________________
ગીતાદેહન ] અમરત્વ ઈચ્છનાર કોઈક વિરલે ધાર જ પ્રત્યગાત્મા (દશ્ય આત્માપ)ને [ ૬૭ છે, અને તેને જાણનારે પણ તત રૂ૫ જ છે, એ પ્રમાણે તે સારી રીતે જાણી શકે છે. તાત્પર્ય એ કે, આ ભ્રમરૂ૫ મિથ્યા સંસારવૃક્ષ બીજ વગરનું અને કોઈના પશુ ઉછેર્યા સિવાયનું, ક્ષણિક અને આદિ તથા અંતવાળું હાઈ વીજળીની જેમ ક્ષણમાત્રમાં નાશ પામનારું હોઈ જેની આત્મામાં કદી ઉત્પત્તિ જ થવા પામેલી નથી એવું બીજરહિત છે. એવા પ્રકારનું ભાન હંમેશાં થાય એટલા માટે પીપળાનું ઝાડ કે જે વગર બીજે અને વગર પ્રયત્ન જ ઉત્પન્ન થવા પામેલું છે તથા અશાશ્વત છે તેની ઉપમા ભગવાને આ ભ્રમિત સંસાર કેવી રીતે મિથ્યા છે તે બતાવવાને માટે આપેલી છે.
જિગ્યા હોય તે કરણ, મહાકારણ તેનું નિરાકરણ કેમ કરે છે ? આ વિવેચન ઉપરથી પ્રશ્ન થવા સંભવ છે કે, ઉપર તો કહ્યું છે કે આ બ્રહ્માંડાદિ કાર્યસૃષ્ટિનું કારણ મહત્તવાદિ (વૃક્ષાંક ૬ થી ૧૨) તથા તેનું કારણ અને બ્રહ્માંડાદિનું મહાકારણ માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૫) છે અને આ માયાના ત્રણ ગુણોમાં ઈશ્વર (વૃક્ષાંક ૨)ની કાળરૂપ ઈક્ષણશકિત વડે ક્ષોભ ઉત્પન્ન થઈ આ ચરાચર મહાકારણું, કારણ તથા કાય૩૫ દક્ષ્યાળ ઉતપન્ન થવા પામેલી છે અને હવે વળી પાછી આ મિથ્યા દશ્યજાળ કારણ વગર જ ખડી થઈ ગયેલી છે એમ કહે તે તે સુસંગત નથી. આ શંકાના સમાધાન સંબંધમાં વિચાર કરો તો જણાશે કે જેમ આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી વતિ (તજ), તેજમાંથી જળ અને જળમાંથી પૃથ્વી અને પૃથવીમાંથી અનંત ભેદભેદો ઉત્પન્ન થયા હોય એમ પ્રતીત થાય છે પરંતુ આકાશ તો તદ્દન શાંત, સ્વચ્છ, સ્વસ્થ અને નિષ્ક્રિય છે; તેમાંથી પ્રથમ વાયુરૂપ ગતિ શી રીતે થવા પામે ? જો કે તે વાયુ આદિનું અધિષ્ઠાન હોવા છતાં પણ તે કાંઈ વાયુનું કારણ થઈ શકતું નથી. વળી આકાશ તો તદ્દન નિશ્ચળ છે અને વાયુ તે તે કરતાં તદ્દન વિરુદ્ધ ધર્મોને એટલે કે આ સય ચંચળ અને અશાંત હોય છે; આમ છે તો પછી આકાશ પોતાનાથી વિરુદ્ધ ધર્મના તત્ત્વને કેવી રીતે ઉત્પન્ન કરે ? અને જો આમ થાય તો અજવાળું અંધારાને અને અંધારું અજવાળાને ઉત્પન્ન કરે છે એમ કહેવાનો પ્રસંગ આવશે પણ વ્યવહારમાં તે અનુભવ તો કદી આવતો નથી; માટે આકાશે વાયુને ઉત્પન્ન કર્યો છે એમ કહેવું એ તે વંધ્યાના પુત્ર જેવું જ ગણાય. તસ્માતું આકાશ એ કાંઈ વાયુનું કારણ થઈ શકતું નથી પરંતુ વાયુને તે અવકાશ આપે છે એટલે જે આકાશ ન હોય તે વાયુનું અસ્તિત્વ જ સંભવે નહિ તેથી એમ માનવું જ પડે છે કે આકાશ એ વાયુનું અધિષ્ઠાન છે, પણ કારણ નથી; જે આમ છે ત્યારે વાયુમાં ચંચળતા શી રીતે ઉત્પન્ન થઈ એ વિચાર કરવાનો રહ્યો; જે અર્થે વ્યવહારમાં, વાયુમાં ચંચળ સ્પષ્ટ અનભવાય છે, તે પછી તેને ઉત્પન્ન કરનારો તો કઈ અવશ્ય હોવો જ જોઈએ એવું અનમાન પ્રથમ કરવું પડશે, પણ તેનો ઉત્પત્તિકાર આકાશ નથી એ વાત પણ નિર્વિવાદ સિદ્ધ થાય છે. તેને જે પ્રેરક છે તે તો જ્યારે વાયુમાં સ્પંદન થાય ત્યાર પછી જ જાણમાં આવી શકે એ છે એટલે વાયુમાં ચલન થાય તે ઉપરથી કહી શકાય છે કે તેને સ્પંદન કરનારો કાઈક છે અને તેની પ્રેરણાશકિત વડે જ વાયુમાં આ રીતે ચંચળતારૂપ ક્ષોભ ઉત્પન્ન થવા પામેલ છે. આમ એક વખતે વાયુનો ચંચળતાનો નિર્ણય થયો કે પછી તેજ (વહ્નિ), જળ અને પૃથ્વી એ ચારે મહાભૂતોની સંગતિ ભૌતિક જ્ઞાન વિજ્ઞાન વડે લાગી શકે છે. હવે ધ્યાનમાં રાખે કે આ રીતે વાયુ ચંચળ છે તથા આકાશ નિશ્ચળ છે એનું જ્ઞાન મેળવનારો તો આ પૃથવી તત્વમાંથી ઉત્પન્ન થયેલો કેઈ મનુષ્ય જ હોય છે, આકાશને તો તે વાતની કાંઈ ખબર પણ હોતી નથી; તેમ આ આત્મા તો આકાશની જેમ તદ્દન નિશ્ચળ, શાંત, ઉત્પત્તિથી રહિત, ઉપાધિ કિંવ મર્યાદાની કક્ષામાં નહિ આવનારો, અવ્યય અને કુટસ્થ છે. તે આત્મા તે આ દસ્થાદિ વગેરે મારા છે કિંવા મારામાં છે અથવા તે છે અને નથી એવું તેને જાણનારો કોઈ સાક્ષી છે. ઇત્યાદિ કાંઈ પણ જાણતા જ નથી; તેમ તે ઈશ્વર તથા તેની કાળપ ઈક્ષણશકિત વડે ભ પામનારી માયા અને તે માયાનાં સર્વાદિગુણની સાથે યુકિંચિત પણ સંબંધ ધરાવતું નથી. તે તે તદ્દન અસંગ
આ આત્મા અસંગ છે તથા આ જગતાદિ દશ્યનાળ સસંગ છે ઇત્યાદિ