરૂપ સાધન વડે અને આત્મરૂપે જ ભાસે છે, એમ નિઃશંક જાણ. એ જ્યારે તારો સંપૂર્ણ નિશ્ચય થશે અને આત્મા વિના બીજું કાંઈ દેખવાપણું રહેશે નહિ ત્યારે આ બધું જાણવાનું, જાણેલું તેમ જ જે જે કઈ ભાસમાન થાય છે એવું તમામ દસ્ય, ઈન્દ્રજાળવત મિથ્યાભ્રમરૂપ કેવી રીતે હતું તે તું સારી રીતે અનુભવી શકીશ. પછી કેઈપણ પ્રકારની શંકા તારા મનમાં રહેવા પામશે નહિ એટલે તું તદ્દન નિઃશંક થઈ શકીશ; કેમ કે જ્ઞાન પતે તો સ્વતઃસિદ્ધ છે, તેને બીજા કોઈના આધારની અપેક્ષા નથી. જેમ દીવાને પ્રકાશવાને માટે બીજા કોઈદીવાની અપેક્ષા હોતી નથી તેમ વ્યવહારમાં તે જ્ઞાન છે એવો તેના ઉપર જે આરોપ કરવામાં આવે છે તે પણ અનાનમાંની જ જ્ઞાન નામની એક શાખા છે, એમ જાણવું. તેથી પ્રકાશની પ્રાપ્તિ થઈ એટલે ફક્ત અંધારું નષ્ટ થયું એ ભાવ જ તેમાંથી લેવાના હોય છે તેમ જ્ઞાનની પ્રાપ્તિનો અર્થ અજ્ઞાનની નિવૃત્તિ કરવી એટલો જ એક સમજવો. આથી જેમ કાંટા નો કાંટો કાઢી નાંખવાનો તેમ અજ્ઞાન (વ્યવહારનું જે જ્ઞાન તે અજ્ઞાનની અંતર્ગત આવતું હોવાથી તે અજ્ઞાન છે) વડે અજ્ઞાનને નિવૃત્ત કરી નાંખવું; બસ એટલું જ એક તમામ શાસ્ત્રોનું કાર્ય છે, એમ સમજ, મેં આ મિયા સંસારવૃક્ષની અશ્વત્થવૃક્ષની સાથે તુલના કેમ કરી તે હવે આથી તારા ધ્યાનમાં સારી રીતે આવ્યું હશે. હવે તું કહેશે કે આ વાત તે હું સારી રીતે સમજ્યો. આ સંસારવૃક્ષ કારણ વગર જ ઉત્પન્ન થયેલું હોઈ ક્ષણિક અને તદ્દન મિથ્યા છે એટલું જ નહિ પરંતુ ત્રણે કાળમાં કદી છે જ નહિ. આ રીતે અવિદ્યમાન છતાં પણ ભ્રમ વડે મને તો તે તદ્દન સાચા જેવું જ ભાસે છે તે તે ભ્રમ કેવી રીતે દૂર કરો, તે માટે કાંઈ ઉપાય છે? તે તે સંબંધે તને હવે કહું છું તે તું સારી રીતે સાંભળ.
આને જે અવ્યય (આત્મા) રૂપે જાણે છે તે જ ખરે જ્ઞાની જેનું મૂળ ઊર્વ એટલે ઉપર, શાખા નીચે તથા છંદ એ જેનાં પાંદડાંઓ કહેવાય છે, તે વીજળી કિંવા સ્વપ્નની માફક ક્ષણવારમાં નાશ પામનાર અર્થાત બીજી ક્ષણે પણ જેનું અસ્તિત્વ રહે એવી જેને માટે ખાતરી નહિ આપી શકાય એવા આ સંસારરૂપી અશાશ્વત વૃક્ષને અશ્વત્થવૃક્ષ એટલે બોજ લગાડ્યા વગર એટલે કારણ વગર અને કોઈપણ પ્રકારનો પ્રયત્ન કર્યા સિવાય જ વધેલું એવું પીપળાનું ઝાડ કહેવામાં આવે છે, કેમ કે આ સંસારવૃક્ષ પણ તદ્દન નશ્વર અર્થત ક્ષણમાત્ર પણ રહેશે એવી જેને માટે કદી પણ ખાતરી નહિ આપી શકાય એવું, કોઈ પણ કારણ અને પ્રયત્ન વગર જ ઉત્પન્ન થયેલું તથા વાસ્તવિક મિથ્યા હોવા છતાં પણ સ્વપ્નની માફક જાણે સત્ય જ ના હોય તેવું ભાસે છે, તેને ક્ષણિક અને નાશવંત નહિ સમજતાં