________________
૨].
कबिदीरः प्रत्यगास्मानमैक्षत्
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૫/૧
જમીનમાં લગાડીને ઉગાડવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે નિરુપયેગી જ નીવડે છે, એટલે એક વખતે ખાવામાં આવેલું બીજ ફરીથી ઊલટીમાગે પણ જે નીકળી જાય છે તે પણ અંકુર ફૂટવાને માટે નિરુપયોગી નીવડે છે તેમાંથી અંકુરના બીજનો નાશ થઈ જાય છે, ત્યારે આ અશ્વત્થ વૃક્ષનું બીજ તે પક્ષીઓના ખાવામાં આવે અને તે ફરીથી વમન (ઊલટી) માગે કિંવા ઝાડા માર્ગ નીકળે તો ત્યાં ને ત્યાં જ વગર પ્રયત્ન અને વગર રોપે જ મોટું પીપળાનું ઝાડ ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ કઈ સ્થળે ભીંત ઉપર, તો કોઈ સ્થળે પત્થર ઉપર; તે કોઈ સ્થળે કોટ, કિલ્લા ઉપર અને કઈ કઈ રળેિ તો ઝાડાની બે ડાળીઓ વચ્ચે જ વગર જમીને અદ્ધર જ પીંપળાનાં ઝાડે ઊગેલાં જોવામાં આવે છે. આથી આ ઝાડ બીજ વગરનું તયા વગર મહેનતે ઉત્પન્ન થયેલું ગણાય છે. જો કેષ્ઠ પીપળાનું બીજ લઈ ને કિવા ગાઢ વગરની ડાળીની કલમ કરીને પીપળે લગાડવાનો પ્રયત્ન કરે છે તે કદી પણ ઉગાડી શકાતું નથી, પરંતુ તે કોઈ જગ્યાએ ઊગી નીકળ્યો હોય તો તેને ત્યાંથી મૂળ અથવા ગાંઠ સહિત કાઢીને લગાડવામાં આવે તો જ કદાચ ઊગી શકે. આ સંસારરૂપી વૃક્ષ કે જેનું વિસ્તૃત વિવરણ ઉપર આપેલું છે તેની પણ સ્થિતિ આવી જ છે. એટલે આ સંસાર વૃક્ષ પણ બી વગર જ વિરતારને પામેલ હેઈ હગાર એટલે નરકપ અને અશાશ્વત છે. એવો ખ્યાલ હંમેશાં આવે એટલા માટે તેની શાસ્ત્રકારોએ અશ્વત્થ વૃક્ષની સાથે સરખામણી કરેલી છે.
આ સંસારવૃક્ષનું કે : | બીજ છે જ નહિ વાસ્તવિક જોતાં તે આ સંસારરૂપી વૃક્ષનું કોઈ કારણ કિંવા બીજ જ નથી. અજ્ઞાનદૃષ્ટિ વડે આ બધો આડંબર સ્વપ્નવત દેખાય છે ખરો! પરંતુ જે વિવેકદષ્ટિ વડે વિચાર કરવામાં આવે તો, જાગૃત થતાં છમ વખ એકદમ કયાં અદશ્ય થઈ જાય છે તે જણાતું નથી તેમ આત્મસાક્ષાત્કાર થતાં આ તમામ દશ્યજાળ અદશ્ય થઈ જાય છે તે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ સમજી શકાતું નથી. જેમ ન હોય ત્યાં સુધીને માટે તે અંધારાનું અસ્તિત્વ જોવામાં આવે છે પરંતુ હાથમાં દીવો લઈને તેની ગમે તેટલી શોધ કરવામાં આવે તે પણ તે કદી જડતું નથી; તેમ આ ભ્રમરૂપ માયાવી અને સ્વપ્નવત મિથ્યા જગદાબર અજ્ઞાન વડે ગમે તેટલું વિશાળ અને વિચક્ષણ ભાસતું હોય છતાં પણ એક વખતે આત્માનું અપરાક્ષનાન થાય એટલે પછી આ વિશાળ અને અનેક ચિત્રવિચિત્ર ભાવાળું જગત કયાં હશે તેની જે શોધ કરવામાં આવે છે તેમાં કદી પણ સફળતા મેળવી શક્ય જ નથી; કિંવા કેઈમનુષ્યને ખાસ કારણથી મળવા જવું હોય અને તે જ માણસ જે તેને સામે મળે છતાં પણ તેની ઓળખ નહિં હોવાથી તેને જ પૂછે છે કે, અમુક માણસ કયાં છે ? તેને મારે મળવું છે; એમ પૂછવામાં આવે છે, પરંતુ જ્યારે આ પોતે જ તે છે એવી તેને ઓળખ થાય ત્યારે જ તે જાણી શકે છે કે હું આને જ અજ્ઞાનતાને લીધે તે બીજે જ કઈ હશે એમ પોતે સમજતો હતો, પરંતુ તે ખરેખર પોતાની મૂર્ખતા જ હતી અથવા તો અજ્ઞાનતાને લીધે પાસે હીરો હોવા છતાં તેને પોતે આ કાચ છે એમ માને છે, પરંતુ જ્યારે તેને પરીક્ષક તેને કહે છે કે આ તો અમૂલ્ય વસ્તુ એટલે હીરો છે ત્યારે જ તેની કાંમત સમજાઈ પોતાની અજ્ઞાનતા પર હસવું આવે છે કિંવા પાસે પડેલાં સંતરાને જ અજ્ઞાન વડે તે મેસંબી માનતા હોય પરંતુ જ્યારે પોતાની અજ્ઞાનતા તેને સમજાય એટલે તે પૂર્વે પણ સંબી જ હતી, હાલમાં પણ તે જ છે અને ભવિષ્યમાં પણ તે જ રહેશે: હું તેને જ સતરું કહેતા હતા પરંતુ તે સતરું કદી હતું જ નહિ એવી તેને ખાતરી થાય છે તથા પોતાની મૂર્ખતાનો પણ નાશ થઈ જાય છે તે પ્રમાણે આ સંસારરૂ૫ મિયા દશ્યજાળ કે જે કદી છે જ નહિ અથવા તમામ આત્મરૂપ જ છે, પ્રથમ પણ આત્મરૂપ જ હતી અને ભવિષ્યમાં પણ આભા૫ જ રહેશે, તે ત્રણે કાળમાં આત્માથી ભિન્ન હતી જ નહિ; એવી રીતે જ્યારે તેનું ખરું સ્વરૂપ સમજાય છે ત્યારે પોતાની અજ્ઞાનતાનું પોતાને જ હસવું આવે છે તથા આ અજ્ઞાનતા પણ વસ્તુતઃ આત્મસ્વરૂપ જ - વડ, પીપળે ઇત્યાદિ બધાં મહાવો પણ અશ્વત્થ વૃક્ષ કહેવાય. તેમની ઉત્પત્તિ આમાં બતાવ્યા પ્રમાણેની જ છે,